________________
શ્રીમદની અવનસિદ્ધિ
જ્ઞાનીની અવજ્ઞાનું ફળ
જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાથી જીવના સ્વછંદ, અભિમાન, કષાય, રાગદ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન, અભિનિવેશ આદિ દો જાય છે, અને સમ્યગ્દર્શન થાય છે. તીવ્ર મુમુક્ષતા, તીવ્ર જ્ઞાનદશા, માર્ગ પ્રાપ્તિ, આત્મબોધ, પરાભક્તિ, આત્મસ્થિરતા વગેરે ગુણો મળે છે. એટલે કે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું ફળ અવર્ણનીય છે.
જ્ઞાનીની આટલી મહત્તા હોવાને લીધે તેની જે અવજ્ઞા કરવામાં આવે તો એટલું જ નુકસાન થાય તે રવાભાવિક છે. જોકે જ્ઞાની પતે તે પોતાને મળતાં માન-અપમાન, લાભાલાભ, સુખદુઃખ આદિ વિશે સમભાવી હોય છે. પણ તેમને દુઃખ આપનાર, અપમાન કરનાર, અવજ્ઞા કરનારને ઘણું મોટા પ્રમાણમાં એટલે કે અનંતાનુબંધી કર્મ બંધાય છે. જ્ઞાનીને તે એવી કરુણું વર્તતી હોય છે કે પેતાને દુ:ખ આપી કર્મબંધ કરનારની પણ મુક્તિ તેઓ ઇછે, તે જલદી સાચે માગે આવે એવી ભાવના તેઓ ભાવતા હોય છે. આમ જ્ઞાની પોતાની આજ્ઞા-અવજ્ઞા માટે નિર્લેપ હોય છે. તેમ છતાં અવજ્ઞા કરનારને ફળ તે મળે જ. - જ્ઞાનીની અવજ્ઞા કરવામાં આવે તો અનંતસંસાર વધી જાય છે, દર્શનમોહનીયન અનંતાનુબંધી બંધ પડે છે, એમ શ્રી તીર્થંકર પ્રભુ કહે છે. જેમ જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું તે અનંતસંસારના નાશનું કારણ છે, તેમ જ્ઞાનીની અવજ્ઞા કરવી તે અનંતસંસારની વૃદ્ધિનું કારણ છે. તે અવજ્ઞાથી અજ્ઞાન, મિથ્યાત્વ, મેહ, માન, માયા, કષાય, રાગદ્વેષ, સ્વછંદ આદિ દોષો જોર કરી જાય છે, અને જીવને સાચે રસ્તે આવવામાં પ્રબળ અંતરાય ઊભું કરે છે. તેથી જ્ઞાનીની અવજ્ઞાનું ફળ એ જીવનું સૌથી મોટું અકલ્યાણ કરનાર છે; તેને જ્ઞાન, મુમુક્ષતા, માર્ગ પ્રાપ્તિ, આત્મસ્થિરતા આદિ થવા દેતાં નથી. ટૂંકમાં કહીએ તે, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાથી જેટલું ફળ મળે છે, તેટલું ફળ, તેનાથી ઊલટા પ્રકારનું, જ્ઞાનીની અવજ્ઞાથી મળે છે.
સત્સંગની દુર્લભતા, તેના વિશે જીવનું કર્તવ્ય સત્સંગથી કલ્યાણ થાય છે, તેથી તેનું માહાસ્ય જ્ઞાની પુરુષેએ બહુ બતાવ્યું છે, અને તેથી તેને રત્નથી અધિક માહાભ્યવાળે ગયો છે. પરંતુ તેની સુલભતા નથી; સર્વ કાળને વિશે તેનું દુર્લભપણું ગણાયું છે. અને આ વિષમ કાળમાં તે સત્સંગની અત્યંત ખામી છે. પરમાર્થ-માર્ગમાં આગળ વધારી શકે તેવા સત્સંગની બહુ દુર્લભતા થઈ પડી છે. તેને ખેદ પણ શ્રીમદે વારંવાર વ્યક્ત કર્યો છે. અને તે સંગની ખામીને લીધે તે તેઓ પિતાને એક સમયે દુખિયા મનુષ્યોના શિરેભાગમાં ગણાતા હતા. સત્સંગની આટલી બધી ખામી જણાવાનું મુખ્ય કારણ એ હતું કે તેમણે સત્સંગનું માહાસ્ય પૂર્વે અનુભવ્યું હતું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org