________________
૧. જીવનરેખા
“જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે. પૂર્વ પર્યાય – દેહ છોડતાં વેદનાના કારણને લઈને, નવ દેહ ધારણ કરતાં ગર્ભવાસને લઈને, બાળપણમાં મૂઢપણુને લઈને અને વર્તમાન દેહમાં અતિલીનતાને લઈને પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને અવકાશ જ મળતું નથી, તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહિ તેથી કરીને તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહિ તેથી તે નહોતાં એમ કહેવાય નહિ. જેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તે થાય છે, તેમ જે પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને સાનુકૂળતા (યોગ્યતા) હોય તો “જાતિસ્મરણજ્ઞાન” થાય. પૂર્વ સંશા કાયમ હોવી જોઈએ. અસંજ્ઞીનો ભવ આવવાથી “જાતિસ્મરણજ્ઞાન” ન થાય.”
જાતિસ્મરણુજ્ઞાનવાન પાછળના ભવ કેવી રીતે દૂખે છે? એ વિશે પોતાના એક અંતેવાસી શ્રી ભાગભાઈને વિ. સં. ૧૯૫૧ના શ્રાવણ વદી ૧૧ના રોજ શ્રીમદે લખેલું કે
નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય, અને મોટપણે કઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે પ્રશ્ન થશે કે, “પૂર્વભવમાં અનુભવેલાં એવાં દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તો પણ પૂર્વભવમાં અનુભવેલાં એવાં દેહાદિ અથવા કેઈ દેવલોકાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય?” તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે: અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કેઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. કવચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘેર, પૂર્વ દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તે બીજા
વને પણ પ્રતીતિનો હેતુ થવા સંભવે, અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું જ્ઞાન વિશેષ છે તે જાણે. તેમ જ જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તેની પ્રકૃત્યાદિને જાણતે એવો કઈ જીવ પણ જાણે કે આ પુરુષને તેવા કઈ જ્ઞાનને સંભવ છે, અથવા જાતિસ્મૃતિ હોવી સંભવે છે, અથવા જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તે પુરુષના સંબંધમાં કેઈ જીવ પૂર્વભવે આવ્યા છે, વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે.”૯
શ્રીમદને પણ આ પ્રકારનું જ્ઞાન હતું, અને તે થવાની શરૂઆત તેમને સાત વર્ષની ઉંમરે થયેલી. પછીથી આ જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થયો હતો. “સમુચ્ચયવયચર્યાના લેખમાં જાતિસ્મરણજ્ઞાન થયેલું કે નહિ, થયેલું તો ક્યારે, કયા પ્રસંગથી તે જ્ઞાનની શરૂઆત થઈ, વગેરે વિશે કશો ઉલ્લેખ નથી. તે પછીનાં લખાણોમાં પણ તે વિશે માહિતી
૮. એજન, પૃ. ૭૬૭. ૯. એજન, પૃ. ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org