________________
૪૫૪
શ્રીમદની જીવનસિદ્ધિ
વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું – આ ગુણો જેનામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. કર્મ મુક્ત થવાની જેને સાચી ઈરછા હોય તે સમ્યગ્દર્શન મેળવવાને પાત્ર છે.
મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ બધાં અપેક્ષિત સાધન છે. ૧ સપુરુષના ચરણને ઈરછક, રે સદૈવ સૂક્ષ્મ બેધને અભિલાષી, ૩ ગુણ પર પ્રશસ્તભાવ રાખનાર, ૪ બ્રહ્મત્રતમાં પ્રીતીમાન, છે જ્યારે સ્વદોષ દેખાય ત્યારે તેને છેદવાને ઉપગ રાખનાર, ૬ ઉપગથી એક પળ પણ ભરનાર, ૭ એકાંતવાસને વખાણનાર, ૮ તીર્થાદિ પ્રવાસને ઉછરંગી, ૯ આહાર વિહાર નિહારને નિયમી, ૧૦ પોતાની ગુરુતા દબાવનાર એવા અંતરંગ ગુણો ધરાવનાર કેઈ પણ પુરુષ સમ્યગ્દશાને પાત્ર છે.
આ બધા મુમુક્ષતાના ગુણે ઉત્પન્ન થવાનું મુખ્ય લક્ષણ પાતાના દોષ જોવામાં અપક્ષપાતતા રાખવી એ છે, તેનાથી સ્વછંદનો નાશ થાય છે, અને તેથી બેધબીજને
ગ્ય ભૂમિકા તે આત્મામાં બંધાય છે. પણ જ્યાં સુધી સંસારમાં સુખ લાગે છે, ત્યાં સુધી સાચી મુમુક્ષુતા પ્રાપ્ત થતી નથી, તેથી સંસારનો નિર્વેદ, કષાયની મંદતા, મેક્ષની અભિલાષા, સપુરુષનું માહાસ્ય જીવને લાગે ત્યારે જ જીવ સમ્યગ્દશાને પાત્ર થાય છે. આથી આ સર્વ ગુણ મેળવવા પુરુષાથી થવું અગત્યનું છે.
૧. આત્મા છે, ૨. આત્મા નિત્ય છે, ૩. આત્મ કર્તા છે, ૪. આત્મા ભક્તા છે, પ. મેક્ષ છે અને ૬. મોક્ષને ઉપાય છે, એ છ પદમાં અત્યંત સંદેહરહિત શ્રદ્ધા થાય ત્યારે જ્ઞાની પુરુષ તેને સમ્યગ્દર્શન થયું ગણે છે. અનિત્ય પદાર્થમાં મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિયત્વ આદિ ધ્યાનમાં આવતાં નથી, પણ તે મેહગ્રંથિનું છેદન જ્યારે થાય ત્યારે સમકિત થાય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયની અનંતાનુબંધી ચોકડીને ક્ષપશમ થાય ત્યારે સમકિત થાય છે. એ વખતે તીર્થકરના માર્ગની પ્રતીતિ પણ જીવને આવી જાય છે.
સમ્યગ્દશાવાળા જીવમાં પાંચ લક્ષણ હોય છે ઃ શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા. ૧. ક્રોધાદિ કષાનું સમાઈ જવું, ઉદય આવેલા કક્ષાની મંદતા થવી. અનાદિકાળની
વૃત્તિઓ સમાઈ જવી, તે શમ. ૨. મુક્ત થવા સિવાય બીજા કોઈ પ્રકારની અભિલાષા ન હોય તે સવેગ. ૩. સંસારથી વૈરાગ્ય તે નિવેદ. ૪. વીતરાગપ્રણીત માર્ગમાં, જેનાં વચનનું બહુ મૂલ્ય છે તે નિસ્પૃહી મહાત્માનાં
વચનામાં શ્રદ્ધા તે આસ્થા, પ. અને સર્વ જીવોમાં પોતાના આત્મા જેવી જ દૃષ્ટિ, સર્વ પ્રતિ કરુણાભાવ તે અનુકંપા.
સમ્યગ્દષ્ટિ જીવમાં આ પાંચ લક્ષણે અવશ્ય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org