________________
૬૩૨
શ્રીમદની જીવનસિદ્ધિ આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારકતા આદિ ગુણો વારંવાર વિચારવા ગ્ય છે. ૯ ૭
આર્ય સેભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.”૯૮ વગેરે.
આ બધાં વચનો શ્રી ભાગભાઈની ઉરચ અંતરંગદશાની સાક્ષી પૂરે છે. અને તે દશા માટે શ્રીમદને ઘણું ઘણું માન હતું તે પણ અહીં જોઈ શકાય છે. આત્મકલ્યાણ કરવા માટે એવી અંતરંગદશા બહુ ઉપકારી નીવડે તેવી હોવાથી, મુનિદશામાં રહેલા શ્રી લલ્લુજી મહારાજ, શ્રી દેવકરણજી, શ્રી મોહનલાલજી આદિને પણ તે દશા વારંવાર વિચારવા ગ્ય શ્રીમદે કહી છે.
શ્રીમદને શ્રી ભાગભાઈની દશા વિશે ઘણું માન હતું, તે તેમના પત્રમાં વ્યક્ત થાય છે, એટલું જ નહિ, તેમને કરેલાં સંબોધનમાં પણ એ વિશેષતા નજરે ચડે છે. શ્રી ભાગભાઈને સંબોધન કરવા માટે તેમણે જેટલી વિવિધતા દાખવી છે, તેટલી બીજા કેઈના પત્રોમાં નથી. ઘણના પત્રો તે સંબોધન વિના જ લખાયેલા જોવા મળે છે. એ જ પ્રમાણે શ્રી ભાગભાઈ પરના પત્રને અંતે શ્રીમદ્ દક્ત પણ એટલી જ વિવિધતાથી કરેલ છે, તેમાંના કેટલાક નમૂન પરથી ખ્યાલ આવશે કે શ્રીમદ્દના હૃદયમાં શ્રી સેભાગભાઈ માટે કેટલું બધું સ્થાન હતું. પત્ર લખવાની શરૂઆત થઈ તે વખતે શ્રીમદ્દ તેમને અહોભાવયુક્ત સંબોધન ૧. “આત્મવિવેકસંપન્ન ભાઈ શ્રી ભાગભાઈ”
અાંક ૧૩૩ ૨. “જીવનમુક્ત સૌભાગ્યમૂર્તિ ભાગભાઈ” ૩. “મહાભાગ્ય જીવનમુક્ત” આંક ૧૯૧ ૪. “પરમ વિશ્રામ સુભાગ્ય” ૨૮૨
૫. “સ્મરણીય મૂર્તિ સુભાગ્ય” આંક ૩૦૧ ૬. “ હૃદયરૂપ શ્રી સુભાગ પ્રત્યે” ૩૩૪ પછી સમય જતાં વિ. સં. ૧૯૪૭ આસપાસથી જેવાં પિતાના સાથે આંતરિક સંબંધ વિશેષપણે બતાવતાં સંબોધન કરતા હતા. આ બધાં સંબોધનમાં પોતાને શ્રી સોભાગભાઈ કેવા લાગતા હતા તે વિશેનો ખ્યાલ શ્રીમદે આપ્યો છે; તેમાં શ્રી સેભાગભાઈને માત્ર “સુભાગ” તરીકે સંબોધે છે. એથી પણ આગળ જતાં, શ્રી ભાગભાઈની આંતરિક દશ વિશેષ સારી થતાં, શ્રીમદે લાંબાં, અનેક વિશેષણયુક્ત સંબંધને શ્રી ભાગભાઈને કર્યા છે. જુઓ –
સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ..ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષને અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી સુભાગ્ય,” તેમના પ્રત્યે” – આંક ૩૯૮, “સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષુ જનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણદષ્ટિ છે જેની એવા નિષ્કામ ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે” - અાંક ૪૦૨. “ઉપકારશીલ શ્રી સોભાગ પ્રત્યે—- પપર, વગેરે. ૯૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ. આંક ૭૮૨. ૯૮. એજન, અક. ૦૮ ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org