________________
૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલે પ્રભાવ
સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ. પણ ઉપાધિગને જે ઉદય તે પણ દવા વિના ઉપાય નથી. ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે.”૯૨
– ચૈત્ર વદ ૫, ૧૯૪૮ના પત્રમાંથી. “તમારા સત્સંગને વિશે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તો “નિર્બળ થઈ શ્રી “હરિને ” હાથે સોંપીએ છીએ.”૯૩
- જેઠ વદ અમાસ, ૧૯૪૮ના પત્રમાંથી. શ્રી સભાગભાઈને સમાગમ ઇચ્છતા શ્રીમદુનાં આવાં અનેક વચનો તેમના પત્રોમાં લખાયેલાં જોવા મળે છે. શ્રી સોભાગભાઈ સિવાય કઈ પણ મુમુક્ષુ વિશે આ જાતની સત્સંગની ઈચ્છા સેવી હોય એવું શ્રીમદની બાબતમાં જણાયું નથી. અન્ય મુમુક્ષુઓની ઈચ્છાને માન આપી તેઓ તેમનો સંગ કરતા, ત્યારે અહીં બંને પક્ષે સર
' કરતા, ત્યારે અહીં બંને પક્ષે સરખી ઉત્કૃષ્ટતા હતી તે જોઈ શકાય છે. આથી સત્સંગને લાભ આપવા બદલ ઘણી વાર શ્રીમદ્દ તેમને આભાર પણ માનતા. વિ. સં. ૧૯૪૭ના ફાગણ સુદમાં શ્રીમદ્ ભાગભાઈને લખ્યું હતું કે –
અમને તમારે માટે ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે. ૯૪ એ જ વર્ષને શ્રાવણ સુદમાં શ્રીમદે લખ્યું છે કે –
“ તમે અમારે માટે જન્મ ધાર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજું શું બદલો વાળીએ?”૯૫
શ્રી સોભાગભાઈને ઉપકાર શ્રીમના દિલમાં વસ્યા હતા તે વિષે તેમની હસ્તધમાં પણ જાણી શકાય છે, જુઓ –
હે શ્રી ભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો ! ૯ ૬
શ્રીમદનાં ઉપર જોયાં તેવાં વચન પરથી ખ્યાલ આવે છે કે તેમની આંતરિક સ્થિતિ ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં શ્રી ભાગભાઈને ફાળો સૌથી વિશેષ હતો. તેમના ચોગમાં શ્રીમદને જાતિસ્મરણજ્ઞાનની વિશેષતા થઈ હતી. વળી, શ્રીમદ્દ નાં આ વચને વાંચતાં ખ્યાલ આવે છે કે શ્રી સોભાગભાઈને તેમના પરનો ઉપકાર ઘણે મોટે હેવો જોઈએ. પરંતુ આ ભવમાં એ માટે ઉપકાર કેઈ હોય તેવું જણાતું નથી. અને તે જ કારણે શ્રીમદ્દને તેમને માટે આવે અનુરાગ જ હશે. શ્રી ભાગભાઈના અવસાન સંબંધે લખાયેલાં શ્રીમદનાં નીચેનાં વચને વિચારવા ચોગ્ય છે –
૯૨. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, આંક ૩૫૭. ૯૩. એજન, આંક ૩૭૯ ૯૪. એજન, આંક ૨૧૫ ૯૫. એજન, આંક ૨૫૯ ૯૬. એજન, હાથ નોંધ ૨ આંક ૨૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org