________________
૧. જીવનરેખા
એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.”૮૮
આમ અનેક સ્થળે તેમણે સદગુરુનું માહાભ્ય બતાવ્યું છે. આવા સદગુરુની પ્રીતિ મેળવવા શું કરવું જોઈએ તે તેમણે “આત્મસિદ્ધિશાસ્ત્ર”, “પ્રભુ પ્રત્યે દીનવ” આદિ કાવ્યો તથા “છ પદને પત્ર” આદિ પત્રોમાં પ્રત્યક્ષ કરાવ્યું છે. વળી, વિવિધ સ્થળે તેમણે સદ્દગુરુનાં તથા મુમુક્ષુનાં યથાર્થ લક્ષણેને પરિચય પણ આપ્યો છે.૯ આ ઉત્તમ લક્ષણેના ધારક સદ્દગુરુ અને મુમુક્ષુ સિવાયની અન્ય વ્યક્તિઓને તેમણે અસદ્દગુરુ અને મિથ્યાત્વી તરીકે બેધડક રીતે ઓળખાવી છે જે તેમનું વિશિષ્ટ ક્રાંતિકારી પગલું છે. સમકાલીન સમાજના મોટા ભાગના સાધુઓ અને શ્રાવકો, આ આંતરિક દૃષ્ટિએ જોતાં, અસદગુરુ અને અમુમુક્ષુ કરે તેમ હતાં, તે પ્રસંગે જરા પણ ડર રાખ્યા વિના સત્ય પ્રકાશ કરે તે ક્રાંતિ નહિ તે બીજું શું ?
“કહેવાતા આધુનિક મુનિઓને સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. ”૯૦ શ્રીમદ્દે ક્યારેક સમકાલીન મુનિઓનું ચિત્ર ઉપર જણાવેલ જેવાં વચનમાં આપેલ છે એ સ્પષ્ટ થાય છે.
આ અને અન્ય વિચારે જેમ કે મતાંતરમાં રચ્યાપચ્યા રહે તે મતાથી, આત્મજ્ઞાન વિનાના ગુરુ તે સદગુરુ નહિ, આત્મા પામ્યા હોય તે જ જ્ઞાની. આત્માર્થે થાય તે જ ક્રિયા સફળ; જ્ઞાનીની આજ્ઞાના પાલનનું ફળ અમૂલ્ય છે; સદ્દગુરુમાં સર્વ સમર્પણભાવ કરવો-વગેરે અભિપ્રાય તેમના જમાનાના લોકો માટે સાવ નવા જ હતા. અને એ વિચારે લોકોને સત્ય હોવા છતાં ક્રાંતિકારી લાગ્યા હતા. અને પરિણામે શ્રીમદ સત્ય ધર્મ સમજાવનાર નહિ પણ ધર્મ-ઉછેદક લાગ્યા હતા, જેના અનુસંધાનમાં તેમના પર જાતજાતના આક્ષેપ પણ થયા હતા, જેમકે “શ્રીમદ્દ પિતાને તીર્થકર કરતાં પણ મોટા કહેવડાવે છે”, “શ્રીમને મન તેમના સિવાય જગતમાં કઈ સદગુરુ જ નથી”, “શ્રીમદને નવો ધર્મ સ્થાપવો છે.” વગેરે. આથી એ જમાનામાં તેમનું સાહિત્ય વાંચવું એ પણ એક પ્રકારનો ગુને ગણુતે હતે. અને તેમનામાં શ્રદ્ધા રાખનારને અસ્પૃશ્ય જેવી સ્થિતિ પણ ભેગવવી પડી હતી, કારણ કે, જેમ અન્ય ક્ષેત્રમાં તેમ, ધાર્મિક ક્ષેત્રમાં પણ રૂઢિ પર પ્રહાર થાય એટલે લોકો તરફથી વિરોધ તો થવાને જ.
આમ શ્રીમદની હયાતીમાં જ તેમના પ્રતિનો વિરોધ ચાલુ થયે હતો, અને એક સમયે એ વિરોધે ઉગ્ર સ્વરૂપ પણ પકડ્યું હતું. તેના છાંટા સોભાગભાઈ અંબાલાલભાઈ, લલ્લજી મહારાજ આદિ શ્રીમદ્દની અંતેવાસી વ્યક્તિઓ પર પણ ઊયા હતા. પણ સોનું કટી પછી જ વિશેષ ચમકે છે, તેમ અહીં પણ બન્યું.
૮૮. એજન, પૃ. ૧૯૫. ૮૯. જુઓ “આત્મસિદ્ધિ” ગાથા ૧૦, ૧૩૮, “અપૂર્વ અવસર” વગેરે. ૯૦. “શ્રીમદ્ રાજચંદ્ર” અગાસ આવૃત્તિ ૧, પત્રાંક ૧૭૦, પૃ. ૨૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org