________________
શ્રીમદની જીવનસિદ્ધિ તેઓ પદ્યની રચના પણ કરતા. કરછ દરબાર તેમને બોલાવે ત્યારે, કેટલેક ઉતારો કરી આપવા, તેઓ તેમને ઉતારે પણ જતા, કારણ કે તેમના અક્ષર ઘણું સુંદર હતા. શ્રીમદ દુકાને બેસતા તે કાળ વિશે તેઓ પોતાની “સમુચ્ચયવયચર્યા”માં લખે છે કે –
“હું મારા પિતાની દુકાને બેસતું અને મારા અક્ષરની છટાથી કરછ દરબારને ઉતારે મને લખવા બેલાવે ત્યારે હું ત્યાં જ. દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે, અનેક પુસ્તક વાંચ્યાં છે, રામ ઈત્યાદિકનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે, સંસારી તૃષ્ણાઓ કરી છે; છતાં કઈને મેં એ અધિક ભાવ કહ્યો નથી કે ઓછું, અધિકું તેળી દીધું નથી, એ મને ઍક્કસ સાંભરે છે.”૭
પિતાની વૃત્તિઓ અન્ય જગ્યાએ રમતી હોવા છતાં, પોતાની ફરજમાં જરા પણ ચૂક ન આવવા દેવાની, કર્તવ્યપાલનની બુદ્ધિ શ્રીમદ્દમાં બાળવયથી જ હતી. તે આપણે ઉપરના અવતરણમાં જોઈ શકીએ છીએ. તેઓ બાળવયથી જ પીઢ બની ગયા હતા.
સાત વર્ષની વયે તેમને જાતિમિરણજ્ઞાનની શરૂઆત થઈ હતી, જે જ્ઞાન પછીથી વર્ધમાન થતું ગયું હતું. તેની સાથે તેમની સ્મરણશક્તિ, અવધાનશક્તિ, જ્યોતિષનું જ્ઞાન, કવિત્વશક્તિ વગેરે શક્તિઓમાં પણ વધારે થયો હતો. વળી, ૨૨ વર્ષની વયે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા હોવા છતાં, વ્યાપારમાં પડ્યા હોવા છતાં અને તે વિશેનું પૂર્ણ કર્તવ્યપાલન કરતા હોવા છતાં શ્રીમદની અંતરંગશ્રેણી તે આત્માર્થ પ્રતિની જ રહી હતી. અને તેથી તેમણે વીશ વર્ષની વય પછીથી પોતાની પ્રત્યેક શક્તિઓને અંતરમાં શમાવી દીધી હતી. તે શક્તિઓ બતાવતા જાહેર પ્રયોગે તેમણે બંધ કરી દીધા હતા.
આ બધી શક્તિઓ શ્રીમદમાં ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ખીલી હતી તે વિશે જોઈએ.
જાતિસ્મરણજ્ઞાન
જાતિસ્મરણજ્ઞાન એટલે પોતાના પૂર્વભવોનું જ્ઞાન. બાલ્યકાળમાં જે કંઈ અનુભવ્યું હોય, જોયું હોય તેની સ્મૃતિ મોટપણે ઘણાને રહેતી નથી, તે કઈકને રહે પણ છે. સ્મૃતિ ન હોય છતાં બાલ્યકાળ કે ગર્ભવાસ છે તે નિશ્ચિત છે, તે પ્રમાણે પિતાના પૂર્વભવનું જ્ઞાન જીવોને હોય કે ન હોય, પણ પૂર્વભવ છે તે નિશ્ચિત છે. આગળને દેહ છોડતી વખતે અજ્ઞાનનાં આવરણને લીધે, બાહ્ય ચીજમાં જીવ રહી જવાને લીધે તથા બીજા અનેક કારણોસર જીવને પોતાના પૂર્વભવની સ્મૃતિ રહેતી નથી. તેનો અર્થ એ નથી કે પૂર્વભવ નથી. જે સ્મૃતિ આડેનું પડળ ખસી જાય તે પૂર્વના ભવ કે ભવોનું જ્ઞાન થાય છે. આ જ્ઞાન એટલે શું તે વિશે “ વ્યાખ્યાન સાર”માં શ્રીમદનાં વચને મળે છે કે –
૭. “શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org