________________
૧. જીવનરેખા
રેવાશંકરભાઈ અને માણેકલાલભાઈ ભાગીદારીમાં જોડાયા હતા. એક બે વર્ષમાં તે આ પેઢીને વેપાર વિલાયત, રંગુન, અરબસ્તાન વગેરેની મોટી મોટી પેઢી સાથે શરૂ થઈ ગયા હતા.
વિ. સં. ૧૯૪૮-૪માં શ્રી માણેકલાલભાઈ દ્વારા સૂરતવાળા રા. બ. નગીનચંદ ઝવેરચંદને શ્રીમદને પરિચય થયો. પરસ્પરની અનુમતિપૂર્વક શ્રીમદ્, રેવાશંકરભાઈ, માણેકલાલભાઈ અને નગીનચંદભાઈએ મોતીનો વેપાર ભાગીદારીમાં શરૂ કર્યો. પછીથી તેમાં કેટલાક બીજા વેપારીઓ પણ જોડાયા.
સર્વ ભાગીદારે એ કંઈ ને કંઈ કામ જવાબદારીપૂર્વક સ્વીકારી લીધું હતું, તેમાં નાણાવિષયક અને વિલાયતના વ્યવસાયનું કામકાજ મુખ્યત્વે શ્રીમદ્દ હસ્તક હતું. આ બધાએ પોતપોતાનું કાર્ય એટલી સફળતાપૂર્વક કર્યું હતું કે હિંદની અગ્રેસર ગણતી પેઢીઓમાં આ પેઢીની ગણના થવા લાગી હતી. પેઢીએ નફે પણ ઘણુ સારા પ્રમાણમાં કર્યો હતે.
શ્રીમદ્દ વેપારી કામકાજમાં ઘણ કુશળ હતા. માલ બરાબર કસીને લેતા, છતાં પ્રામાણિક પણ એવા જ હતા; કેઈને પણ ખોટા નુકસાનમાં ઊતરવા દેતા નહિ. નફા વિશેને તેમને ખ્યાલ પણ ચોક્કસ હતો. એક વખત તેમને કોઈએ પ્રશ્ન કર્યો કે, “ધંધાની અંદર કેટલાક વેપારીઓ માલ વેચવાની બુદ્ધિએ આપની પાસે આવે છે, વેચનાર માલધારી આપને કહે કે આ માલ લઈ લો. અને જે ચગ્ય કિંમત હોય તે આપ. તે આપ કેવી રીતે માલ રાખે?” તેમણે ઉત્તર આપ્યો કે, “માલની કિંમત આંકેલી કે બાંધેલી નથી, તે તે માલ નજરે જઈને ગ્ય કિંમત લાગે તેમાં આશરે બે ટકા છૂટે એવું જાણુને તે માલ લઈએ. પછી બજાર તેજી-મંદી થાય તે તે કર્મની વાત – પણ બે ટકા છૂટે એમ ધારીને કિંમત કરીને લઈ એ તે દોષ નહિ; વાજબી કિંમત કરી કહેવાય.”૯૧
મુંબઈમાં સૌથી વિશ્વાસપાત્ર ગણાતે એક આરબ પોતાના ભાઈ સાથે રહીને ખેતીની આડતને ધંધો કરતે હતે. નાના ભાઈને એક દિવસ પોતાના મોટા ભાઈની જેમ ધંધે કરવાની ઈચ્છા થઈ આવી. તેથી જે સારો માલ પરદેશથી આવેલે તે વેચવા કેાઈ સારા પ્રમાણિક શેઠનો મેળાપ કરાવવા તેણે દલાલને કહ્યું. દલાલે શ્રીમદને ભેટે કરાવ્યો. શ્રીમદે માલ બરાબર તપાસી ખરીદ કર્યો અને નાણું ચૂકવી આપ્યાં. ઘેર આવીને આરબે તેના મેટાભાઈને વાત કહી. મેટાભાઈએ જેનો માલ હતું તેનો કાગળ બતાવી કહ્યું કે આ માલ માટે તો અમુક ભાવથી નીચે માલ વેચવો નહિ એવી શરત કરી છે, અને તે આ શું કર્યું? તેથી તે ગભરાયે અને શ્રીમદ પાસે કરગરીને પોતે કેવી મુશ્કેલીમાં મુકાય છે તે તેમને જણાવ્યું. વાત જાણે શ્રીમદ્ લીધેલો માલ પાછો સોંપી દીધું અને નાણાં ગણી લીધાં. જાણે કેઈ સેદા કર્યો જ નથી એમ ગણી અઢળક ન થવાનો હતો, તે સ્વાભાવિકતાથી જ કર્યો. આરબ તે તેમને ત્યારથી ખુદ જ માનતે થઈ ગયે હતો.૯૨
૯૧. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા", પૃ. ૧૬૮., ૯૨. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા”, આવૃત્તિ ૪, પૃ. ૧૦૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org