________________
શ્રીમદના જીવનસિદ્ધિ “વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો-સ્ત્રી આદિક-તે અનંતવાર છોડતાં, તેને વિગ થયાં અનંત કાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જિવાયું એ કંઈ ડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તે પ્રતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતા. એ પ્રીતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.”
વળી જેનું મુખ કેઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જતુપણે શા માટે જ ? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડયું ! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી! કહો, એ સ્મરણ થતાં આ કલેષિત આત્મા પર જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત્ આવે છે.”
“વધારે શું કહેવું ? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે.”૧૪
આ અવતરણ પણ તેમના પૂર્વભવના જ્ઞાન હોવાની સાક્ષી પૂરે છે. એ જ પ્રમાણે વિ. સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ શ્રીમદ્ શ્રી સોભાગભાઈને લખેલાં નીચેનાં વચને તેમના જ્ઞાન વિશે સારો પ્રકાશ પાડે છે –
ઉપશમ અને ક્ષેપક એ બે જાતની શ્રેણું છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનને સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગ્યારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણે બે પ્રકારે છેઃ એક આજ્ઞારૂપ, એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવા રૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તે કંઈ બાધ નથી. તીર્થકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે.”૧૫
શ્રીમદને જાતિસ્મરણજ્ઞાન હોવાની પ્રતીતિ આપતાં આ બધાં વચન સાથે એમના એક અનુરાગી, ખંભાતના શ્રી છોટાલાલ માણેકચંદને થયેલ શ્રીમને આ બાબતને અનુભવ નેધવા જેવું છે. તે તેમના જ શબ્દોમાં જોઈએ:
“સં. ૧૯૪૬ના આસે વદમાં પરમકૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈના મકાનમાં ઊતર્યા હતા. હું ત્યાં ગયો તે વખતે કૃપાળુદેવ મકાનમાં વચલા હોલમાં બિરાજ્યા હતા, અને કૃપાળુદેવની સમીપે લાલચંદભાઈ વગેરે ઘણું ભાઈઓ બેઠા હતા. હું કૃપાળુદેવની સન્મુખ દર્શન કરીને ઊભો રહ્યો કે સાહેબજીએ મને જણાવ્યું: “અમે તમને જોયા છે.” હું જે જે સ્થળોએ, ગામોએ ગયેલ તેનાં નામ ૧૪. એજન, પૃ. ૨૨૧. ૧૫. એજન, પૃ. ૨૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org