________________
૬. અપૂર્વ અવસર
પહેલી આવૃત્તિ (પૃ. ૫૬૩)માં તથા ૨૦૨૦ની બીજી આવૃત્તિમાં આ કાવ્યના રચના સમય અંગે “આ કાવ્યને નિર્ણત સમય મળતો નથી” એવી નોંધ સાથે તે વિ. સં. ૧૯૫૩ની સાલમાં રચાયેલું ગણી મૂકવામાં આવ્યું છે. આ બધા પરથી આ કાવ્ય વિ. સં. ૧૯૫૩ના માગશર માસમાં વવાણિયા ક્ષેત્રે રચાયું હોય તેવો સંભવ વિશેષ લાગે છે, કારણ કે સ્થળ કરતાં સાલમાં શરત ચૂક થવાનો સંભવ વિશેષ રહે છે. એટલે બીજી કઈ આધારભૂત માહિતી ન મળે ત્યાં સુધી આ કાવ્ય રચનાસમય વિ. સં. ૧૯૫૩ ના માગશર માસને ગણવો બરાબર લાગે છે.
અનેક જાતની સાંસારિક સુખ-સગવડ હોવા છતાં જીવ શાંતિ પામતા નથી, તેમ બનતું સંસારમાં અનેક વખત જોવા મળે છે. તે પરથી સમજાય છે કે બાહ્ય સાધન નિરંતર સુખ આપી શકતાં નથી; અંતમાં દુઃખ આપે છે. તેથી આત્મસાધકે એ સાચું સુખ અતરમાં જ વસે છે. એ નિર્ણય કર્યો છે. અને અમક જતનો આધ્યાત્મિક અધિકાર મેળવવાથી જીવ સાચું શાશ્વત સુખ મેળવી શકે છે. આ અધિકાર મેળવવા જીવે કયા પ્રકારને આધ્યાત્મિક વિકાસ સાધવે જોઈએ તે વિશેને પિતાને આદર્શ શ્રીમદે ૨૧ ગાથા કે કડીના આ કાવ્યમાં આપ્યો છે.
આધ્યાત્મિક રીતે જીવને પોતાના લક્ષસ્થાન – મોક્ષ સુધી પહોંચવાના વિકાસક્રમ શ્રીમદે જૈન આગમની પરિપાટી અનુસાર દર્શાવ્યો છે. જનધર્મમાં જીવની નીચામાં નીચી ભૂમિકા મિથ્યાવથી શરૂ કરી ઊંચામાં ઊંચી ભૂમિકા સિદ્ધપદ સુધીની દશાના જીવની યોગ્યતા પ્રમાણે ૧૪ વિભાગ પાડેલા છે. તે પ્રત્યેકને ગુણસ્થાન કહેવામાં આવે છે. આ કાવ્યમાં ૪થા ગુણસ્થાનથી શરૂ કરી ૧૪માં ગુણસ્થાને વર્તતા જીવની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસગે પાત્ત પિતાની આધ્યાત્મિક સ્થિતિનો તેમ જ અભિલાષાને ખ્યાલ પણ શ્રીમદે આ કાવ્યમાં આપ્યો છે. તેથી આ કાવ્ય શ્રીમદ્દના જીવન-કવનના તેમ જ આત્મિક વિકાસના અભ્યાસમાં ઘણું અગત્યનું બની રહે છે.
૨૧ કડીના આ નાના કાવ્યની ઉત્તમ ગુણવત્તાથી આકર્ષાઈને મુનિશ્રી જયવિજયજી, મુનિશ્રી કાનજીસ્વામી, મુનિશ્રી સંતબાલજી તથા નગીનદાસ શેઠ જેવા વિદ્વાનો આ કાવ્યની વિસ્તૃત સમજણ આપતાં પુસ્તક લખવા પ્રેરાયા છે.
અપૂર્વ અવસર પર મુનિ જયવિજયજીએ સૌ પ્રથમ વિવેચનપૂર્ણ પુસ્તક લખ્યું છે. “શ્રી ગુણસ્થાન કમાહણ અથવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત અપૂર્વ અવસર એ કક્યારે આવશે? એ પદ પર વિવેચન ” એ નામનું તેમનું પુસ્તક વિ. સ. ૧૭૮માં પ્રકાશિત થયું હતું. તેમાં મુનિશ્રીએ પ્રત્યેક કડીનો ભાવ, વિશેષાર્થ વગેરે વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યમાં જીવનો ૪થાથી ૧૪મા સુણસ્થાન સુધી વિકાસક્રમ શ્રીમદ્દ બતાવ્યા છે, અને જીવ કેવા ક્રમથી એક એક સ્થાન ચડતું જાય છે તે બતાવ્યું છે, તેથી મુનિશ્રીએ આ કાવ્યને “શ્રી ગુણસ્થાન ક્રમારેહણ” જેવા સાર્થક નામથી ઓળખાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org