________________
પ્રકરણ ૬
અપૂર્વ
અવસર
શ્રીમદ્ રચિત “અપૂર્વ અવસર” નામનું કાવ્ય સૌ પ્રથમ “ પરમકૃત પ્રભાવક મંડળ” તરફથી વિ. સ. ૧૯૬૧ માં પ્રકાશિત થયેલ. “શ્રીમદ રાજચંદ્ર”ની પહેલી આવૃત્તિમાં નીચે દર્શાવેલી નેંધ સાથે પ્રગટ થયું હતું –
શ્રીમને આ ગુણસ્થાનકમ લખાયાનો સમય નિસંશયપણે થઈ શકતો નથી. આ પરત્વે જે કંઈ નિર્ણય અમે કરી શક્યા છીએ તે એ છે કે, વિ. સં. ૧૯૫૨ થી ૧૫ સુધીના કોઈ વર્ષમાં શ્રી વવાણિયા ક્ષેત્રે તે લખાયેલ છે. – સંશોધક. ”
વિ. સં. ૧૯૭૦ માં પ્રગટ થયેલી “શ્રીમદ્ રાજચંદ્ર”ની બીજી આવૃત્તિમાં પણ શ્રી મનસુખભાઈ રવજીભાઈ એ “અપૂર્વ અવસર ” ના રચના સમય વિશે ઉપર પ્રમાણેની જ નેધ આપી છે. વિ. સં. ૧૯૨માં પ્રગટ થયેલી તથા શ્રી હેમચંદ કરશી મહેતા સંપાદિત
શ્રીમદ રાજચંદ્ર ની પાંચમી આવૃત્તિમાં આ કાવ્યના રચના સમય વિશે નિર્ણયાત્મક નેધ જોવા મળે છે. તે નોંધ આ પ્રમાણે છે :
આ “અપૂર્વ અવસર વિ. સં. ૧૫રના માગશર માસ આસપાસમાં શ્રીમદની સ્થિતિ વવાણિયામાં હતી ત્યારે સવારે ઊઠતાં વેંત જ માતુશ્રીના ખાટલા ઉપર બેસીને લખ્યા હતા. જે વખતે ચીનાઈ કાગળ, ખડિયો અને કલમ આ સેવકે લાવી આપ્યાં હતાં, તે વખતે કાગળમાં ફક્ત પહેલું પદ જ લખેલું હતું.– સંશોધક. ” ૩
“ શ્રીમદ રાજચંદ્ર "ની પાંચમી આવૃત્તિમાં આપેલી આ નોંધ તથા આગળની આવૃત્તિઓમાં આપેલી નોંધ જોતાં એટલું સમજાય છે કે શ્રીમદે આ કાવ્ય વવાણિયા ક્ષેત્રે વિ. સં. ૧૯૫ર પછી રચ્યું હતું. પણ શ્રી હેમચંદભાઈએ આપેલ વિ. સં. ૧૯૫રના માગશર માસને સમય સ્વીકારતાં થોડી મુકેલી ઊભી થાય છે. આ અરસામાં શ્રીમદ્દ દ્વારા લખાયેલા પત્રે જોતાં જણાય છે કે તે સમયે શ્રીમદની સ્થિતિ મુંબઈમાં હતી. અને વિ. સં. ૧૯૫૩ના માગશર માસમાં તેમની સ્થિતિ વવાણિયામાં હતી. આથી એવું અનુમાન થાય છે કે સંશોધકની સરતચૂકથી સાલ કે સ્થળ ખોટુ લખાઈ ગયું હશે. વળી, તે પછીથી વિ. સં. ૨૦૦૭માં “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ” તરફથી પ્રગટ થયેલી “શ્રીમદ રાજચંદ્ર”ની ૧. “શ્રીમદ્ રાજચંદ્ર', આ. ૧, પરમશ્રત પ્રભાવક મંડળ, વિ. સં. ૧૯૬૧, “અ. અ.”ની
પાદધ. ૨. એજન, આ. ૨, વિ. સં. ૧૯૭૦, “અ. અ. ”ની પાદનોંધ, પૃ. ૫૧૪. ૩, એજન, આ. ૫, ખંડ છે, વિ. સં. ૧૯૯૨, “ અ. અ. ”ની પાદાંધ, પૃ. ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org