________________
શ્રીમદની જીવનસિદ્ધિ પણ રહી જાય, ને તે શાશ્વત સુખ પામી ન શકે તે વાત શ્રીમદે સરળતાથી આ પાઠમાં સંવાદાદિ દ્વારા રજૂ કરી છે.
સમ્યગ્દર્શન પામવામાં “સત્સંગ” એ પણ એવું જ બળવાન સાધન છે. તે તત્વ સમજાવવા શ્રીમદ્ “સત્સંગનામને લઘુનિબંધને ૨૪ પાઠ ચે છે. આ પાઠમાં સત્સંગને સામાન્ય અર્થ “ઉત્તમને સહવાસ” એ આપી, તેનાથી થતા લાભ બતાવ્યા છે. સંસારરોગ મટે તે તેને સૌથી મોટો લાભ છે, તે સમજાવવા શ્રીમદે કેટલીક વખત ઉપમાને પણ ઉપયોગ કર્યો છે. જેમ કે –
મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જલ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબંધ અને પુરુષોને સમાગમ શુદ્ધતા આપે છે.”૧૮
આવા કેટલાક લાભ સાથે કુસંગના ગેરલાભ પણ અહીં બતાવાયા છે. આમ આ પાઠમાં શ્રીમદ્ સત્સંગનાં તથા કુસંગનાં લક્ષણો તથા પરિણામ સ્પષ્ટતાથી બતાવ્યાં છે.
સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય તેવાં કેટલાંક તત્ત્વોની વિચારણા શ્રીમદે અહીં સરળ ભાષામાં કરી છે. તે વિશે પ્રમાણમાં ઓછા, પણ વિશદ પાઠ જાયા છે. જે પ્રાપ્ત કરવામાં વિશેષ પુરુષાર્થની જરૂર પડે છે તે, સમ્યફજ્ઞાન અને સમ્યફચારિત્ર માટે વધારે પાઠે શ્રીમદે એજ્યા છે.
સમ્યકજ્ઞાન
આત્માને કર્મમુક્ત કરવામાં બીજું અગત્યનું તત્ત્વ તે સમ્યકજ્ઞાન. આત્મા, જડ આદિ તનું યથાર્થ જ્ઞાન તથા મોક્ષને માર્ગ જે જ્ઞાનથી પમાય તે સમ્યકજ્ઞાન. સમ્યકજ્ઞાન એટલે સાચું જ્ઞાન. સૃષ્ટિનું તથા આત્માનું યથાતથ્ય જ્ઞાન તેમાં થાય છે. તે જ્ઞાન થવામાં સહાયભૂત થાય તેવાં કેટલાંક તત્ત્વોની વિચારણું શ્રીમદ્ “મોક્ષમાળામાં કરી છે, તેને આપણે અહીં વિચારીએ.
સાચું જ્ઞાન થવામાં સંસારનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. સંસારની અસારતા બતાવવા શ્રીમદ્ “ચાર ગતિ” તથા “સંસારને ચાર ઉપમા” એ નામના ૧૮, ૧૯, ૨૦ એ ત્રણ પાઠ જ્યા છે.
ચાર ગતિ” નામના ૧૮મા પાઠમાં, જીવ પોતાના કર્માનુસાર શાતા કે અશાતા ભગવતે-નરક,-દેવ,-તિર્યંચ અને મનુષ્ય એમ ચાર ગતિમાં ભમે છે તેનું આલેખન કરાયું છે. આ પાઠમાં ચારે ગતિમાં જીવને ભેગવવાં પડતાં દુઃખ સંક્ષેપમાં જણાવ્યાં છે. મનુષ્યગતિ દ્વારા જ જીવ મોક્ષ મેળવી શકે છે, માટે તે ગતિને શ્રેષ્ઠ ગણાવીને, એ ગતિમાં જન્મથી તે મરણ સુધીમાં ભેગવવાં પડતાં દુખેનું વર્ણન સહેજ વિસ્તારથી આપ્યું છે. ગર્ભકાળના દુઃખનું વર્ણન કરતાં શ્રીમદ્ આ પાઠમાં લખ્યું છે કે --
૧૮. શ્રીમદ્ રાજચંદ”, અગાસ આવૃત્તિ , પૃ. ૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org