________________
૮. શ્રી મદન તરવવિચારણું - પત્રોમાં
૪૫૫ અનંતાનુબંધી, ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લભ એ ચારે તથા મિથ્યાત્વમોહની, મિશ્રમેહની અને સમ્યક્ત્વમોહની એ ત્રણ, એમ સાત પ્રકૃતિને જ્યાં સુધી ક્ષયે પશમ, ઉપશમ કે ક્ષય થતો નથી, ત્યાં સુધી સમ્યગ્દષ્ટિપણું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે, તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. સદગુરુના ઉપદેશ વિના અને સત્પાત્રતા વિના તે ગ્રંથિ છેદાતી નથી. પણ એક વખત જે તે ગ્રંથિ છેદાઈ ગઈ તો સમ્યગ્દર્શન થાય છે.
જીવને જે એક વખત સમ્યગ્દર્શન થાય છે તેને વધુમાં વધુ પંદર ભવે મોક્ષ થાય છે. સમકિતી જીવ જે પ્રબળ પુરુષાર્થ ઉપાડે તે તેને તે ભવે પણ મુક્તિ મળી શકે છે. પણ જે થયેલા સમકિતને વમી નાખવામાં આવે તે જીવનું સંસારપરિભ્રમણ ઘણું વધી જાય છે. આ પુરુષના વચનની પ્રતીતિરૂપ જે પ્રથમ પ્રકારનું સમકિત થયું હોય છે, તેને સત્સંગાદિ સાધનથી બળ ન મળે તે જીવને થયેલ શ્રદ્ધા ચલિત થવાનો સંભવ વધી જાય છે. આવી શ્રદ્ધા જે ચલિત થઈ જાય તો તે જીવની પંદર ભવમાં મુક્તિ નિશ્ચિત કહેવાતી નથી; પછી તે તેના પુરુષાર્થ પર આધાર રાખે છે. ઉપશમરૂપ સમક્તિ જેને થયું હેય તેને પણ જે આગળ જતાં તે ક્ષાપશમિક કે ક્ષાયિક સમકિતમાં ન પરિણમે તો તે જીવનું અગિયારમે ગુણસ્થાનેથી પતન થાય છે. અને તેના જીવને પણ ફરીથી પુરુષાર્થ કરવાનો રહે છે. ક્ષાયિક સમકિતવાળાને આત્યંતિક પતનને ભય રહેતું નથી, કેમ કે તેણે અનંતાનુબંધી કર્મ પ્રકૃતિઓનો ક્ષય કર્યો હોવાથી તે પ્રકૃતિઓ ફરીથી ઉદયમાં આવી શકતી નથી.
આવા પતન પામેલા જીવની મુક્તિ મેળવવા માટેની કાળમર્યાદા જ્ઞાની પુરુએ બતાવી છે. સમક્તિ વમેલા જીવની પણ “અર્ધપુદ્ગલ પરાવર્તન” જેટલા સમયમાં મુક્તિ નિશ્ચિત થઈ જાય છે. આ તેની વધુમાં વધુ સમયની મર્યાદા છે; તે પહેલાં તે મુક્તિ મેળવી શકે છે, પણ તેનાથી વધુ સમય તે તેને લાગતા જ નથી. પણ આ કાળમર્યાદા ઘણી મોટી છે. જગતમાં જેટલા પુદ્ગલ પરમાણુ છે, તે એકેએકને ભેગવી લેતાં જેટલો સમય લાગે તેને તીર્થંકર પ્રભુએ પુદ્દગલ પરાવર્તન કાળ કહ્યો છે. તેનાથી અડધો સમય તે “અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ”. તેમાં અસંખ્ય કાળચક્રો ફરી જાય છે.
સમકિતી જીવ અભય આહાર કરે? એવો કોઈ મુમુક્ષુએ શ્રીમદને પ્રશ્ન પૂછન્યો હતે. તેના ઉત્તરમાં શ્રીમદ્દે આ વિશે જણાવ્યું હતું. શ્રેણિક મહારાજા સંબંધી કોઈ એક ગ્રંથમાં એવું જણાવવામાં આવ્યું છે કે તેમણે અભક્ષ્ય આહાર કર્યો હતે. તે માટે શ્રીમદે જણાવેલું કે આવું વાંચી કોઈ એ તે પ્રવૃત્તિ કરવા જેવી નથી. સમકિત થયા પહેલાં પણ અભક્ષ્યને નિષેધ છે, તે પછી સમકિત થયા પછી તો જીવ અભક્ષ્ય આહાર ન કરે તે સહજ છે. સપુરુષની વાણું વિષય અને કવાયના અનમેદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હેય છે, અને તે જ દૃષ્ટિએ સર્વનો અર્થ કર યોગ્ય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org