________________
૩. મેક્ષમાળા
૧૫૯
કાગળસ્વરૂપ ગુરુ મધ્યમ છે, તે સંસારસમુદ્ર તરીકે તારી નથી શકતા; પણ પુણ્ય ઉપાર્જન કરી શકે છે. પથ્થર સ્વરૂપ ગુરુ અધમ પ્રકારના છે, તે પોતે ડુબે છે અને બીજાને પણ ડુબાડે છે. જિનપ્રભુની આજ્ઞા પાળતા હોય, વિશુદ્ધ આહાર-પાણી લેતા હોય, ૨૨ પ્રકારના પરિષહ સહેતા હય, જિતેન્દ્રિય હોય વગેરે ગુણ ધરાવનાર ગુરુને જ ઉત્તમ ગણ્યા છે.
આમ ધર્મ જેવા ગહન વિષયનાં ત્રણ અગત્યનાં અંગેની માહિતી શ્રીમદ્દે અહીં આપી છે. આ ઉપરાંત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય તેવા એક વિષય ભક્તિ” વિશે તેમણે ત્રણ પાઠ “મોક્ષમાળા”માં ચાલ્યા છે.
જિનેશ્વરની ભક્તિ” ભાગ ૧ તથા ભાગ ૨, અને “ભક્તિનો ઉપદેશ” એ નામે ૧૩, ૧૪, ૧૫ આંકના ત્રણ પાઠેમાં ભક્તિ કરવા યોગ્ય જીવના ગુણો તથા ભક્તિ કરવાથી થતા લાભ દર્શાવ્યા છે.
જિનેશ્વરની ભક્તિ” વિશેના બે પાઠ “જિજ્ઞાસુ” તથા “સત્ય” વચ્ચેના સંવાદરૂપે જ્યા છે. પ્રથમ ભાગમાં એકાદ દુષણવાળી વ્યક્તિની પૂજા કરવી ન ઘટે તે “સત્ય”ને મુખે કહેવડાવ્યું છે. અને પછી સ્વશક્તિને પ્રકાશ કરવા કેની ભક્તિ કરવી તે જણાવતાં શ્રીમદે “સત્ય”ની પાસે કહેવડાવ્યું છે કે –
શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ “અનંત સિદ્ધની ભક્તિથી, તેમજ સર્વ દૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નીરાગી, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.”૧૭
અહીં બતાવેલા ગુણોથી યુક્ત જિનેશ્વરને તેમણે પૂજવા યોગ્ય ગણ્યા છે. તેઓ જે કે બીજાનું દુઃખ દૂર કરતા નથી, કે કઈ પણ જાતનું ફળ આપતા નથી, તેમ છતાં તેમને પૂજવાથી લાભ થાય છે. આ લાભ “જિનેશ્વરની ભક્તિ”ના બીજા ભાગમાં શ્રીમદ્દ બતાવે છે કે, તેમના ગુણના તથા નામના સ્મરણથી તેમના ચારિત્રને, તેમની શક્તિને આપણને ખ્યાલ આવે છે, અને આપણે પણ તેમના જેવા ગુણે પ્રગટાવી શકીએ તેમ છીએ તે ભાન થતાં તે માટે પુરુષાર્થ કરવા પ્રેરાઈએ છીએ. પરિણામે કર્મનાં દળ તૂટે છે, અને મુક્તિ થાય છે.
જિનેશ્વરને ભજવાથી સૌથી મોટે લાભ “ભવઅંત”નો થાય છે, તે તેમણે “ભક્તિને ઉપદેશ” નામના ૧૫મા પદ્યપાઠમાં બતાવ્યું છે. જિનેશ્વરની ભક્તિ કરવાથી આત્મા આનંદ પામે છે, સમાનભાવ આવે છે, રાગદ્વેષ ઘટે છે, મનના તા૫ મટે છે, અધોગતિજન્મ જાય છે વગેરે લાભ આ પાઠમાં શ્રીમદે બતાવ્યા છે. નરસિંહ મહેતા કે મીરાંબાઈ જેવી સર્વસમર્પણભાવવાળી શુદ્ધ ભક્તિ કરવાથી આત્મા જ્ઞાન પામે છે. તેવી શુદ્ધ ભક્તિ કરવા ઉપર શ્રીમદ્દે અહીં ખૂબ ભાર મૂક્યો છે. એ પરથી શ્રીમદને મન ભક્તિનું કેટલું મહત્વ હતું, તેને ખ્યાલ આવશે. આવી ભક્તિ સર્વગુણસંપન્ન વ્યક્તિની કરવાની છે, જેથી તેના જેવા ગુણ ભક્તમાં પણ ખીલે. અપૂર્ણ વ્યક્તિને ભજતાં તેના દોષ ભક્તમાં
૧૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org