________________
૧, જીગનરેખા
શકવું કઠણ છે. પણ એટલું અનુમાનથી આવી શકે છે કે, ગયા વર્ષમાં ૧૫–૧૬૧૭–૧૮-૧૯ એ આદિ ભાવના સુધારાના ભાવ કંઈ વાંચવામાં આવ્યા નહિ. અને વિલાયતવાળાને તરફથી વધારે ભાવ મળવામાં પૂરી મહેનત પડશે, અથવા વખતે ભૂકામાં કંઈ ઠીક પરિણામ આવશે. પણ સીરીને માટે અમને તે અદેશે રહે છે. વળી હુંડી પણ કંઈ વધી છે. સીરી ગયા વર્ષ કરતાં સારી હોય તો પણ દશ-પંદર ટકા ફેર સારી સુધી તે મૂળગા થવાની આશા જેવું રહે છે. કેટલીક વાર આગળ ઉપરનું પરિણામ વિચાર્યા વગર ઘણું કરી ખરીદ થયા કરે છે, અને કેાઈ માલમાં વિલાયતથી ઠીક આવે છે, તેને બદલે કાઈ માલમાં ભાવ વધવા જેવું કરી મુકવામાં આવે છે, અને એમ ને એમ ઊંચા જ રહ્યાનું થાય છે. તેથી ભય રહે છે કે તે રીતે તે વખતે ગયા વર્ષની પેઠ આ વર્ષે પણ વેઠનો વેપાર થઈ પડે. અહીં બેઠા કંઈ લખવું યંગ્ય નથી. તેમ હવે તરતમાં આવવા વિચાર છે, એટલે વધારે લખવું કારણભૂત નથી. પણ સહેજે ખેદ થયો કે આપણા લોકે કેટલાક લાભના વેપાર પોતે હાથે કરીને ધૂળધાણી મેળવે છે, જેના લક્ષ તેમને ન આવી શકે ત્યાં શું કરી શકાય? કંઈ પણ વિચારથી, ધીરજથી અને કળથી કામ લેવાનું હોય તે સામાન્ય રીતે લાભને વેપાર થયા કરે, પણ તેવાં એક વૃત્તિરૂપ પરિણામ નહિ, ૨પને દોરનારને તે હેતુ નહિ, તેને પડખે રહેનાર ઊંચા અથવા પરવશ, ત્યાં તે સૌને તેનું સાંભળવાનું કહીએ તે માને નહિ. જ્યારે પછી તેવા પ્રસંગમાં વિચારી વર્તવાનું ચિત્ત રાખવું પડે. સૌને એ વાત રુચવી મુકેલ. આ કંઈ વેપાર કરવાની વાત નથી, પણ કામ કરી વેપાર સારા આકારમાં આવી શકે તેવી વાત છે... એકબીજાના મનને દુઃખ લગાડવા માટે અથવા ચાલતા કામમાં વચ્ચે ડબાણ કરવાના હેતુથી આ પત્ર લખ્યું નથી, પણ હવે પછી આપણે સૌ વેપાર કરીએ છીએ તેમાં એકબીજાએ ઉપગ રાખ્યો હોય તો આ રસ્તો અંતે લાભકારક છે, બહુ ઊંચા રહેવાનું કે બહુ ઊંચા અભિપ્રાયથી ખરીદી કર્યા કરવાનું પરિણામ ઘણું કરી વિષમ આવે છે, જવલ્લે જ સરખું આવે છે, અને સ્વાભાવિક બજારને અનુસરી કામ લેવામાં આવે એટલે વિચારથી, ધીરજથી, કળથી કામ લેવામાં આવે તો તે કામ હમેશ સારા પાયાથી ચાલી શકે છે. ધીરજ રાખવા જતાં માલ મળે જ નહિ એવી કલ્પના આપણું લોકોને સાધારણ રીતે રહે છે, તે એક રીતે ઠીક છે, પણ તેથી એવી ધીરજ ત્યાગવી પણ ન જોઈએ કે એમ ને એમ લેવાના દ્યોમાં ઊંચા ભાવે ખરીદ જ કર્યા કરવી, અને ક્રમે મેટા ભયમાં ઉતરવાનું થાય તેમ કરવું...હજાર પાંચસેના નુકસાન ઉપર ધ્યાન આપી આ લખ્યું નથી, પણ આપણે સૌને કંઈ પણ આ વાત ધ્યાનમાં રહેતી હોય અને કામ થયા કરતું હોય તો લાંબા સમય સુધી તે કામ ટકે છે એવા હેતુથી લખ્યું છે...૯૪
આ સમયમાં શ્રી રેવાશંકર જગજીવનની પેઢી મુંબઈના મોતીબજારમાં અગ્રપદ ધરાવતી હતી. તે સમયે હિંદનું મેતી બજાર સામાન્ય રીતે જ્યારે વિશેષ લાભ દેખાય ત્યારે લાંબો વિચાર કર્યા વિના તેમાં ઝંપલાવી દેતું, પરંતુ તેમાં કેટલીક વાર એવું પણ
૯૪. “શ્રીમદ્ રાજચંદ્ર', આવૃત્તિ ૫, ભાગ ૨, પૃ. ૧૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org