________________
૩. મેક્ષમાળા
*
અમૂલ્ય તત્ત્વવિચાર”ની ઉપર ટાંકેલી ચોથી કડીમાંની પહેલી બે પંક્તિમાં રજૂ કરેલ પ્રશ્નોમાં આત્માનાં છ પદ, જીવ, અજીવ, પાપ, પુણ્ય આદિ નવ તત્ત્વનો સમાવેશ થઈ જાય એ રીતે એની રચના કરવામાં આવી છે.
આત્મા છે” તે પહેલું પદ છે. “હું કોણ છું ?” એ પ્રશ્નને વિચાર કરીએ તે સમજાય છે કે જગતની દેખાતી કઈ પણ વસ્તુ તે “હું” નથી. દેહ પણ “હું” નથી, કારણ કે “હું” ચાલ્યો જતાં પણ દેહ તો રહે જ છે, જેને આપણે મૃતદેહ કહીએ છીએ. એ રીતે નિતિ નતિથી પોતાનું સ્વરૂપ “ આત્મા” છે તેને ખ્યાલ આવે છે. તે ચેતનવંત વસ્તુ છે. આ રીતે “હું” વિષે વિચારમાં ઊતરતાં જ “આત્માના અસ્તિત્વના ખ્યાલ આવે છે.
આત્મા નિત્ય છે” તે બીજું પદ છે. આત્મા છે તો ખરે, પણ તે કેવો છે તેને ખ્યાલ “કયાંથી થયો?” તે પ્રશ્નની વિચારણામાંથી આવે છે. બીજી બધી વસ્તુ તો બનતી જણાય છે, પણ આત્માને કેઈએ ક્યારેય મેળવણું, છૂટા પડવું કે એવી કઈ કિયાંથી બનતે જાણ્યું નથી. તે ઉત્પન્ન થતો નથી છતાં અસ્તિત્વ ધરાવે છે માટે તે “નિત્ય” હા જોઈએ. તેનું અનુત્પન્નત્વ તેને નિત્યત્વ આપે છે. અને તે “કયાંથી થયો?"ની વિચારણુથી સમજાય છે.
આત્માનો મોક્ષ છે” એ પાંચમું પદ છે. આત્મા નિત્ય છે તે સમજાયા પછી એ પ્રશ્ન થાય કે આત્મા આટલાં બધાં સ્વરૂપ કેમ ફેરવે છે? દેવ, મનુષ્ય, નરક કે તિર્યંચ ગતિના વિવિધ દેહ શા માટે ધારણ કરે છે? કઈ દેહમાં તે સ્થિર શા માટે રહેતા નથી? શું એ એનું સાચું સ્વરૂપ નથી? તે પછી “શું સ્વરૂપ છે મારું ખરું?” એ પ્રશ્નની વિચારણું ઉદ્દભવે છે. એ વિચારતાં સમજાય છે કે આ બધા સ્વરૂપથી ભિન્ન એવું કઈ
સ્વરૂપ આત્માનું હોવું જોઈએ. દોહ, ધન, મિત્ર, કુટુંબ વગેરે આત્માનાં સાચાં સ્વરૂપે નથી, તેનું સાચું સ્વરૂપ આ બધાથી નિરાળું છે, અને તે “મોક્ષ છે. મેક્ષ સ્વરૂપ પામ્યા પછી જ જીવ અન્યરૂપે થતા નથી, તે પહેલાં તેનાં રૂપ બદલાયા કરે છે. આમ આ વિચારણામાં “મેક્ષ છે” એ પદને સમાવેશ થઈ જાય છે.
આત્મા કર્તા તથા ભક્તા છે” એ ત્રીજુ તથા ચાથું પદ છે. “મોક્ષ” એ જીવનું જે સાચું સ્વરૂપ છે તે પછી જીવ આ બધી જુદી જુદી સ્થિતિ શા માટે ભગવે છે? – એ પ્રશ્ન ઉદભવે છે. આત્મા વિભાવદશામાં હોય, એટલે કે પોતાના સ્વરૂપથી જુદા ભાવોમાં હોય, ત્યારે તે કર્મ બાંધે છે. તે રીતે બાંધેલાં કર્મ તે જુદા જુદા સ્વરૂપે ભગવે છે.
કેના સંબંધે વળગણું છે” – એ પ્રશ્ન વિચારતાં આત્માનું કર્તાપણું તથા ભક્તાપણું સિદ્ધ થાય છે. જીવ પોતાનું સાચું સ્વરૂપ ન પામતાં અન્ય સ્વરૂપમાં રહ્યા કરે છે, તે દર્શાવે છે કે કંઈક એવું તત્ત્વ છે કે જે તેને આડખીલીરૂપ છે. આ તત્ત્વ તે કર્મ છે. આ કર્મથી આત્મા જકડાયેલા રહે છે. પોતે બાંધેલાં કર્મને ભગવ્યા વિના તે છૂટી શકતો નથી, એટલે કે કર્મના સંબંધથી જીવની આ દશા થયેલી છે, તેનો ખ્યાલ “કોના સંબંધે વળગણું છે?” તે પ્રશ્નની વિચારણામાંથી જ આવે છે. તે પરથી જીવનું સ્તંભેક્તાપણું સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org