________________
શ્રીમની જીનસિદ્ધિ પિતા પ્રતિ થતા વિરોધ પ્રત્યે શ્રીમદ સાવ નિરપૃહ હતા. તે તેમણે શ્રી અંબાલાલભાઈ જૂઠાભાઈ આદિ પર લખેલા પત્રો જોતાં સ્પષ્ટ થાય છે. તેમને તે જે સત્ય હતું તે લોકોને કરુણાબુદ્ધિથી જણાવવું હતું, પછી લોકો સમજે કે ન સમજે તે તેમના ભાગ્યની વાત હતી. સમયે સમયનું કાર્ય કર્યું. તત્કાલીન વિધ, સમય જતાં “બુદ્ધિની કટીએ” ચડ્યો અને સત્યના વિજયની શરૂઆત થઈ.
આમ શ્રીમદ્ આધ્યાત્મિક ક્ષેત્રે કેટલાક એવા વિચારે પ્રગટ કર્યા હતા કે જે આત્મકલ્યાણ માટે અનિવાર્ય હોવા છતાં તેમના જમાના માટે ક્રાંતિકારી હતા. તે વિચારે નિર્ભયતાથી છતાં નમ્રતાથી વ્યક્ત કરનાર શ્રીમને કાંતિકારી ન કહીએ તો શું કહીએ?
શ્રીમદ્ વેપારી તરીકે
શ્રીમદમાં બાળવયમાં જ અનેક શક્તિઓ ખીલી હતી, અને એને લીધે તેમની ખ્યાતિ પણ ઘણે થઈ હતી. બીજી બાજુ તેમની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી, તેથી આર્થિક ઉદ્દેશથી તેઓ વિ. સં. ૧૯૪રના ભાદરવા માસ આસપાસ મુંબઈ ગયા હતા.
મુંબઈમાં શતાવધાનના પ્રયોગ કરી એમણે ઘણું ખ્યાતિ પ્રાપ્ત કરી. એ પ્રયોગ કરતી વખતે સભામાં અનેક અગ્રગણ્ય વિદ્વાન અને પંડિત હાજર હતા. તેમાં જ્યોતિષીઓ પણ હતા, જેમના દ્વારા શ્રીમદને જ્યોતિષનું ઊંડું જ્ઞાન મેળવવાની ઈચ્છાને પૂર્ણ કરવાને અવસર પ્રાપ્ત થયો હતો. - મુંબઈમાં શતાવધાનના પ્રયોગો જોઈ શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરી શ્રીમદ્ભા સમાગમમાં આવ્યા. તેમના પિતાશ્રી ઘેલાભાઈ ઝવેરાતની પરીક્ષામાં નિષ્ણાત હતા. પિતા પાસેથી તે વિદ્યા શીખીને માણેકલાલભાઈ મુંબઈમાં ઝવેરાતના વેપારમાં જોડાયા હતા. તેમણે ઝવેરાતની પરીક્ષા કરવાનું કામ શ્રીમદને શીખવ્યું. શ્રીમદ્દ એ ધંધાની શરૂઆત કરવાને વિચાર કરતા હતા. તેવામાં વિ. સં. ૧૯૪૪ના પોષ માસમાં ગૃહસ્થાશ્રમી થવા વવાણિયા જવાની ફરજ પડી અને વિ. સ. ૧૯૪૪ના મહા સુદ ૧૨ના દિવસે તેઓ ગૃહસ્થાશ્રમી થયા તે અનુસાર શ્રી રેવાશંકર જગજીવન તેમના કાકાસસરા થયા હતા. ત્યારથી તેઓ શ્રીમદના નિકટ પરિચયમાં આવ્યા. એકાદ વર્ષ પછી વ્યાપારમાં ઉત્કૃષ્ટ લાભ છે એવું જ્યોતિષથી જાણું, શ્રીમદ્દે તેમને મુંબઈ જવા પ્રેર્યા, સાથે ઝવેરાતના ધંધાની પેઢીની વાત પણ કરી. તે મુજબ શ્રી રેવાશંકરભાઈ વકીલાત છેડી વિ. સં. ૧૯૪૫ના અષાડમાં મુંબઈ ગયા. શ્રીમદ્દ પણ એ જ અરસામાં એટલે કે એ વર્ષના ભાદરવા માસમાં ફરીથી મુંબઈ ગયા, અને સાંતાક્રુઝમાં શેઠ ત્રિભવન ભાણજીના બંગલામાં પ્રથમના છ માસ રહ્યા. પછીથી તે તેઓ રેવાશંકર જગજીવનની પેઢી જ્યાં હોય ત્યાં સાથે કે તેની નજીકમાં રહેતા.
વિ. સં. ૧૯૪૫ના ભાદરવા આસપાસ શ્રી રેવાશંકર જગજીવનની પેઢી શરૂ થઈ, તેમાં શ્રી માણેકલાલભાઈ ઝવેરી પ્રેરણારૂપ હતા. શ્રી રેવાશંકર જગજીવનની પેઢીમાં શ્રીમદ્દ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org