________________
૩૨૦
શ્રીમદના જીવનસિદ્ધિ (૧૨) ક્ષીણમાહ- અહી દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીયની કુલ ૨૮ પ્રકૃતિઓ ક્ષય થાય છે, તેથી તે ક્ષીણમોહ ગુણસ્થાન કહેવાય છે. અહીંથી અંતર્મુહૂર્ત જેટલા સમયમાં જીવ કેવળજ્ઞાન પ્રગટાવે છે.
(૧૩) સયોગી કેવાળી –- આ ગુણસ્થાને ૪ ઘનઘાતી કર્મ – મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષય થઈ સર્વજ્ઞપણું પ્રગટે છે. પણ આ સ્થાનમાં મન, વચન અને કાયાના પેગ હોય છે. તેથી તે સગી કેવળી કહેવાય છે.
(૧૪) અગી કેવળી–આ ગુણસ્થાને આત્મા મન, વચન અને કાયાના યોગને રૂંધીને બાકીનાં ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય કરી, મુક્તિ પામે છે; એક સમયમાત્રમાં ઉદર્વગતિએ સિદ્ધક્ષેત્રે જઈ જ્ઞાનના ઉપગે સિદ્ધ થાય છે. અહીં જીવ ચોગરહિત અને કેવળજ્ઞાન સહિત હોય છે, તેથી અગી કેવળી કહેવાય છે.
સમતિ થયા પછીથી ક્રમે ક્રમે આગળ વધતાં વધતાં જીવ કેવા ગુણે પ્રગટાવી સિદ્ધ થાય છે તેનો ચિતાર શ્રીમદે આપણને આ કાવ્યમાં આપ્યું છે.
પૂર્વ વિભાગ
આપણે આગળ જોયું તેમ. “ અપૂર્વ અવસર” કાવ્યના પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગ પાડી શકાય છે; પ્રથમની બાર કડીનો પૂર્વ વિભાગ અને બાકીની નવ કડીને ઉત્તર વિભાગ. પૂર્વ વિભાગમાં શ્રીમદે નિગ્રંથ થવાની ભાવના, નિગ્રંથનાં લક્ષણ, સમ્યગ્દર્શન અને નિગ્રંથના આત્મચારિત્રનું વર્ણન કરેલ છે.
નિચ“થ થવાની ભાવના – કાવ્યને આરંભ શ્રીમદ્દ નિર્ચ થવાની પોતાની ભાવના વ્યક્ત કરીને કરે છે. કોઈ પણ મુમુક્ષુને જાણે પોતાના હૃદયની ભાવના જ વ્યક્ત થઈ હોય તેવું વાંચતાંની સાથે લાગે તેવી આ કડીની રચના થયેલી છે. જુઓ –
“અપૂર્વ અવસર એવો કયારે આવશે ? કયારે થઈશુ બાહ્યાંતર નિગ્રંથ છે ? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને,
વિચરશું કવ મહપુરુષને પંથ જે ?” અપૂર્વ ૧ કાવ્યની પહેલી જ કડીમાં પોતાની નિ થવાની ભાવનાને પ્રશ્નરૂપે શ્રીમદ રજી કરે છે કે જગતના બધા જ સંબંધ છેડીને, દ્રવ્યથી – બાહ્યથી; તેમ જ ભાવથી – અંતરથી, સંયમી - નિર્ગથ થયેલા મહાન પુરુષના માગે, તેમના જે જ સંયમી બની, હુ કયારે જઈશ? આજ સુધી પ્રાપ્ત ન કરેલો એ “અપૂર્વ અવસર” ક્યારે પ્રાપ્ત થશે?
જીવને સંસારમાં જકડી રાખતી રાગદ્વેષની ગાંઠ જેની કપાઈ ગઈ છે તે નિઃ અર્થાત્ જેના રાગ અને દ્વેષના ભાગ છૂટી ગયા છે તે. મોક્ષની પ્રાપ્તિ માટે નિર્ગથપાયું આવશ્યક છે, તેથી નિર્ગથ થવાની ભાવના શ્રીમદે પહેલી કડીમાં જ વ્યક્ત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org