________________
શ્રીમદની જીવનસિદ્ધિ વિ. સં. ૧૫૧ની આખરમાં શ્રીમના ભાઈ મનસુખભાઈ એ પેઢીમાં જોડાયા. તેમને તેઓએ એ કાર્યમાં તૈયાર કર્યા. અને ત્યાર પછી થોડા વખતમાં શ્રીમદે વેપારમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા દર્શાવી. પરંતુ તેમની વેપારની કુશળતા, ચોકસાઈ, પ્રામાણિકતા વગેરે ગુણેને લીધે તેમના ભાગીદારોએ નાની વયમાં વેપારમાંથી નિવૃત્તિ લેવા ના જણવી, ભાગીદારના આગ્રહને માન આપી તેમણે પેઢીના સલાહકાર તરીકે કામ કરવાનું કેટલેક વખત ચાલુ રાખ્યું.
ઝવેરાત ઉપરાંત કાપડ, ચોખા વગેરેનો વેપાર પણ ચાલતું હતું. વિ. સં. ૧૫૫ પછીથી તેમણે વેપારમાંથી સર્વથા નિવૃત્તિ સ્વીકારી હતી.
ધંધાની બાબતમાં તેમની કુશળતા કેવી હતી તથા ચોકસાઈ કેવી હતી તે વિશે તેમના મળતા કેટલાક પત્રો સારો પ્રકાશ પાડે છે.
પેરીસમાં માર એ. જમેન નામની ફેંચ પેઢી હતી. તેના ઉપર લગભગ ૪૧૦૦૦ રૂ.ની કિંમતનું મોતીનું પારસલ મેકલેલું. તે પારસલ ન વેચાતાં પાછું આવ્યું. આવો પાછાં આવતાં પારસલોની હકસાઈ Return Comission નહિ લેવાને મે. જમેરને શ્રીમદની પેઢી સાથે કરાર કર્યો હતો. છતાં તે પેઢીએ હકસાઈ ચડાવીને પારસલ પાછું મોકલેલું. તેથી તે કરારની બાબતમાં પોતાની પેઢીને માહિતી આપતો એક પત્ર શ્રીમદે વવાણિયાથી વિ. સં. ૧૯૫રના શ્રાવણ વદમાં લખ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે –
“જર્મોનનું પાર્સલ પાછું આવવા સંબંધી લખ્યું તે જાણ્યું છે. સંભાળથી તરત અવેજ ભરી દેજે. જર્મને ૨૯૨૮ પૌડની હૂંડી લખી છે. તે પરથી એમ જણાય છે કે, તેણે રીટર્ન કમિશન ટકા ૧ લેખે ચડાવ્યું છે, તે કમિશન ન લેવા માટે આપણને તેણે લખી આપ્યું છે, જે કાગળ ફાઈલમાં છે. ૨૮ પૌડ ઓછા ભરી શકાય કે કેમ તે બનાજી વગેરેને પૂછી તજવીજ કરશે...આપણે આ વખતે આડત આપવાને કરાર નથી...તમે તથા નગીનભાઈ પૂરી તજવીજ કરશે. ઉતાવળમાં ૨૮ પોંડ ભરાયા પછી તેની પંચાત પડે. ૯૩
કરાર વગેરેની વિગતે યાદ રાખી ભૂલ ન થઈ જાય તેની બાબતમાં તેઓ કેટલી સાવચેતી રાખતા ! આવી જાતની સાવચેતી માલની ખરીદી વખતે પણ જોવા મળે છે. માલ કે લેવો, કયા ભાવ સુધી લેવો વગેરે વિશેના તેમના વિચારે આપણને તેમણે ખંભાતથી વિ. સં. ૧૯૫૧ના આ માસમાં પિતાની પેઢીને લખેલા એક પત્રમાં જોવા મળે છે. તેમાં લખ્યું છે કે –
સીરી ભૂકા વગેરેની ખરીદ લખી તે જાણી છે. તે સીરી ભૂકા અરબસ્થાનના ક્યા આરબના અથવા કયા પ્રગણાના, કેવો માલ છે, એ વગેરે લખવામાં તમારી તરફથી બરાબર આવ્યું નથી. એટલે એ વિશે વધારે અભિપ્રાય આપવાનું બની ૯૩. “શ્રીમદ્ રાજચંદ્ર", આવૃત્તિ ૫, ભાગ ૨, પૃ. ૧૭૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org