________________
શ્રીમદની જીવનસિદ્ધિ - આ કાળનાં વિવિધ લક્ષણે શ્રીમદે જુદા જુદા પત્રોમાં વ્યક્ત કર્યા છે. તેમાં આત્માર્થતા, ભક્તિ, સત્સંગ, નીતિ, સરળતા, નમ્રતા વગેરે સદગુણ કમે ક્રમે ક્ષીણ થતા જશે, અને સંસારાર્થ, કુસંગ, અનીતિ, કપટપણું, વિષયકષાયભાવ, અભિમાન વગેરે દુર્ગણે વધતા જશે, એટલે કે સાત્ત્વિક વૃત્તિનું સ્થાન રાજસી અને તામસી વૃત્તિ લશે, આ કાળમાં એથી સદધર્મ, સત્સંગ, મુમુક્ષતા વગેરેને લોપ થતો જશે તે શ્રીમદે વારંવાર ખેદ સાથે જણાવ્યું છે.
આ બધાને લીધે તેમણે આ કાળને દુઃષમ કહીને વર્ણવ્યો છે, તેને માટે પાંચ કારણે તેમણે એક પત્રમાં (આંક ૪રર) વર્ણવ્યાં છે. પૂર્વના આધારક છો આ કાળમાં જન્મતા નથી તે પહેલું કારણ છે. પૂર્વે જેમણે મિક્ષમાર્ગનું આરાધન કર્યું નથી તેવા જ મોટાભાગના જીવો આ કાળમાં મનુષ્યપણું પામ્યા છે, તે બીજું કારણ છે. આવા જન્મેલા મનુષ્યોને મેક્ષમાર્ગ આરાધવાનું સૂઝતું નહિ હોવાથી સત્સંગની અતિ દુર્લભતા થઈ પડી છે, તે ત્રીજ કારણ છે. આવા જીવને જે કંઈ સંજોગોમાં પુરુષને એગ થાય તો તેને ઓળખી શકતા નથી અને પિતાના મતાગ્રહમાં જ તણાઈ જાય છે તે શું કારણ છે. અને કવચિત્ તે સત્સમાગમને વેગ બને, જ્ઞાનીની ઓળખ થાય તે પણ પ્રબળ પુરુષાર્થ ઉપાડી શકે તેટલું વીર્ય કે શક્તિ આ કાળમાં નથી તે આ કાળને દુઃષમ કહેવાનું પાંચમું કારણ છે.
આ દુષમ કાળમાં મોક્ષમાર્ગ મળવો બહુ દુર્લભ છે. અને તે દુર્લભતા બતાવી વિશેષ પ્રબળ પુરુષાર્થ ઉપાડવાની ભલામણ શ્રીમદે ઠેકઠેકાણે કરી છે. દુષમકાળ જઈને નિરાશ થવાને બદલે વિશેષ જોરથી પ્રબળ પુરુષાર્થ કરવાનું કર્તવ્ય શ્રીમદ્ મુમુક્ષુને બતાવ્યું છે. અને કોનો ક્યારે કેટલો સંગ રાખવે તે વિશે બહુ વિચારપૂર્વક વર્તવાની ભલામણ કરી છે. આ દુષમકાળમાં સાચે સદભાગી કેણ તે બતાવતાં એક પત્રમાં તેમણે લખ્યું છે કે –
“ દુષમકાળને વિશે વિહ્વળપણું જેને પરમાર્થ વિશે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી, બીજાં જે કારણે તેને વિશે જેને વિશ્વાસ વર્તતે નથી, એવા જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે. ” 5 આવા પુરુષને શ્રીમદ્દ મૂર્તિ માન મેક્ષ” તરીકે ગણાવે છે.
સંસાર છ
શુભ કે અશુભ કર્મના ફળરૂપે જીવ ચારે ગતિમાં જુદા જુદા દેહ ધારણ કરી છેડ આવ્યા છે, અને જ્યાં જ્યાં જાય ત્યાં મારાપણું કરતો આવ્યો છે. આ મેહનીયના પ્રબળ ઉદયથી તેનું ચારે ગતિમાં પરિભ્રમણ તે સંસાર છે. આ સંસારને શ્રીમદ સહિત સર્વ
. “શ્રીમદ્ રાજચંદ્ર ", આવૃત્તિ, પ, ખંડ ૧, પૃ. ૧૪. છ. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, ૧, પત્રાંકઃ ૩૭, ૮૧૪, ૧૦૩, ૩૩૧,૩૮૩, ૭૮૩, વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org