________________
PRESSRELERERERESEGRETERESIKERSTREKKER
x
x
પ્રકાશકનું નિવેદન
ex ex ox ox x
SSSSSSSSS&SSSSWS88BKKBE
ને
પરમ ઉપકારી, આત્મસાધક સંતપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દીના પુણ્ય પ્રસંગ નિમિત્ત, એમના જ મંગલમય જીવન અને હૃદયસ્પર્શી સાહિત્યનું દર્શન કરાવતા આ દળદાર ગ્રંથ શ્રી જીવન-મણિ સવાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થાય છે, એને અમને ખૂબ આનંદ છે. એ મહાપુરુષની પ્રેરક અને પવિત્ર સ્મૃતિને આવા સાહિત્ય-સુમનનું અર્થ અર્પણ કરવાને અમને અવસર મળ્યો, એ અમારું મોટું સદ્ભાગ્ય છે.
કાજળની કોટડીમાં રહેવા છતાં, નિષ્કલંક રહી શકે એવી વ્યક્તિઓ દુનિયામાં બહુ વિરલ હોય છે. પરમ પૂજનીય શ્રીમદ્ આવા જ એક વિરલ પુરુષ થઈ ગયા. તેઓ જીવનભર સંસારમાં ૨ધા, અથવા કહીએ કે સંસારીને વેશે રહ્યા, પણ અંતર તે એમનું એક આદર્શ ત્યાગી, વિરાગી,. તપસ્વી જેવું હતું. એમની જીવનભાવનામાં આત્મતત્ત્વને પામવાની ઉત્કટ તાલાવેલી ભરી હતી, અને એમને સમગ્ર વ્યવહાર નિગ્રંથપણ તરફની ધર્મરુચિથી સભર હતા.
પરમાર્થ અને પરમાનંદને પામવાની પિતાની ઉત્કટ ઝંખનાનું વર્ણન કરતાં શ્રીમદ્ પોતે જ કહ્યું છે કે :
રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. અહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયને પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભાગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હા, માંસ અને તેની મજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રામ પણ એને જ જણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું; ગમતું નથી કંઈ સૂધવું ગમતું નથી કંઇ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બાલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતા કે નથી સંગ ગમતા, નથી લમી ગમતી કે નથી અલકમી ગમતી અમ છે; તથાપિ તે પ્રત્યે આશાનિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે તાપણ ભલે અને ન હૈ તા પણ ભલે. એ કંઇ દુઃખનાં કારણ નથી. દુ:ખનું કારણ માત્ર વિષમામા છે, અને તે જે સમ છે તા સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડો પાલવ નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને ટલોક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું ? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારની અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શેક તે નથી, તથાપિ સહન કરવા જઇવ ઇરછતા નથી. પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ ?”
(શ્રી સેભાગભાઈ ઉપર લખેલ પત્રમાંથી; આંક ૧૩૩માંથી. )
ર
R51JEEBફ8888
TORREEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org