________________
૮. શ્રીમદ્ની તથવિચારણા –પત્રોમાં
જ્ઞાનીએએ એકાંતે દુઃખકર્તા ગણાવ્યા છે. સ'સારમાં લેશ પણ સુખ નથી, જે કંઈ સુખ દેખાય છે તે માત્ર કલ્પનાથી છે, વાસ્તવિક નથી, તેવા સર્વ જ્ઞાનીઓના અભિપ્રાય છે.
જ્યાં, દેખાતા પ્રત્યેક સુખની પાછળ દુઃખ રહેલું છે તે સ`સારના અંત આણવા માટેનેા આધ પ્રત્યેક જ્ઞાનીએ કર્યા છે, દેહ, કુટુંબ, લક્ષ્મી, વૈભવ, વિલાસ આદિના મમત્વમાં સુખ માનનાર જીવ તે બધાનું ગ્રહણુ અને ત્યાગ તેના કર્માનુસાર કરતા આવ્યા છે. પણ તે બધામાંથી મારાપણુ' છેડવાથી જ સંસારક્ષય થાય છે. તેથી શ્રીમદ્ એવા નિશ્ચય પર આવ્યા હતા કે કુટુંબરૂપી કાજળની કોટડીમાં રહેવાથી સસારની વૃદ્ધિ થાય છે અને તેના ત્યાગથી જેટલા સ'સારક્ષય થાય છે તેના સામા હિસ્સે પણ કુટુંબવાસથી સ`સારક્ષય નથી થતા. વળી, સ’સારની ધનિકાવસ્થા, નિનાવસ્થા, વૈભવ, પ્રભુતા, બાલ્યાવસ્થા, ચુવાવસ્થા, વૃદ્ધાવસ્થા આદિમાંથી કાઈ પણ અવસ્થા તેમને સુખકર લાગતી નથી. આથી એ સર્વ માંથી માહ ઓછેા કરી, આત્મજ્ઞાન પામવા માટેના પુરુષાર્થ કરવાના તેમના ઉપદેશ છે.
સંસારમાં કાઈ પણ વ્યક્તિ એવી નથી કે જેને કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ ન હોય, તેથી અવ્યાખાધ સુખ મેળવવા, તેમણે તેના ક્ષય જ ઈછ્યો છે, પણ સસારમાં થોડાક પશુ પ્રેમ હાય તેા જીવને સાચા પરમાર્થ સમજાતા નથી, અને કોઈ જ્ઞાનીની તેનાથી અવજ્ઞા થઈ જાય તે તેના અનત સંસાર વધી પડે છે. આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે, વર્તમાન દેહ આદિ ખાદ્ય પદાર્થોમાં લીનતાને લીધે સંસારમાં જીવને મારાપણુ' લાગે છે, સુખ લાગે છે, પણ વાસ્તવિક રીતે જોઈએ તે તેમાં દુઃખ જ રહેલુ' છે.
સૌંસારમાં આવતી પ્રત્યેક મુશ્કેલી જીવને પરમા ષ્ટિથી વિચારતાં સસાર તરવા માટેનું ઉત્તમ નિમિત્ત છે. પ્રતિકૂળ સજોગો ઊભા થાય તે સંસારની અસારતા વિચારવાનું જીવને વિશેષ બને છે, અને તેમાં સમભાવ રાખી વર્તવામાં આવે તે સંસારક્ષય ઘણી વરાથી થાય છે. તેથી તેા શ્રીમદ્દે એક પત્રમાં લખ્યુ છે કે
Ra
“ગમે તેટલી વિપત્તિએ આવી પડે તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી ચેાગ્ય નથી. ’૮
ને સાંસારિક ફળની ઈચ્છામાં પડી જવાય તે પરમાથ ચૂકી જવાય છે. શ્રીમદ્ સેાભાગભાઈ ને સાંસારિક મુશ્કેલીએ સમભાવે વેદવાના ઉપદેશ કરતા જે પા લખ્યા હતા તેમાં શ્રીમની સંસાર વિશેની વિચારણા જાણવા મળે છે. તેવા એક પત્રમાં શ્રીમદ્દે સંસારનુ સ્વરૂપ વર્ણવતાં લખ્યું હતું કે :
66
જ્ઞાનીપુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયેાગે વતાં વતાં ચિત્ પણ મદ પરિણામ પામી જાય એવી આ સ*સારની રચના છે. ” ૯
.
૮. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૧૪૬.
૯. એજન, પૃ. ૧૭૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org