________________
૩. સેક્ષમાળા
નવ તત્ત્વના જાણકારા વિશે તેઓ લખે છેઃ —
“ મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયાં છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનુ પરિણામ દૃષ્ટિગોચર છે, વર્તમાન શેાધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે, તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીસ લાખ છે. એ પ્રજા તે શ્રમણેાપાસક છે. એમાંથી હું ધારું છું કે નવ તત્ત્વને પાનરૂપે બે હજાર પુરુષા પણ માંડ જાણતા હશે, મનન અને વિચારપૂર્વક તા આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષા પણ નહિ હશે. '૨૯
૧૬૭
આ પરિસ્થિતિ ટાળવા અને નવ તત્ત્વની સારી રીતે સમજ મેળવવા તેમણે ભારપૂર્વીક ભલામણ કરી છે. તે દ્વારા જ સંસારના ચક્રાવાના અંત આવશે તેમ તેઓ જણાવે છે. નવ તત્ત્વની સમજ અને અગત્ય જણાવવા તેમણે ૮૨થી ૮૫ એ ચાર પાઠ યેાજ્યા છે.
એક સમ વિર્ધન સાથે નિગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ સંબંધી શ્રીમદ્દને વાત થઈ ત્યારે ‘ ઉપન્નેવા ’, ‘ વિધનેવા ’,‘ વેવા ’ એ લબ્ધિવાકથ વિશે તે વિદ્વાને તેમને પૂછ્યું કે, “ આ ત્રિપદીમાંથી દ્વાદશાંગીનું જ્ઞાન થાય તેવું ગણધરનું વચન કઈ રીતે સત્ય કહી શકાય ? ” શ્રીમદ્દે તેની સંભવિતતા જણાવી. તેથી તેમણે જણાવ્યું કે, આ ત્રિપદી પર જીવ વિશે “હા” અને “ના”ના વિચાર ઉતારીએ – એટલે કે જીવ ઉત્પત્તિરૂપ છે ? તેા એક વખત k હા ” અને બીજી વખત “ ના ” જવાબ લેવેા. તે જ રીતે વિઘ્નતા અને ધ્રુવતા મામત પણ વિચાર કરીએ તો તેમાં જ ૧૮ દોષ આવે છે. તે અઢારે દોષ વિદ્વાને વિસ્તારથી જણાવ્યા. આ જ ત્રિપદી પર “હા” અને “ના” વિચાર ઉતારવા છતાં સ્યાદ્વાદને લીધે એક પણ દોષ આવતા નથી, તે થોડાક જ વિચાર કરતાં સમજાઈ જાય તેવી સરળતાથી શ્રીમદ્દે વિદ્વાનને સમજાવ્યું. તે સાથે પેાતાના અપજ્ઞાનથી પણ આ સાબિત થાય છે, તે પછી વિશેષ જ્ઞાનવાળી અધિકારી વ્યક્તિ હોય તે તેને તેમાંથી દ્વાદશાંગીનું જ્ઞાન પણ થઈ શકે તે તેમણે નમ્રતાપૂર્વક જણાવ્યું. આ આખા સવાદ શ્રીમદ્દે ન્યાયના ગ્રંથમાં પ્રવેશ કરવા જોઈતા સ`સ્કાર અને વિચારણાના ખ્યાલ આપે તેવી શૈલીથી ૮૬થી ૯૧ સુધીના પાંચ પાઠમાં આપ્યા છે.
આ ત્રિપદી પરથી જેમ જ્ઞાન મળી શકે છે, તેમ જ નવતત્ત્વની બાબતમાં પણ છે એ તેમણે “ તત્ત્વાવબેાધ” ભાગ ૧૧, શિક્ષાપાઠ ૯૨માં બતાવ્યું છે. અને સાથે સાથે તત્ત્વના બેધ વિશે તેમણે લખ્યું છે કેઃ—
“ અનંત ભેદથી ભરેલા એ તત્ત્વવિચારા જેટલા કાળભેદથી જ્ઞેય જણાય તેટલા જ્ઞેય કરવા, ગ્રાહ્યરૂપ થાય તેટલા ગ્રહવા, અને ત્યાગરૂપ દેખાય તેટલા ત્યાગવા. એ તત્ત્વાને જે યથાર્થ જાણે છે, તે અનંત ચતુષ્ટયથી વિરાજમાન છે એ હું સત્યતાથી કહું . એ નવ તત્ત્વનાં નામ મૂકવામાં પણ અરધુ સૂચવન મેાક્ષની નિકટતાનું જણાય છે. ’૩૦ “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૧૯.
..
૨૯.
૩૦. એજન, પૃ. ૧૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org