________________
શ્રીમદની જીવનસિદ્ધિ ભાવાર્થના સારરૂપે “સારી શીખ સુણવા વિષે” એ નામની ગરબી રચાયેલી છે. સારી શિખામણ સાંભળવાથી નીતિ વધે છે, અનીતિ ચાલી જાય છે, ખરાબ બુદ્ધિ દૂર થાય છે, હોંશિયારી વધે છે વગેરે અનેક લાભ થાય છે તે આ ગરબીમાં કર્તાએ બતાવ્યા છે, તેથી દરેકને તે બધા સાંભળવાની ભલામણું અહીં કરાઈ છે.
આમ બીજા ભાગમાં આપેલી સાત ગરબીમાં શ્રીમદ્દ જ્ઞાન તથા કેળવણ લેવા માટે ખૂબ ભાર મૂકે છે. અને તેને સારા સંસ્કાર તથા સુખ મેળવવા માટે પાયારૂપ ગણે છે. અલબત્ત, અહીં કર્તા જે કેળવણીની વાત કરે છે તે પુસ્તકિયા જ્ઞાનની નથી, પરંતુ આંતરિક સદગુણે ખીલવવા વિશેની છે. અને એ રીતે જોતાં આ ભાગ અગત્યને બની જાય છે.
ભાગ ૩
“ીનીતિઓધક”ના ત્રીજા ભાગમાં વ્યવહારના દેશે નિવારવા વિશે, સદ્દગુણ ગ્રહવા વિશે, સત્યના માહાસ્ય વિશે, એમ વિવિધ વિષયો વિશે કુલ આઠ ગરબીઓ આપવામાં આવી છે.
પહેલી ત્રણ ગરબી “સુધરવા વિષે”, “સદગુણ સજવા વિષે” તથા “સુનીતિ વધારવા વિષેને કેદ્રવતી વિચાર લગભગ એકસરખે જ છે. તેમાં સંપથી રહેવાની, સુધારાની વાતે કરવાની, કુસંપ કાઢવાની વગેરે ભલામણ કરાઈ છે. “સુધરવા વિષેની પહેલી ગરબીમાં તેઓ પ્રત્યેક પંક્તિને અંતે જણાવે છે કે “ સુધરજે સ્નેહથી.” આમ આ ગરબીમાં સુધરવા પર તેમણે ભાર મૂક્યો હોવાથી તે ચરણાર્ધનું પ્રત્યેક પંક્તિમાં પુનરાવર્તન થયેલું છે.
બીજી બે ગરબીઓમાં આ ઉપરાંત નીતિ અપનાવવાની અને અનીતિ છોડવાની તેમણે ભલામણ કરી છે. “સદગુણ સજવા વિષે” એ ગરબીમાં કર્તા કહે છે કે –
“જેને નીતિ સાથે પ્રીતિ છે બહુ રે લોલ;
તેના ફાયદા કહો કેટલા કહું રે લેલ. ૧૩ તે “સુનીતિ વધારવા વિષેની ગરબીમાં તેઓ લખે છે કે –
ગણ નીતિ રૂપિયા રેક, એ તે અમૂલ્ય છે રે લોલ;
અનીતિ વધારે કોક, એ તે ભૂલ છે રે લોલ.”૧૪ આમ નીતિનાં ગુણગાન અને અનીતિનાં દોષગાન કરવાની સાથે રાવણ જેવા રાજવીને પણ અનીતિ આચરવાથી કેવું નુકસાન થયું હતું તે એમાં કર્તાએ સંભારી આપ્યું છે.
૧૩. “સુબોધસંગ્રહ”, પૃ. ૩૩. ૧૪. એજન, પૃ. ૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org