________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
૩૧૩
ગ્રંથની ભાષા સાદી, સીધી, સરળ, ટૂંકાક્ષરી અને તુરત સમજાય તેવી છે. તેમ છતાં આ આખી કૃતિ સૂત્રાત્મક છે, અને તેમાંથી પ્રત્યેક જીવ પોતપોતાની રેગ્યતા અનુસાર પામી શકે છે. કેઈ પણ જીવ એ નહિ હોય કે જે એમાંથી કશું જ ન મેળવી શકે. આથી મુનિ શ્રી લલ્લુજી મહારાજે આપેલો આત્મસિદ્ધિ વિશેનો નીચેનો અભિપ્રાય બહુ મનન કરવા યોગ્ય છે –
નાના પુસ્તકના આકારે જણાય છે, પણ તે ચમત્કારી વચનો છે તે લબ્ધિવાકયો છે, મંત્રસ્વરૂપ છે. રિદ્ધિસિદ્ધિની કંઈ જરૂર નથી. પણ જન્મમરણના ફેરા ટળે તેવાં તે વચને છે. કોઈ સમજે ન સમજે તે પણ કાનમાં તે વચન પડવાથી પણ પુણ્ય બાંધે છે. તેમાં જે આત્મા વિશે વાત જણાવી છે તે માન્ય કરવા યોગ્ય છે, શ્રદ્ધા કરવા ચોગ્ય છે.”૮૯
“આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્ય કરવી પડે તેવી વાત છે. તેથી વધારે હું જાણું છું એમ કહેનાર કંઈ જાણતું નથી. તેમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે. શ્રી આત્મસિદ્ધિને યથાર્થ સમજનાર તે કઈ વિરલા જ્ઞાની પુરુષ છે. પણ ગુજરાતી ભાષામાં હોવાથી નાનાં બાળક, સ્ત્રી, વિદ્વાન ગમે તે વાંચી શકે, મેઢે કરી શકે, રોજ બોલી શકે અને યથાશક્તિ સમજી શકે તેમ છે. અને ન સમજે તે પણ તે જ્ઞાની પુરુષના શબ્દો કાનમાં પડે તે પણ જીવ પુણ્ય બાંધે એ એને પ્રભાવ છે.”૯૦
“આત્મસિદ્ધિશાસ” એ શ્રીમદની ઉત્તમોત્તમ કૃતિ છે, તે વિશે સર્વ વિદ્વાન સંમત થાય છે
૮૯. “ઉપદેશામૃત', પત્રાંક ૨૧, પૃ. ૧૩૫. ૯૦. એજન, પત્રાંક ૧૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org