________________
૨૦૮
શ્રીમદુની જીવનસિદ્ધિ
ભાગ ૪
“સ્ત્રીનીતિબોધક”ના ચોથા વિભાગમાં માત્ર બે જ પદ્યરચનાઓ મળે છે. તેમાં એક ગરબી છે, અને બીજી “સદ્દબોધશતક” નામની સે કડીની રચના છે. આ બંને રચનાઓ પ્રમાણમાં લાંબી કહી શકાય તેવી છે.
સદગુણ સજજની વિષે” નામની ગરબીમાં સદગુણી સ્ત્રી કેવી હોય તેનું ચિત્ર અપાયું છે. જે પતિથી સંપીને ચાલે છે, પરપુરુષને પિતા કે ભાઈ ગણે છે, નીતિવાળી છે, અનીતિના તથા અસત્યના ત્યાગવાળી છે, જેના અગમાં આળસ નથી, ઉદ્યમમાં જ જે સમય પસાર કરે છે, પ્રભુનું પ્રીતિથી સ્મરણ કરે છે, બધાંનું હિત ઇરછે છે, વિદ્યા મેળવે છે, ચોખાઈ રાખે છે, વનિતાના બધા ધર્મ પાળે છે, સારી કેળવણી મેળવી બીજાને તે આપવા ઈચ્છે છે, દુર્જનની નિંદાથી ડર્યા વિના પોતાનું કાર્ય કરે છે, ગુણગ્રાહી છે, વગેરે ગુણે ધરાવનારી તથા અવગુણ રહિત સ્ત્રી એ તેમની દષ્ટિએ સદગુણ સ્ત્રી છે. ૬૪ પંક્તિની આ ગરબી વાંચતાં ખ્યાલ આવે છે કે આગળની બધી ગરબીઓમાં જે ગુણે બતાવ્યા છે તે ગુણવાળી, અને જે અવગુણો બતાવ્યા છે તે દેષ વગરની સ્ત્રી એટલે આ ગરબીની સદ્દગુણ સજ્જની સ્ત્રી.
સબોધશતક” એ છેલ્લું પદ્ય છે. તે સ્ત્રીઓના નીતિશતક સમાન છે. તેમાં કર્તાએ વિશ્વપિતાને વંદન કરી ઉપદેશ આપવાની શરૂઆત કરી છે. તેમાં સંપ, નીતિ, ધીરજ, હિંમત, સત્ય, નિષ્કપટપણું, ભક્તિ, દેશદાઝ, સુધારે, ધર્મપ્રેમ, ખર્ચ ઘટાડવું, ક્ષમા, પુણ્ય, નમ્રતા, વિનય, મૂર્ખ નારીની સોબતને ત્યાગ, જુગારને ત્યાગ, મરણને વિચાર, પતિભક્તિ, પાત્રદાન, વાચન વધારવું, સારી કેળવણી લેવી વગેરે વિશે ળ વૃત્તમાં ટૂંકાણમાં ઉપદેશ કર્યો છે. આ પ્રકારનો ઉપદેશ જેકે આગળની ગરબીઓમાં જોવા મળે છે, છતાં શેલી ફેર હોવાથી તેમાં પુનરાવર્તન જેવું લાગતું નથી. સત્ય અને કપટ વિશે કર્તા સદધશતકમાં ”માં લખે છે કે –
સત્ય જ રાખવું ઉરમાં, ગુણ ગણ ગુણવાન, સત્ય તણે જય છે સદા, હે શાણું! ધર ધ્યાન....૧૩ “કપટ કદી ન કીજિયે, એહ દુઃખનું મૂળ;
ઔરંગઝેબે કપટથી, ઊભાં કીધાં શૂળ.”૧૪ વિદ્યા તથા ક્ષમાના ગુણ દર્શાવતાં તેઓ લખે છે કે –
વિદ્યા રન ગુણ બહ, માટે ભણાવે બાળ; વિદ્યાએ સુખ જાણજે, વિદ્યા ગુણ વિશાળ.”૨ ૭ “ક્ષમાં ગુણ સારો અહ, ધારે હૈયામાંય; ઈશ્વર રાજી બહુ થશે, એથી સુખ પમાય.”૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org