________________
૪. પ્રકીર્ણ રચનાઓ આ રીતે નીતિ અને અનીતિ વિશેનું વિવેચન શ્રીમદે અહી જુદી જુદી ત્રણ ગરબીઓમાં સરળ ભાષામાં કર્યું છે, તે તેમની નીતિપ્રિયતા બતાવે છે.
તે પછી તેમણે સત્ય વિશે ત્રણ ગરબીઓ રચી છે, તે ત્રણેમાં જુદી જુદી રીતે સત્ય આચરવાનો અને બેલવાને તેમણે અનુરોધ કર્યો છે. સત્ય વિશેની પહેલી ગરબીમાં જ્યાં સત્યનું આચરણ થતું હોય તે સતયુગ કહેવાય, સાચને કદી આંચ નથી આવતી, સત્યને હમેશાં જય જ થાય છે વગેરે સત્યને મહિમા દર્શાવનારી પંક્તિઓ તેમણે રચી છે. સત્ય વિશેની બીજી ગરબીમાં સત્યથી સુખ મળે છે, સત્યથી કષ્ટ નાશ પામે છે વગેરે સત્યના લાભ ગણાવી તેઓ કહે છે કે –
“ઋષિ શાણા ને વિદ્વાન, નારી શાણું રે,
કરતા'તા સત્ય સન્માન, છે મુજ વાણી રે.૧૫ સત્ય વિશેની ત્રીજી ગરબીમાં પણ કર્તાએ સત્યનો મહિમા જ ગાય છે. અને તેમાં સાથે સાથે સીતા, દ્રૌપદી, દમયંતી વગેરે સતીએ સત્ય બોલવાથી કેવું સન્માન પામી હતી તેનાં ઉદાહરણે પણ આપ્યાં છે. ટૂંકમાં કહીએ તે સત્યથી સુખ અને અસત્યથી દુઃખ મળે છે, તે તેમણે આ ત્રણ ગરબીઓમાં વિવિધ રીતે સમજાવ્યું છે. અને તેના અનુસંધાનમાં કહ્યું છે કે –
સત્ય ઉપર તે કીજિયે, શાણે નારી પ્યાર. ૧૬ સત્યનો આ મહિમા જણાવ્યા પછી સમાજમાં પ્રવર્તતા દૂષણના ત્યાગ માટે બે ગરબીઓ લખી છે. પહેલી ગરબી છે “પરપુરુષત્યાગ વિશે ” અને બીજી ગરબી છે “ વ્યભિચારોષ વિશે”. આ બંને ગરબીઓમાં પરપુરુષના સંગને અનિષ્ટ ગણવેલ છે, અને તેમ કરનાર બુદ્ધિભ્રષ્ટ તથા મતિ ભ્રષ્ટ હોય છે તેમ જણાવ્યું છે. પરપુરુષમાં પિતા કે ભાઈની દૃષ્ટિ હેવી જોઈએ, એથી જુદા પ્રકારની પ્રીતિ ઘણું ઘણું દુઃખને આપનાર થાય છે, તે કર્તાએ આ ગરબી દ્વારા સમજાવ્યું છે. પરપુરુષની પ્રીતિમાંથી જ વ્યભિચારદોષ ઉદ્દભવે છે, અને તે દેષમાંથી કસંપ અને બીજા અનેક દૂષણે પણ ઊભાં થાય છે. તે વિશે વ્યભિચારણ વિષે ” એ ગરબીમાં કર્તાએ સમજાવ્યું છે. તે દોષ વિશે તેઓ લખે છે કે –
“ભૂંડામાં ભૂંડું એહ, દુઃખની ભીતિ રે,
એથી બગડે છે દેહ, દુખની ભીતિ રે.”૧૭ આ બે ગરબીઓમાં સ્ત્રીને ચગ્ય કેળવણી ન આપવાથી આવતા પરપુરુષના સંગના તથા વ્યભિચારના દેષ વિશે જણાવી તેનાથી દૂર રહેવાની ભલામણ શ્રીમદ્દ કરી છે. તત્કાલીન સમાજમાં કેળવણીને જે જુવાળ ઊભો થયો હતો તે વિશે ચારે બાજુને વિચાર કરીને તેને રેગ્ય ન્યાય આપતા શ્રીમદ્દ અહીં આપણને પરિચય થાય છે.
૧૫. “સુબેધસંગ્રહ”, પૃ. ૩૭. ૧૬. એજન, પૃ. ૩૯.
૧૭. એજન, પૃ. ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org