________________
શ્રીમદની જીવનસિદ્ધિ મળતી નથી. પણ તેમના મિત્ર સાથેના વાર્તાલાપમાં કે તેમને સીધો પ્રશ્ન પૂછનાર વ્યક્તિને તેના ઉત્તરમાં તે જ્ઞાન ક્યારે, કેવા પ્રસંગે થયેલું તે તેમણે જણાવ્યું હતું.
કચ્છના રહીશ ભાઈ પદમશીભાઈ ઠાકરશી વિ. સં. ૧૯૪૧થી શ્રીમના સમાગમમાં આવ્યા હતા. તેમણે એક વખત મુંબઈમાં શ્રીમદને જાતિસ્મરણજ્ઞાન કયા પ્રસંગે થયેલું તે બાબત પૂછયું હતું. તેના ઉત્તરમાં શ્રીમદ્દ એ આ પ્રસંગે જણાવ્યું હતું. તેને સાર આ પ્રમાણે છે –શ્રીમદ સાત વર્ષની વયના હતા તે વખતે વવાણિયામાં અમીચંદભાઈ નામના સંગ્રહસ્થ, જેઓ શ્રીમદ્દ પર ખૂબ વહાલ રાખતા હતા, તેઓ સર્પ કરડવાથી અચાનક ગુજરી ગયા. આ વાત સાંભળી, શ્રીમદ્દે ઘેર આવી તે બાબત તેમના પિતામહને પૂછયું. ગુજરી જવા બાબત કહેવાથી નાનું બાળક ગભરાઈ જશે એમ ધારી તેમના પિતામહે તે વાત ટાળવા બીજી અનેક આડીઅવળી વાત કરી, પણ શ્રીમદ્દ તે વારંવાર તે બાબત ભૂલ્યા વિના પૂછવા લાગ્યા. આથી તેમના પિતામહે કહ્યું કે અમીચંદભાઈ ગુજરી ગયા તે વાત સાચી છે. શ્રીમદ્દ એ પછી “ગુજરી જવું” એટલે શું તે જાણવા તીવ્ર જિજ્ઞાસા દર્શાવી. તેમની તે જિજ્ઞાસા સંતોષવા પિતામહે સમજાવ્યું કે ગુજરી જવું એટલે જીવ નીકળી જવો, પછી શરીર હાલી ચાલી ન શકે, બેલી ન શકે, ખાઈ પી ન શકે. તેથી તે શરીરને સ્મશાનમાં બાળી દેશે.
એ સમજ્યા પછી શ્રીમદ્ છૂપી રીતે તળાવ પર ગયા. ત્યાં બે શાખાવાળા એક બાવળના ઝાડ પર ચડીને તેમણે જોયું તે એક ચિતા બળતી હતી, અને તેની આસપાસ અનેક માણસે બેઠા હતા. તે જોઈ તેમને વિચાર થયો કે આવા સારા માણસને બાળવા એ કેવી કરતા કહેવાય? આમ શા માટે કરતા હશે?...વગેરે ઊંડી વિચારણુમાં તેઓ ઊતરી ગયા અને તે વખતે આવરણ તૂટી જતાં તેમને પૂર્વજન્મનું જ્ઞાન થયું. જે બાવળના વૃક્ષ પર તેમને આ જ્ઞાન થવાની શરૂઆત થઈ હતી, તે આજે પણ વવાણિયામાં મજદ હેવાનું કહેવાય છે.
પદમશીભાઈએ તે વિશે વધુ જાણવા જિજ્ઞાસા દર્શાવી તે શ્રીમદે ટૂંકમાં જ જણાવ્યું કે ત્યાર બાદ જૂનાગઢનો કિલ્લો છે ત્યારે તેમાં ઘણું વધારે થયે હિતે. પૂર્વજન્મમાં અનુભવેલાં દુઃખોની સ્મૃતિ થતાં તેમને વૈરાગ્ય દિવસે દિવસે વધતે ગયે હતે.
તેમને સાત વર્ષની વયે થયેલા જાતિસ્મરણજ્ઞાનનો સબળ પુરાવો આપણને તેમના લખાણમાંથી સ્પષ્ટ રીતે મળતું નથી, પરંતુ વિ. સં. ૧૯૫૩ની સાલમાં તેમણે અંગત પ્રસંગે જણાવતું એક કાવ્ય રચ્યું હતું, જે હાથનેધમાં જોવા મળે છે. તેમાં એક પંક્તિ છે કે, “ઓગણીસસેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે.”૧૦ સાત વર્ષની કુમળી વયમાં આવેલે અપૂર્વ અનુસાર એ જાતિસ્મરણજ્ઞાન હોઈ શકે એવું અનુમાન ઉપર પ્રસંગ જાણ્યા પછી કરી શકાય. પણ આ પંક્તિ એ જ જ્ઞાનની સૂચક છે, એવો અભિપ્રાય પી શકાતું નથી. ૧૦. એજન, પૃ. ૮૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org