________________
૩. મેક્ષમાળા
આ કાવ્યનાં ભાવ, તત્ત્વવિચારણા વગેરે તપાસતાં તે અમૂલ્ય લાગે તેવું છે, અને સર્વને પોતાના અધિકાર પ્રમાણે સાચી સમજણ આપે તેવું શ્રીમદ્દનાં અતિમહત્ત્વનાં ગણાતાં કાવ્યોમાંનું એ એક છે. તેની રચના કઈ રીતે થઈ હતી તે જણાવતાં શ્રીમદે લખ્યું છે કે –
“ ૬૭મા પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરી લખવો પડયો હતો, અને તે ઠેકાણે “બહુ પુણ્યકેરા પુંજથીનું અમૂલ્ય તાત્ત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું.૨૨
પણ એથી આપણને તે લાભ જ થયો છે. આ ઉત્તમ કાવ્ય વાંચ્યા પછી ૬૭મા પાઠ પર શાહી ઢોળાઈ જવાની હકીક્ત કેઈન પણ સુખરૂપ લાગે તેમ છે.
આ પદ્યપાઠ પછી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય તેવા ઘણુ પાઠ શ્રીમદે રહ્યા છે. પાઠ ૭૪થી ૯૮ સુધીમાં તેમણે “ધર્મધ્યાન”, “જ્ઞાન સંબંધી બે બેલ”, અને “તત્ત્વાવબેધ” વગેરે વિશે લખ્યું છે.
ધર્મધ્યાન” – ૧, ૨, ૩ અને “જ્ઞાન સંબંધી બે બેલ” – ૧, ૨, ૩, ૪ નામના પાઠામાં તે તે વિષયની વિશદ અને ઊંડી વિચારણા કરવામાં આવી છે.
| ધર્મધ્યાન માટેના ૭૪, ૭૫, ૭૬ એ ત્રણ પાઠમાં ધ્યાનના ચાર પ્રકારનું વર્ણન છે. તે ચાર પ્રકાર તે આર્તા, રદ્ર, ધર્મ, અને શુક્લ. તેમાંનાં પહેલાં બે ત્યાજ્ય છે. ધર્મધ્યાનના મુખ્ય ૧૬ ભેદ જણાવ્યા છે. પહેલા ચાર તે આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, અને સંસ્થાનવિય. આ ચારેને શ્રીમદ્દે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પણ સંક્ષેપમાં સમજાવ્યા છે. તે પછી ધર્મધ્યાનનાં ચાર લક્ષણો આપ્યાં છે આજ્ઞારુચિ, નિસર્ગરુચિ, સૂત્રરુચિ, અને ઉપદેશરુચિ. આ સાથે વાચના, પૂરછના, પરાવર્તન, અને ધર્મકથા એ ચાર ધર્મધ્યાનનાં આલંબન પણ સમજાવ્યાં છે. અને તે પછી ધર્મધ્યાનના છેલ્લા ચાર ભેદચાર અનપેક્ષા જણાવેલ છે : એકત્વ. અન્યત્વ, અશરણ, અને સંસાર-અનુપ્રેક્ષા. તે બધી તેમણે “બાર ભાવના” વિશેના પાઠમાં સમજાવી છે. આમ ધર્મધ્યાનના ૧૬ ભેદ તથા તેના લાભ તેમણે ટૂંકાણમાં સમજાવ્યા છે. તેના લાભ વિષે કર્તા લખે છે –
એમાંના કેટલાક ભાવ સમજાવાથી ત૫, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય, અને જ્ઞાનના બહુ બહુ ઉદય થશે. ૨૩
તમે કદાપિ એ ૧૦ ભેદોનું પઠન કરી ગયા હશે, તે પણ ફરી ફરી તેનું પરાવર્તન કરજે.” ૨૮ આમ અહીં તેમણે ધર્મધ્યાન પર ઘણે ભાર મૂક્યો છે તે જોઈ શકાશે.
જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન.”૨ પ એ જ્ઞાનને અર્થ બતાવી, તે જ્ઞાનની આવશ્યક્તા, તે જ્ઞાન કયા સાધને દ્વારા મળે, સાધનપ્રાપ્તિ સાથે દેશકાળાદિ
૨૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ અવૃત્તિ ૧, પૃ. ૬૬૩. ૨૩, ૨૪, ૨૫. એજન, પૃ. ૧૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org