________________
૩, મેાક્ષમાળા
૧૭૧
તેમના આ મંતવ્યના સમર્થનમાં શ્રીમદ્ ણિકરાજા તથા અભયકુમારના “ માંસની સસ્તાઈ ” વિશેના પ્રસંગ “ સર્વ જીવની રક્ષા ” ભાગ–ર નામના ૩૦મા પાઠમાં આપ્યા છે.૩૬
72
આ રીતે દયાના સ્વરૂપને જુદી જુદી રીતે સમજાવવા શ્રીમદ્ ચાર પાના ઉપયેગ કર્યાં છે. દયા એ ધર્મનું મૂળ છે તેથી તેઓ તે વિશે સૌથી વધુ લક્ષ આપે છે. દલીલ, દૃષ્ટાંત વગેરેના ઉપચેાગ પણ સાચી વસ્તુની સમજણ આપવા માટે તેઓ કરે છે. તેઓ વેદાંત, વૈષ્ણવ આદિ ધર્મના દયા સ્વરૂપની જૈનધર્મના તે સ્વરૂપ સાથે સરખામણી કરે છે, અને વિષે જૈનધર્મની ઉત્તમતા બતાવે છે. તે વિચારણા, સરખામણી આદિમાં બધા ધર્મ ને સ્વતંત્રતાથી વિચાર કરવાની તેમની શક્તિના ખ્યાલ આપણને અહીં આવે છે.
અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવુ`'' એવા જે નિયમ લેવા તે “ પ્રત્યાખ્યાન ’. પ્રત્યાખ્યાન લેવાથી થતા લાભોના નિર્દેશ શ્રીમદ્ પ્રત્યાખ્યાન ” નામના ૩૧મા પાઠમાં કર્યા છે. નિયમ લેવાથી મનને સારા માર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે, તે ઉપરાંત એકાગ્રતા, વિવેક, વિચારશીલતા વગેરે કેળવાય છે, અને અનેક લાભ થાય છે. નિયમ લીધા વિના સદાચાર પાળવાથી તેનાથી ચલિત થવાના સંભવ રહે છે, તેથી પ્રત્યાખ્યાન એ સારિત્ર માટે મહત્ત્વનું' અંગ ગણી શકાય.
66
પણ
66
શુદ્ધ ચારિત્ર પાળવાનું બળ મેળવવા માટે પ્રત્યાખ્યાનની જેમ હું નમસ્કારમ`ત્ર ઉપયાગી છે. અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુએ પાંચ વંદન કરવા ચેગ્ય છે, તેમને વદન કરવાના મત્રને “ નમસ્કારમત્ર'' કે ૮ ૫'ચપરમેષ્ઠિમંત્ર" નિગ્રંથ પ્રવચનમાં કહે છે. આ મત્રના જાપથી કર્મની નિર્જરા થાય છે, ઇષ્ટ પુરુષાના ગુણેાનું સ્મરણ થાય છે અને તેથી આત્માનું કલ્યાણ થાય છે. આમ નવકારમત્રની અગત્ય લેખકે નવકારમંત્ર” નામના ૩૫મા પાઠમાં સમજાવી છે. તે ઉપરાંત આ પાઠમાં એ મંત્ર નવકારમંત્ર શા માટે કહેવાય છે, કની નિર્જરા કઈ રીતે થાય છે વગેરે વિષે પ્રશ્નોત્તર રૂપે સમજણુ અપાઈ છે, અને અંતમાં આ મંત્રના જાપ નિર'તર કરવા ભલામણ કરાઈ છે. લાંબા સમય નવકારમંત્ર”ના જાય કરવા હાય તા તે કઈ રીતે કરવા તેની સમજ “ અનાનુપૂર્વી` '' નામના ૩૬મા પાઠમાં અપાઈ છે. એક જ ક્રમમાં નવકારમત્રનુ સ્મરણ કર્યા કરવાથી તે મુખપાઠી જાપ જ થઈ જાય. તેથી પાંચે નમસ્કાર માટે અંક નિશ્ચિત કરી તેને લેામવિલેામ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. અને જે અંક હાય તે પદ્યનું સ્મરણ કરી નમસ્કાર કરવામાં આવે છે. આવા લેામવિલામ સ્વરૂપમાં ગોઠવાયેલા અંકવાળા કાષ્ટકને “ અનાનુપૂર્વી કહે છે. આ અનાનુપૂર્વીના અંક અનુસાર નમસ્કાર કરવામાં ચિત્તને વધુ એકાગ્ર બનવુ પડે છે, એથી એ બીજા વિચારા કરતાં અટકે છે. પરિણામે કની નિર્જરા વિશેષ થાય છે. એ બધી સમજ શ્રીમદ્ આ પાઠમાં પિતાપુત્રના સંવાદ દ્વારા આપી છે. આ મ`ત્રના જાપ સમ્યકૂચારિત્રનું વિશિષ્ટ અ‘ગ ગણી શકાય.
*
૩૬. જુએ આ પ્રકરણને કથાવિભાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org