________________
BEBETREFERRIERREREEEEEEEEEEEEEEERESS
આ ઉપરથી શ્રીમદ પ્રત્યે અંતરમાં સહેજે એવી ભાવોર્મિ જાગે છે કે, સાચે જ તેઓ, સંસારવ્યવહાર અને વેપાર-વણજની કાજળની કોટડીમાં જીવનભર રહેવા છતાં, તદ્દન નિષ્કલંક જીવન જીવી ગયા, અને જળકમળની જેમ સોની વચ્ચે છતાં સૌથી અલિપ્ત એવું ઉર્ધ્વગામી જીવન જીવવાને એક જવલંત આદર્શ બતાવતા ગયા !
ઇ
આમ જોઈએ તો અમૃતતત્વ એ કલ્પનાશીલ અને અ૪૨ અમ૨૫ના આશક કા ખુમારીદાર 2 કવિની કલ્પના જ લેખાય છે. તે પણ દુનિયાને એનું કેટલું બધું આકર્ષણ છે ! વડપણ અને
મરણથી ૫ર થવાનું કેને ન ગમે ભલા ૬ અને નાં એ અમૃત ત્વને પામીને અજ. અમર બનનારાને તે વિશ્વમાં હજી પણ શોધવાના જ રહે છે ! પણ આમ થવાનું કારણ માનવ દેહથી અજર-અમર બનવાની ઝંખનામાં ને ઝંખનામાં જે સાચેસાચ જરા અને મૃત્યુથી સદા-સર્વથા અલિત છે, એ તત્ત્વને નથી પિછાની શરતે, એ છે. આત્મતત્ત્વ એ જ અમૃતવે છે. આમાં ન કયારે વૃદ્ધ થાય છે, ન એને કદી મૃત્યુ સ્પશી શકે છે. જરા અને મરણ એ તો દેહને જ
સ્પર્શે છે, દેહને જ એ સ્વભાવ છે. અને અમૃતતવ સમુ આ આમતવ તે દેહે દહે ભવું પડયું છે – ભલે પછી એ દેહ કંથવા, કીડી કે કુંજર હોય કે દેવ યા મનુષ્યને હેય. પણ જે પોતાની અંદર જ રહેલું છે અને માનવી ઓળખી શકતા નથી, અને જે બહારથી કયારેય મળી શકે એમ નથી એની પાછળ ફાંફાં માર્યા કરે છે : સંસારની આ જ માયા અને ગૂઢતા છે; અને એને ભેદીને આગળ વધનાર બહુ ઓછા છે. જેઓ એ માયા અને ગૂઢતાનાં પડાને ખસેડીને આત્મતત્તવનું દર્શન કરે છે, અને એ તત્ત્વને સાક્ષાત્કાર કરવા પુરુષાર્થ આદરે છે, તે જ અમૃતરસને આસ્વાદ માણી શકે છે. અને જેઓ એક વાર પણ આત્મસાધનાના અમૃતરસને
આસ્વાદ પામે છે, એમને સંસારના બીજા બધા રસે ફીકા લાગે છે. શ્રીમદ્ રાજચંદ્રના જીવનની અરે અને એમની સાધનાની આ રીતે જ મુલવણી થવી ધટે છે. એમને આત્મતત્તવના અમૃત સિવાય
કશાયની ખેવના ન હતી. એ તત્વને પામવા જ તેઓ જીવ્યા અને જીવનભર ઝઝૂમ્યા. એમના આત્મધમપરાયણ જીવનની આ જ અપૂવ સિદ્ધિ !
શ્રીમદ્દનું આયુષ્ય તો માત્ર ૩૩ વર્ષ જેટલું ટૂંકું હતું, પણ સતત જાગ્રત રહીને પળપળને રે ઉપયોગ કરી જાણનારને પોતાના જીવનને સફળ બનાવવા માટે લાંબા કે ટૂંકા આયુષ્યને કોઈ ભેદ નથી ઈ રહેતા. જેને આપણે ટૂંકું આયુષ્ય કહીએ છીએ એમાં પણ એ જીવનસાધક સંતે કેટલું મને મંથન
કર્યું, કેટલું વાચન-ન્મનન કર્યું, કેટલું બધું એકાંત મૌન અને ધ્યાન કર્યું, કેટલે વેપાર અને સંસાર-વ્યવહાર નિભાવ્યો, કેટલી બધી તપ-ત્યાગ-સંયમની સાધના કરી, કેટલા બધા અભિજિજ્ઞાસુઓને માર્ગદર્શન કરાવ્યું : અને આ બધા સાથે, એમણે જુદા જુદા વિષયને લગતા, ગદ્ય અને પદ્ય, કેટલા બધા સાહિત્યનું સર્જન કર્યું ! શ્રીમદની આ જીવનસિદ્ધિ આત્માની અનંત શક્તિ અને શાશ્વત સંપત્તિની પ્રતીતિ કરાવવા સાથે ભગવાન મહાવીરે વારંવાર ઉદબોધેલ અપ્રમત્તતાનું પ્રેરક ઉદાહરણ બની રહે એવી છે.
SERERRRRRRRRRRRRRREEEEEEEEEEEEEEEEE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org