________________
૮. શ્રીમની તવિચારણા - પત્રોમાં
*r
સત્પુરુષનુ ઓળખાણ થાય અને તેમાં શ્રદ્ધા આવે એટલે માક્ષમાર્ગ બહુ નિકટ છે તેમ સમજાય છે, કારણ કે માક્ષમાર્ગ પામવા માટેનું ઉત્તમ સાધન સત્પુરુષ છે. આમ સત્પુરુષની પ્રતીતિ આવતાં જીવનુ` કલ્યાણ થવાના આર`ભ થાય છે. શ્રીમદ્દે લખ્યુ છે કેઃ—
“ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમમાં અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને માક્ષસ'ખ'ધી બધાં સાધના અલ્પપ્રયાસે અને અલ્પકાળે પ્રાયે સિદ્ધ થાય છે; પણ તે સમાગમના ચેાગ પામવા મહુ દુર્લભ છે. ૫૬
સત્પુરુષની આજ્ઞાએ ચાલવાથી સૌથી મહત્ત્વનું ફળ મળે છે તે સસારક્ષય અને મેાક્ષમાની પ્રાપ્તિ. જીવને જો મુક્તિ મેળવવી હોય, સ`સારના ક્ષય કરવા હાય, તે તેણે સત્પુરુષની આજ્ઞાએ ચાલવુ' જોઈએ. આમ કરવાથી તેના કષાય મંદ થાય છે, તેનું અજ્ઞાન ટળે છે, સ્વચ્છંદ જાય છે, આર`ભપરિગ્રહની બુદ્ધિ ઘટે છે, અનેક દોષોના નાશ થાય છે. વળી, સત્પુરુષની આજ્ઞાએ ચાલવાથી સમપણું આવે છે, આત્મજ્ઞાન થાય છે, આત્માના બીજા અનેક ગુણા-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, બળ, દાન આદિ પ્રગટ થાય છે. આમ સત્પુરુષના ચેાગે સર્વ કલ્યાણમય થાય છે, અને અાગે અકલ્યાણમય થાય છે. શ્રીમદ્ આ જ વસ્તુ તેમના લગભગ બધા જ પત્રામાં જુદી જુદી રીતે, જુદા જુદા રૂપે વ્યક્ત કરી છે. તેમને સત્પુરુષની આજ્ઞાએ ચાલવાનુ` મહત્ત્વ કેટલું હતું તે જુએ
૫૭
66
આત્મા વિનયી ( થઈ), સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણમળ પ્રતિ રહ્યો, તા જે મહાત્માઓને નમસ્કાર કર્યાં છે, તે મહાત્માઓની જે જાતિની ઋદ્ધિ છે, તે જાતિની ઋદ્ધિ સ`પ્રાપ્ય કરી શકાય. અન`તકાળમાં કાં તા સત્પાત્રતા થઈ નથી, અને કાં તે સત્પુરુષ મળ્યા નથી; નહિ તો નિશ્ચય છે, કે મેક્ષ હથેળીમાં છે.”પ૭
આ લેાક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઇચ્છે છે, એવા દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનુ' વિસ્મરણ થઇ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયુ છે. સમયે-સમયે અતુલ ખેદ, જવરાદિક રાગ, મરણાદિક ભય, વિયેાગાદિક દુઃખને અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે, સત્પુરુષની વાણી વિના એ તાપ અને તૃષા કેાઈ છેઠ્ઠી શકે નહિ એમ નિશ્ચય છે. ૫૮
આમ અનેક જગ્યાએ શ્રીમદ્દે વિવિધ રીતે સત્સ`ગનુ ફળ બતાવ્યું છે, જેમાં સત્સ`ગથી કલ્યાણ થાય છે, પાત્રતા આવે છે, પરમાની દૃઢતા થાય છે, કામજય થાય છે, આવિસ્મરણ નિવારાય છે, સંસારભાવની નિવૃત્તિ થાય છે, તીત્ર જ્ઞાનદશા આવે છે, રત્નત્રયની પ્રાપ્તિ થાય છે, ત્રિવિધ તાપ ટળે છે, આત્માની નિર્મળતા થાય છે, અસ'ગતા આવે છે, દૃઢ મુમુક્ષુતા આવે છે વગેરે લાભેા શ્રીમદ્દે બતાવ્યા છે.
-
k
૫૬. શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૨૯૭.
૧૭. શ્રીમદ્ રાજચંદ્ર ’', આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૧૦૪; અગાસ આવૃત્તિ, આંક પપ.
પ૮. એજતુ પૃ. ૧૨૫.
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org