________________
૨૯૮
શ્રીમદની જીવનસિદ્ધિ અનાદિકાળથી જીવ દેહમાં મારાપણું માનતે આવ્યું છે, તે દેહાધ્યાસ છૂટી જાય, અને સ્વસ્વરૂપમાં જ રમમાણ રહે તે જીવ કર્મ કરતો નથી, તેમ જ ભેગવતો નથી, અને તેને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એટલે કે કર્મનું કર્તાપણું કે ભૂતાપણું એ કોઈ અપેક્ષાથી છે. આ વસ્તુ સમજવી તથા આચરવી તે જ ધર્મનો મર્મ છે. અને એ ધર્મથી જ મેક્ષ મળે છે. આટલું જાણ્યા પછી ગુરુ શિષ્યને આત્મસ્વરૂપ જણાવે છે. ગુરુ કહે છે કે, આત્મા મોક્ષસ્વરૂપ એટલે કે મેક્ષનું સુખ પામી શકે તેવો છે. વળી, શુદ્ધ આત્મા અનંતદર્શન અને અનંતજ્ઞાન સહિત હોય છે, જે સ્વરૂપ અવ્યાબાધ છે. અને તે સ્વરૂપ કેવું છે તે ૧૧૭ મા દેહરાની પ્રથમ પંક્તિમાં જણાવ્યું છે. શુદ્ધ એટલે કર્મમલથી રહિત, બુદ્ધ એટલે બેધસ્વરૂપ, ચિત ઘન એટલે ચેતનવંતે પિંડ, સ્વયંતિ એટલે સ્વપ્રકાશક અને અનંતસુખના ધામરૂપ આત્મા છે, તેમ શ્રીમદે આત્માના મુખ્ય તથા વિશિષ્ટ ગુણે પણ અહીં ગુરુમુખે બતાવ્યા છે.
આમ મોક્ષનો ઉપાય છે એ પદની સિદ્ધિ કરતી વખતે ગુરુએ મોક્ષમાર્ગનું સ્વરૂપ, શુદ્ધ આત્મસ્વરૂપ, સમકિતના પ્રકાર આદિ અન્ય મુદ્દાઓની સમજણ પણ શિષ્યને આપી છે, જેથી તેને શંકા રહે નહિ. અહીં જે કંઈ કહેવાયું છે, સમજાવાયું છે, તે સર્વ જ્ઞાનીઓને સમ્મત છે તેની ખાતરી આપતાં ગુરુ અંતમાં જણાવે છે કે –
“નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય.” ૧૧૮ જેને સર્વ જ્ઞાનીઓએ સ્વીકારેલ છે તેનું નિરૂપણ અહીં કર્યું છે એમ જણાવી ગુરુ પોતાને સહજ એવી સમાધિમાં સ્થિર થયા, અને વાણીયોગની અપ્રવૃત્તિ કરી. આ દોહરા દ્વારા શ્રીમદ એમ સૂચવવા માગે છે કે આ છ પદની સિદ્ધિ દ્વારા જે કંઈ કહ્યું છે તે સર્વ જ્ઞાનીઓને સંમત છે. તેમનાથી વિરુદ્ધ એક પણ વસ્તુ અહીં આવતી નથી, એટલે કે આ આત્મસિદ્ધિ સર્વદર્શનના સારરૂપ છે.
૧૧૮મા દેહરે ગુરુ પોતાનું વક્તવ્ય પૂરું કરે છે. જે કંઈ જણાવાયું છે તે વિશે ઊંડાણથી વિચાર કરવાની ભલામણ પણ તેમાં કરી છે.
ગુરુએ આપેલા પ્રત્યેક ઉત્તરનો શિષ્ય ઊંડાણથી વિચાર કરે છે. વિચાર કરતાં કરતાં બેધબીજની પ્રાપ્તિ થતાં ગુરુ પ્રત્યે તેને અપૂર્વ ઉલ્લાસ આવે છે. અને તે ઉલ્લાસને શિષ્ય વાણીમાં વ્યક્ત કરે છે.
શિષ્યને બાધબીજની પ્રાપ્તિ
ગુરુએ સમજાવેલાં આત્માનાં છયે પદને વિસ્તારથી વિચાર કરતાં શિષ્યને પોતાના યથાર્થ સ્વરૂપને ખ્યાલ આવે છે. અને તેથી તેને અપૂર્વ ઉલ્લાસ પ્રગટ થાય છે; સાથે સાથે ગુરુ માટે અહોભાવ પણ પ્રગટે છે. તે ઉલ્લાસ તથા અહોભાવ શિષ્ય ગુરુ સમક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org