________________
શ્રીમદની જીવનસિદ્ધિ - આમ ધર્મની સામાન્ય સમજણ આપ્યા પછી શ્રીમદે તેમાં પડી ગયેલા મતભેદ તથા કયા ધર્મ શ્રેષ્ઠ તે વિષેની તાવિક વિચારણ, તે પછીના “ધર્મના મતભેદ” નામના ત્રણ પાઠમાં વ્યવસ્થિત રીતે કરી છે.
જગતમાં ધર્મના અનેક ભેદ છે. તેથી જુદા જુદા ધર્મના નામે તે ઓળખાય છે. આ બધા પોતપોતાના મતને સંપૂર્ણ ગણાવી અન્યને અપૂર્ણ તથા ખેટા ગણાવે છે. પણ બધા ધર્મ સત્ય કે બધા ધર્મ અસત્ય ન હોઈ શકે. એક ધર્મ સત્ય અને બાકીના અપૂર્ણ હોય તે જ આટલા મતભેદોને અવકાશ રહે. અહીં પ્રશ્ન થાય કે કેટલાક ધર્મ પ્રવર્તકોએ અપૂર્ણ ધર્મ બે શા માટે? તેના કારણમાં કર્તા જણાવે છે કે તે પ્રવર્તક સંપૂર્ણ નીરાગી ન હતા, અને તેમણે ભક્તિ, નીતિ, જ્ઞાન, ક્રિયા વગેરેમાંથી એકને જ મહત્વ આપી ધમ પ્રવર્તાવ્યો હતો, તેથી તે ધર્મ અપૂર્ણ રહ્યો. વળી, લેકમાં તે તે પ્રવર્તક જેટલી બુદ્ધિ પણ ન હોય, તેથી ગાડરિયા પ્રવાહની માફક તે ધર્મને કુળધર્મ માની અનુસરવા લાગ્યા, તેથી તે ધર્મોનું અસ્તિત્વ રહ્યું. આવા ધર્મમાં “સદૈવતત્ત્વ”માં જણાવેલાં અઢાર દૂષણમાંનું ઓછામાં ઓછું એકાદ દૂષણ તો હોય જ છે.
આ પ્રમાણે વેદ, સાંખ્યાદિ ધર્મોની અપૂર્ણતા તાર્કિક રીતે જણાવ્યા પછી જૈનધર્મની સંપૂર્ણતા દર્શાવવામાં આવી છે. તે ધર્મમાં દયા, બ્રહ્મચર્ય, શીલ, જ્ઞાન, ક્રિયા, જન્મ, મરણ, ગતિ વગેરે વિષે એટલો સૂકમ બેય છે કે તે પરથી તેના સ્થાપકની સર્વજ્ઞતાનો ખ્યાલ આવી શકશે. જનધર્મ જેટલી સૂક્ષમતા બીજા ધર્મોમાં નથી તે દર્શાવી કર્તા જનધર્મની શ્રેષ્ઠતા બતાવે છે. ધર્મ વિષેના આ વિવાદાસ્પદ મુદ્દા વિષે તેઓ ખૂબ વિચારણાથી, સ્પષ્ટતાથી, સરળતાથી સત્ય વસ્તુનું પ્રતિપાદન કરી શકે છે, તે તેમની શક્તિને સાચો નમૂને ગણાય.
સંસારથી છૂટવા ધર્મનું જ્ઞાન આવશ્યક છે. તેમાં ક્યા પ્રકારના ધર્મને આશરે લેવો તે સમજાવવા માટે શ્રીમદે “ધર્મના મતભેદ”ના ત્રણ ભાગ કરી, તેમાં જગતમાં પ્રવર્તતા ધર્મોની વિચારણા કરી છે. સત્ય ધર્મ તરફ જીવ વળે ત્યારે તેને કયા પ્રકારના ભાવ પ્રવતે તે આપણે “અમૂલ્ય તરવવિચાર” નામના ૬૭મા પદ્યપાઠમાં જાણી શકીએ છીએ.
“અમૂલ્ય તત્ત્વવિચાર” નામના પદ્યમાં જીવનું કર્તવ્ય અને તે હાલ શું કરી રહ્યો છે તેની સમજ ફક્ત ૨૦ પંક્તિમાં આપી છે. મનુષ્યભવની દુલભતા, લક્ષ્મી, અધિકાર, કુટુંબ આદિના ક્ષણિક સુખની શોધમાં થતો સાચા સુખને નાશ, સાચી આત્મવિચારણું, આત્માનો આનંદ વગેરે વિશે હરિગીત છંદમાં ટૂંકામાં છતાં સટતાથી વર્ણવવામાં આવ્યું છે –
હું કોણ છું ? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું ? કેના સંબંધે વળગણું છે ? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા,
તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૨૦ ૨૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org