________________
શ્રીમદ્દન જીવનસિદ્ધિ અપાવવાનું. પૂર્વે જીવ કેવું કેવું ભેળવીને આવ્યો છે તે જાણવાથી તેમને આત્માના અસ્તિત્વની અને નિત્યની પૂર્ણ ખાતરી થઈ ગઈ હતી. વળી સંસારનું પરિભ્રમણ કેવું હોય છે તેને ચિતાર પણ તેમને સ્પષ્ટ થયો હતો, આથી સંસારથી તેમને પ્રબળ વૈરાગ્ય ઉત્પન્ન થવામાં જાતિ મરણજ્ઞાન એ મહત્વનું નિમિત્ત હતું.
બાળવયથી જ શ્રીમદની અનુકરણશક્તિ અને સ્મરણશક્તિ અદભુત હતી. તેઓ કંઈ સારું જુએ, નવું જુએ, તેને ગ્રહણ કરવાની, શીખી લેવાની તીવ્રતા ધરાવતા હતા. પરિણામે તેવી કોઈ પણ વસ્તુ તેઓ પ્રબળ ક્ષયોપશમ વડે થોડા સમયમાં સાંગોપાંગ શીખી જતા હતા, અને જેમની પાસે તે વિદ્યા જોઈ હોય તેનાથી ઘણે વધારે વિકાસ તેઓ સાધી લેતા હતા. અવધાન, જ્યોતિષ આદિની બાબતમાં આમ જ બન્યું હતું.
શ્રીમદની અવધાનશક્તિ
એકસાથે અનેક વસ્તુ ભૂલ વિના કરવાની અને યાદ રાખવાની શક્તિને અવધાનશક્તિ કહેવામાં આવે છે. આ શક્તિના બે પ્રકાર છે –
૧. કેળવેલી અવધાનશક્તિ અને ૨. ધારણા રૂપ અવધાનશક્તિ.
કેઈ વ્યક્તિએ એકસાથે અમુક સંખ્યા સુધીનાં કાર્યો કરવાની શક્તિ મેળવી હોય તે તે કેળવેલી શક્તિ કહેવાય છે. આ પ્રકારમાં તે વ્યક્તિની કાર્યશક્તિ સામાન્ય પ્રકારનાં જ કાર્યોમાં ગતિ કરી શકે છે, કઠિન પ્રકારનું કોઈ કામ આવે તો તે વ્યક્તિની મતિ કામ કરતી નથી. જેટલી સંખ્યા સુધી તે એકીસાથે કામ કરી શકે તે સંખ્યાના અવધાન તરીકે તેને ખ્યાતિ મળે છે. આમ તેઓ અષ્ટાવધાની, બારઅવધાની, સેળઅવધાની શતાવધાની આદિ વિવિધ નામે ઓળખાય છે. આ પ્રકારમાં વ્યક્તિ સે કે તેથી વધુ અવધાન સુધી કામ કરી શકે છે, પણ અહીં શક્તિ કેળવવી પડતી હોવાને લીધે તેના અવધાનની સંખ્યામાં ધીરે ધીરે વધારે થાય છે, અને સામાન્ય રીતે શતાવધાન સુધી તે પહોંચે છે.
ધારણા એ મતિજ્ઞાનને એક ભેદ છે. શાસ્ત્રમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવાયા છે. તે પાંચ પ્રકાર તે મતિ, કૃત, અવધિ, મન ૫ર્યવ અને કેવળ. તેમાં મતિજ્ઞાનના ચાર વિભાગ છે ? અવગ્રહ – Perception ઈહા -Conception અવાય – Decision અને ધારણા – Retention. ભક્તિભાવ અને શ્રદ્ધા વધે ત્યારે ધારણું આવે છે. ધારણામાં પૂર્વના સંસ્કારને લીધે વ્યક્તિ નિશ્ચયપૂર્વક કામ કરી શકે છે. ધારણારૂપ અવધાનશક્તિમાં વ્યક્તિને સત્ય વસ્તુ પ્રત્યક્ષ હોય છે. અને તીવ્ર સ્મરણશક્તિ સ્વયંસકુરિત હોય છે. તેથી ગમે તેવાં કઠિન કાર્યો તે એકીસાથે કરી શકે છે. વળી, ધારણામાં તેના અવધાનની સંખ્યા બહ જલદી અને તાત્કાલિક પરચાથી આગળ વધે છે. આથી સામાન્ય વ્યક્તિને તે આટલા પ્રશ્નો એકીસાથે હલ કઈ રીતે થાય છે તે પ્રશ્ન જ મૂંઝવે છે.
આમ કેળવેલી કરતાં ધારણારૂપ અવધાનશક્તિને પ્રવેગ ઘણી ઊંચી કક્ષાને હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org