________________
૧૭૨
શ્રીમદની જીવનસિદ્ધિ ચારિત્રપ્રાપ્તિ માટે જૈનધર્મમાં ઉપગી ગણાયેલા છ આવશ્યકમાંના એક “સામાયિક” વિશે ૩૮, ૩૯, ૪૦ એ ત્રણ પાઠમાં વિચાર કરાયો છે. તેના પહેલા ભાગમાં “જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાચિક”૩૭ એવી સામાયિકની વ્યાખ્યા શ્રીમદ આપી છે, સાથે સાથે તેનો અર્થ પણ તેમણે સમજાવ્યો છે. આ સામાયિકથી કેવી જાતના લાભ થાય છે તે જણાવતા આ પાઠના આરંભમાં જ તેમણે લખ્યું છે કે –
આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યકજ્ઞાન દર્શનને ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિજેરાને અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાત્રત છે.”૩૮
આમ શ્રીમ સામાયિક વ્રતને સમ્યફજ્ઞાન, સમ્યફદર્શન તથા સમ્યફચારિત્રનું ઉદય કરનાર વ્રત તરીકે ગણાવ્યું છે, તે જ અગત્ય બતાવે છે. આથી સામાયિકમાં દોષ ના આવવા દેવે તે અગત્યનું છે.
સામાયિક જે અશુદ્ધિથી કરવામાં આવે તે તેમાં મનના દસ, વચનના દસ અને કાયાથી બાર એમ બત્રીસ દોષમાંથી કેટલાક લો લાગે છે, તે બધા તેમણે પહેલા બે ભાગમાં સમજાવ્યા છે. મન, વચન, અને કાયાથી થતા ૩ર દોષ ટૂંકાણમાં સમાવી તે બધા નિવારવાની ભલામણ કરી છે. સામાયિક કરતી વખતે આવા દોષ આવી ન જાય તે માટે શું કરવું, કયા પ્રકારનું કાર્ય કરવું, તે માટે ત્રીજા ભાગમાં શ્રીમદે સમજણ આપી છે. સર્વ દોષ ટાળવા માટે ચિત્તની એકાગ્રતા પર તેમણે ઘણો ભાર મૂક્યો છે. તે એકાગ્રતા કેળવવા માટે નવકારમંત્રનો જાપ, ઉત્તમ વૈરાગ્યનાં કાવ્યો કે ગ્રંથનું વાંચન, પાછળનું અધ્યયન કરેલું સંભારવું, સૂત્રપાઠ વગેરે ઉપાયો તેમણે સૂચવ્યા છે. ટૂંકમાં કહીએ તો, ચિત્તને સારી પ્રવૃત્તિમાં જ રોકી રાખવાની તેમણે ભલામણ કરી છે.
સામાયિક સાથે જોડાયેલું બીજું આવશ્યક તે “પ્રતિકમણ”. જીવે જે જે દોષ કર્યા હોય તે તે યાદ કરી તેની ક્ષમા માગવી, તેને પશ્ચાત્તાપ કરે તે પ્રતિકમણ, એમ શ્રીમદે
પ્રતિકમણુ” નામના ૪૦ મા પાઠમાં સમજાવ્યું છે. જીવ જે જે જાતના દોષ સામાન્ય રીતે કરે છે તે બધાનું દહન પ્રતિકમણુસૂત્રમાં આપેલું છે. તેથી તે સર્વનું સ્મરણ કરવાથી દિવસે કે રાતે થયેલા પાપને પશ્ચાત્તાપ કરાય છે. તે પશ્ચાત્તાપથી થતા લાભ જણાવતાં શ્રીમદ્ આ પાઠમાં લખ્યું છે કે –
શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલોકભય અને અનુકંપા છુટે છે, આત્મા કમળ થાય છે. ત્યાગવા ગ્ય વસ્તુને વિવેક આવતું જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઇત્યાદિ જે જે દોષ વિમરણ થયા હોય તેને પશ્ચાત્તાપ પણ થઈ શકે છે. આમ આ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે.”૩૯ ૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, ૨. ૮૫. ૩૮. એજન, પૃ. ૮૪. ૩૯. એજન, પૃ. ૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org