________________
૧. જીવનરેખા
દઈ પૂછયું કે “આ સ્થાને આ ગામે મને જોયો છે?” સાહેબજીએ કહ્યું કે ના, ત્યાં નહીં. સાહેબજીને કહ્યું કે આ સ્થળ કે ગામે સિવાય મારા ધારવા મુજબ હું કઈ ઠેકાણે ગયો નથી.” સાહેબજીએ જણાવ્યું, “અમે તમને જોયેલા છે.” મેં પૂછયું, “આપે મને ક્યારે જોયેલે?” તે વખતે સાહેબજી મૌન રહ્યા. અનુમાનથી મેં ધાર્યું કે સાહેબજીએ પૂર્વભવમાં મને જે હશે.”૧૬
જાતિસ્મરણ જ્ઞાન એ આત્માની નિર્મળતા સૂચવે છે. અને તે નિર્મળતાની તરતમતા અનુસાર પૂર્વભવોનું જ્ઞાન હોય છે. આપણે જોયું તેમ, તેમને આ જ્ઞાન થવાની શરૂઆત માત્ર સાત વર્ષની ઉંમરે ચિતા જેવાથી થઈ હતી. તે વખતે તેમને અંતરમાં ઊહાપોહ થયો હશે કે આવું કંઈક જોયું છે. કયાં જોયું હશે તેની વિચારણામાં ઊંડા ઊતરતાં તેમને પૂર્વ ભવની સ્થિતિ જોવામાં આવી હશે. કેટલીક વ્યક્તિઓના જણાવવા મુજબ તે વખતે તેમને પિતાની પૂર્વભવની સાધુદશા પ્રત્યક્ષ થઈ હતી, અને પોતે આત્મકલ્યાણની સાધના કરતાં કરતાં તે દેહ છોડ્યો હતો, એવી સ્મૃતિ થઈ હતી. તે પછી જ્યારે જ્યારે આત્મામાં સ્થિર થવાય કે અન્ય કોઈ નિમિત્તે પ્રશ્ન ઊઠે ત્યારે તેના સમાધાનરૂપે તેમને પૂર્વભવો પ્રત્યક્ષ થતા ગયા હતા. અને શ્રીમદ્દના જણાવવા મુજબ આ જ્ઞાનનો ઘણું મોટા પ્રમાણમાં વધારો તો તેઓ જૂનાગઢનો કિલ્લો જેવા ગયા ત્યારે, અને ઈડરમાં ત્યાંના પહાડોમાં વિચર્યા ત્યારે થર્યો હતો. પૂર્વના કેટલાક ભવમાં તેઓ એ જગ્યાએ સાધકરૂપે રહ્યા હતા તે જણાવતાં વચન તેઓએ લલજી મહારાજ આદિ મુનિઓને કહ્યાં હતાં. ઈડરના પહાડોમાં મુનિઓ સાથે શ્રીમદ શેડો વખત રહ્યા હતા તે વખતે તેમણે તેઓ પૂર્વભવમાં કઈ જગ્યાએ, કઈ રીતે બેસતા, રહેતા વગેરે વિશેનું વર્ણન પણ કરી બતાવ્યું હતું. અને પૂર્વભવોની સ્મૃતિને જ કારણે શ્રીમદને તેમની આ ભવની જન્મભૂમિ વવાણિયા કરતાં ગુજરાતનાં વનમાં અને પહાડોમાં વિશેષ શાંતિ લાગતી હતી. પોતે ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય હતા, અને લઘુશંકા કરવા જેટલું પ્રમાદ કરવાથી આટલું ભવભ્રમણ વધી ગયું હતું. આ પ્રસંગે તેમણે ઈડરમાં મુનિઓને પ્રમાદ ન કરવાનો બાધ આપતી વખતે જણાવ્યા હતા.૧૭
આ પ્રમાણે તેઓ કઈ કઈ વખત પોતાના પૂર્વભવની વાત શ્રી ભાગભાઈ લલ્લા મહારાજ, અંબાલાલભાઈ આદિ ગણીગાંઠી વ્યક્તિઓને કહેતા. પરંતુ તેઓ એ સર્વને પણ તે પ્રગટ ન કરવાને અનુરોધ કરતા. આથી તેમને પૂર્વના ઘણા ભવનું જ્ઞાન હોવા છતાં આપણી પાસે તેમના પૂર્વભવ વિશેની ખાસ કઈ માહિતી નથી. તેમના મુદ્રિત લખાણ પરથી તે, તેમને જાતિસ્મરણજ્ઞાન હતું એટલું જ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. પણ તે જ્ઞાન કેટલા ભવનું, કયા પ્રકારનું હતું, એ વિશે જાણવા માટે તે તેમના ભક્તોએ જણાવેલ માહિતી પર જ આધાર રાખવો પડે છે.
આ જાતિસ્મરણજ્ઞાને તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું કાર્ય કર્યું તે સંસારથી વૈરાગ્ય ૧૬. “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ” પૃ. ૧૦૨. ૧૭. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા” પૃ. ૧૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org