________________
શ્રીમદની અષાનસિદ્ધિ
ક્ષાયિક સમકિત આ કાળે સંભવે?૬ ૭
શ્રીમન્ના જણાવ્યા પ્રમાણે ક્ષાયિક સમક્તિની વ્યાખ્યા આગમમાં સમજાવેલી નથી, તેનાં સ્પષ્ટ લક્ષણે હાલ કેઈના જાણવામાં નથી, પણ એટલું જાણી શકાય છે કે જે જીવને ક્ષાયિક સમકિત પ્રગટયું હોય તે જીવને કદાચ નવકારશી જેટલું પણ વ્રત ન હોય, છતાં પણ તે જીવ વધુમાં વધુ ત્રણ ભવ અને નહિ તે તે જ ભવે મુક્તિ પામે છે, એવી આશ્ચર્યકારક ક્ષાયિક સમકિતીની વ્યાખ્યા તેમાં બતાવી છે, જેનું આવું માહાભ્ય છે, તે ક્ષાયિક સમકિતીની દશા કેવી સમજવી? આ દશા આગમાં જણાવાઈ નથી.
કોઈ મુમુક્ષુઓ, આ કાળમાં ક્ષાયિક સમકિત ન હોય, તેવા જિનાગમન વચન વિશે અભિપ્રાય પૂછાવ્યા હતા. તેના ઉત્તરમાં શ્રીમદ્દે જણાવ્યું હતું કે, જિનાગમમાં આવું વચન હોય તે પણ ક્ષાયિક સમક્તિની દશા બતાવેલ નથી, તેથી તે વિષે નિર્ણય કર કઠિન છે કે એ દશા સંભવે કે નહિ. પણ એવું વચન જિનાગમમાં નથી, તે બતાવતાં તેમણે લખ્યું હતું કે –
હાલ જેને જિનસૂત્રોને નામે ઓળખવામાં આવે છે, તેમાં “ક્ષાયિક સમકિત નથી” એવું સ્પષ્ટ લખેલું નથી અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે, સાંભળેલું છે. અને તે વાકય મિથ્યા છે કે મૃષા છે એમ અમારે અભિપ્રાય નથી, તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત. અભિપ્રાયે જ લખ્યું છે એમ અમને લાગતું નથી.”૬૮
આ પછી તેના આનુષંગી બીજા મુદ્દાઓ વિશે જણાવીને શ્રીમદ્ ભાયિક સમકિત વિશે કઈ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નથી. માત્ર પોતાની યથાર્થ દશા વિચારવાને તેમણે બધ કર્યો છે.
આમ શ્રીમદ વર્તમાન કાળમાં ક્ષાયિક સમક્તિી જીવ હોય કે ન હોય તે વિશે કશે. સ્પષ્ટ અભિપ્રાય આપતા નથી.
સમ્યગ્દષ્ટિને સિદ્ધિઓ સાથે સંબંધ
સમ્યગ્દષ્ટિ આત્મા, જે ચોથે ગુણસ્થાને હોય છે, તેને કવચિત્ સિદ્ધિ હોય છે અને કવચિત્ સિદ્ધિ નથી હોતી. જેને સિદ્ધિ હોય છે તેને તેની ઈચ્છા નથી હોતી, જે ઈચ્છા થાય તે તે પ્રમાદથી થાય છે અને જેને એવી ઈચ્છા થાય તેનું પતન થાય છે, તેથી પ્રમાદરહિત દશાથી સિદ્ધિની ઈચ્છા કે ઉપયોગ ન કરવા હિતાવહ છે. પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનથી તે સિદ્ધિઓ વધતી જાય છે. ત્યાં પણ પ્રમાદ આવે તે અનિષ્ટ થાય છે. સાતમા ગુણસ્થાને સિદ્ધિઓ વધે છે, પણ ત્યાં પ્રમાદને ઓછો અવકાશ છે. અગિયારમે લોભને પ્રબળ ઉદય આવવાથી જીવનું પતન થાય છે, પણ તે સિવાયનાં “જેટલાં સમ્યકત્વનાં
૬૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક : ૩૯. ૬૮. “શ્રીમદ્ રાજચંદ ”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૧૫૦; અગાસ આવૃત્તિ, આંક ૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org