________________
શ્રીમદની કવનસિદ્ધિ મોક્ષનો ઉપાય છે” એ છડું પદ છે. “રાખું કે એ પરિહરું? એ પ્રશ્નની વિચારણામાંથી “મોક્ષને ઉપાય છે” તે પદની સિદ્ધિ થઈ શકે છે. જીવને કર્મની વળગણું તે રહેલી છે. એ વળગણા રાખવી કે છોડી દેવી તે તેના હાથની વાત છે. આ બેમાંથી શું કરવું તે પ્રશ્નની વિચારણે અહીં મૂકી છે. જે વળગણું રાખે તે સંસારપ્રાપ્તિ રહે, અને છેડી દે તો કર્મ દૂર થતાં મેક્ષ મળે. કર્મનું ર્તા તથા ભક્તાપણું ત્યજવાથી મોક્ષ મળે છે. માટે તે બંનેને ત્યાગ એ મોક્ષને ઉપાય છે. - આ પ્રશ્નોમાંથી આત્માનાં છે પદની જેમ સિદ્ધિ થઈ, તેમ નવ તત્ત્વની પણ સિદ્ધિ થઈ શકે છે. આત્મા તે ચેતન છે. તે ચેતનમાં જીવ તત્ત્વની સિદ્ધિ થઈ. જીવ સિવાયના સર્વ પદાર્થ તે અજીવ કર્મ શું છે તે વિચારીએ તો સમજાશે કે તે પુણ્ય તથા પાપ છે; શુભ કર્મ તે પુણ્ય, અશુભ કર્મ તે પાપ કર્મની સિદ્ધિ થતાં પાપપુણ્ય સિદ્ધ થાય છે. કર્મ જયાંથી પ્રવેશ કરે તે આશ્રવ. આત્મા વિભાવદશામાં રહે ત્યારે કર્મ બાંધે છે, તે દશા. આશ્રવ છે. આ દ્વાર બંધ કરી નવાં કર્મ ન બાંધવાં તે સંવર. “રાખું કે એ પરિહરુ?” – એ પ્રશ્નમાં આશ્રવ તથા સંવર સમજી શકાશે. બાંધેલાં કર્મ નિષ્કામભાવે ભેગવી લેવાં તે નિર્જ રા. આત્માના પ્રદેશો સાથે કર્મનું જોડાવું – કર્મનું કર્તૃત્વ લેવું - તે બંધ. અને બાંધેલાં કર્મથી સર્વ પ્રકારે છૂટવું તે મોક્ષ. ઉપરની બે પંક્તિ ઉપર મનન કરતાં કરતાં આ નવ તત્ત્વની વિચારણામાં ઊતરી શકાય છે. અને તેને વિશેષપણે વિચાર કરવાથી આત્મશ્રેણી પર પહોંચી શકાય છે. આમ જ્ઞાન પામવા માટે આ પ્રશ્નોને ઊંડાણથી વિચાર કરે તે સૌથી અગત્યનું છે.
માત્ર બે જ પંક્તિમાં છ પદ અને નવ તત્વ સરળ ભાષામાં સમાવી લેનાર શ્રીમની કવિવશક્તિ તથા આધ્યાત્મિક કક્ષાને ખ્યાલ અહીં આવી શકશે. ઉપર જણાવ્યા પ્રમાણે આત્માની ઉડી વિચારણા કરી જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા મહાપુરુષોનાં વચનમાં શ્રદ્ધા રાખી, એક જ વસ્તુ કરવાની કર્તાએ ભલામણ કરી છે અને તે છે, આત્મપ્રાપ્તિ કરવી. જુઓ આ પંક્તિઓ –
રે! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદષ્ટિ , આ વચનને હદયે લખે.”૨૧ પિતાના આત્માને તારવાનું, તથા પિતાના જેવો જ સવનો આત્મા છે તેવી શ્રદ્ધા કરવાનું શ્રીમદે આ પંક્તિઓમાં જણાવ્યું છે. આત્માનું સાચું સ્વરૂપ સમજી તેને મેલસુખ આપવું એ કર્તવ્ય છે, તેમાં જ માનવદેહની સફળતા છે. તેનું પ્રતિપાદન શ્રીમદે આ કાવ્યમાં કર્યું છે. આ કાવ્યમાં, તેના શીર્ષકમાંથી ફલિત થાય છે તેમ, આત્મા જેવા અમૂલ્ય તત્તવને વિચાર કર્યો છે.
૨૧. “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org