________________
શ્રી મદની જીવનસિદ્ધિ અનુકૂળ છે કે કેમ, જ્ઞાનના કેટલા ભેદ છે વગેરે પ્રશ્નોની વિચારણા શ્રીમદ્દ “જ્ઞાન સંબંધી બે બેલ” નામના ચાર ભાગમાં વહેચાયેલા પાઠમાં કરી છે.
અનંત દુઃખથી ભરેલા આ સંસારથી છૂટવા માટે જ્ઞાનની આવશ્યકતા તેમણે બતાવી છે. જ્ઞાન થાય તો જ જીવ સંસારથી છૂટી શકે છે. જ્ઞાનપ્રાપ્તિ માટે માનવદેહ, આર્યભૂમિ ઉત્તમ કુળ, સગુરુને યેગ, સધર્મની શ્રદ્ધા વગેરેને જરૂરી સાધનો કહ્યાં છે. તેમાંથી કયા કયા સાધનોની કેટલે અંશે સુલભતા આજે છે, તે વિશેની વિચારણા પણ કરી છે. આ ઉપરાંત જ્ઞાનના પાંચ ભેદ મતિ, ચુત, અવધિ, મન:પર્યવ અને કેવળ – સંક્ષેપમાં સમજાવ્યા છે. વળી જાણવા યોગ્ય વસ્તુ, તે જાણવાનાં સાધને વગેરે વિષે પણ તેમાં સમજૂતી અપાયેલી છે. આ રીતે નાના નાના ચાર પાઠમાં શ્રીમદ્ ઘણા વિષયને ટૂંકાણમાં છતાં સ્પષ્ટતાથી અને પ્રતીતિપૂર્વક સમજાવ્યા છે.
હાલમાં પ્રવર્તતા “પંચમકાળની સમજ આપવા લેખકે જૈન ધર્મ અનુસાર કાળચકની ગણતરીની સમજ, તથા હાલમાં કયો કાળ ચાલે છે અને તેનાં કેવાં લક્ષણે જ્ઞાનીઓએ બતાવ્યાં છે તે “પંચમકાળ”નામના ૮૧માં પાઠમાં વર્ણવેલ છે. ધર્મનાં મતમતાંતર વધશે, મેતાદિની વૃદ્ધિ થશે, શીલવાન દુઃખી થશે, આત્મજ્ઞાની ઘટતા જશે, અન્યાય વધશે, સદવૃત્તિઓ ઘટતી જશે, એમ અનેક અનિષ્ટ તથા દુઃખેથી ભરપૂર આ આરો રહેશે.”૨૬ તેવી સમજ શ્રીમદ્ આ પાઠમાં આપી છે. સાથે સાથે અનિષ્ટ તથા દુખેથી છૂટવા સધર્મ આચરી (વરાથી આત્મશ્રેય કરી લેવા વિવેકી પુરુષોને ભલામણ પણ કરી છે. અહીં આપેલું પાંચમા આરાનું વર્ણન વૈરાગ્યપષક છે. તેમાં દર્શાવેલાં પાંચમા આરાનાં લક્ષણેમાંના કેટલાંક તો અત્યારે અસ્તિત્વમાં આવેલાં પણ જોઈ શકાશે.
પંચમકાળનું સ્વરૂપ સમજાવ્યા પછી શ્રીમદ્ તરવાવબોધના ૧૭ પાઠ ચુક્યા છે. ૮રથી ૯૮ સુધીના આ પાઠમાં અરિહતપ્રભુએ દર્શાવેલાં નવતત્વ જાણવાની અગત્ય, મહાવીર પ્રભુની સ્યાદ્વાદ શેલી, તેમના જ્ઞાનની સર્વજ્ઞતા તથા જગકર્તા વગેરે વિશે તેમણે લખ્યું છે. નવતત્ત્વનું સ્વરૂપ જાણવાની જરૂર જણાવતાં તેઓ લખે છે કે –
“નિગ્રંથ પ્રવચનનો જે જે સૂકમ બોધ છે, તે તત્તવની દષ્ટિએ નવ તત્વમાં સમાઈ જાય છે, તેમજ સઘળા ધર્મમતના સૂક્ષ્મ વિચાર એ નવ તત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અહંત ભગવાનને પવિત્ર બાધ છે. એ અનંત શક્તિઓ ત્યારે પ્રકુલિત થઈ શકે કે જ્યારે નવ તત્ત્વવિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય.”૨૮ ૨૬. જિનેશ્વરે કાળચક્રના બે ભેદ કહેલ છેઃ ઉત્સર્પિણી અને અવસર્પિણી. તે પ્રત્યેકના છ ભાગ
છે જે આર કહેવાય છે. અવસર્પિણીમાં ધીરે ધીરે અનિષ્ટો વધતાં જાય છે, ઉપસર્પિણીમાં તે અનિષ્ટો ઘટતાં જાય છે. હાલમાં અવસર્પિણીને પાંચમે આરે છે, તેથી અનિષ્ટી વધતાં
જણાય છે. તેનું કાળપ્રમાણ ૨૧,૦૦૦ વર્ષનું છે. તેનાં ૨૫૦૦ વર્ષ વીત્યાં છે. ર૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૧૮. ૨૮, એજન, પૃ. ૧૧૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org