________________
૩૧૨
શ્રીમદની જીવનસિદ્ધિ ટૂંકામાં છ સિદ્ધાંતો આત્મસિદ્ધિમાં બહુ જ સરળ ભાષામાં અને હૃદયંગમ શૈલીમાં પ્રરૂપ્યા છે. તર્કની ભાષા જ સમજે એવા તકગ્રાહી પુરુષો માટે પણ આત્મસિદ્ધિશાસ્ત્ર ઘારું મનનીય છે.”૮૫
આમ આપણે જોઈએ તે તત્ત્વની દષ્ટિએ “આત્મસિદ્ધિ” મૌલિક નથી, પણ તેની નિરૂપણશૈલીમાં મૌલિકતા સમાયેલી છે. તેથી જ પૂ. લલ્લજી મહારાજ જણાવે છે કે –
મેટાં મહાભારત, પુરાણુ કે જૈનનાં શાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી સર્વ શાસ્ત્રના સારરૂપ આત્મસિદ્ધિમાં વાત કરેલી છે. તે ગહન વાત વિચારવાનું જીવને બહુ લક્ષમાં લેવા યોગ્ય છે.”૮૬
** આત્મસિદ્ધિશાસ્ત્રની લેકમેગ્યતા
આપણે જોયું તેમ આ ગ્રંથમાં ખૂબ જ ગહન વિષયનું નિરૂપણ થયેલું છે. પણ તેની રચના શ્રીમદે એવી સરળ ભાષામાં કરી છે કે તે સમજવામાં સર્વ કેઈને સુગમ થઈ પડે. ગુજરતી ભાષામાં અને તે પણ નાના નાના દોહરામાં સરળ, પ્રસન્ન ભાષામાં તેની રચના થયેલી છે. તેમાં અટપટા વિષયોની વિવિધતા નથી, તેમાં દૃષ્ટાંતિક કથા કે વર્ણને નથી. છ પદની સિદ્ધિ માટે પ્રશ્નોત્તરરૂપે તત્ત્વનિરૂપણને વિષય હોવા છતાં સિદ્ધાંતિક ગ્રંથ જેવી કઠલઈ તેમાં નથી. બહુ સૂક્ષ્મ ચર્ચા કે વિચારણા કરવા પોતે ગૂંચવાઈ જાય, થાકી જાય તેમ ન કરતાં સૂક્ષ્મ વિચારણા કરવા વાચક પ્રેરાય અને આત્માસંબંધી નિઃશંક થાય તેવી સુઝિલ રચના આ શાસ્ત્રની છે. તેથી આ શાસ્ત્ર સૌ કોઈ મુમુક્ષુ જીવને અવગાહવા અને નિયં પઠન કરવા યોગ્ય અવશ્ય છે, એવો મુકુલભાઈનો અભિપ્રાય આ શાસ્ત્ર વાંચ્યા પછી યથાર્થ લાગ્યા વિના રહે તેમ નથી.૮૭
સામાન્ય જ્ઞાન ધરાવતી વ્યક્તિ, પોતપોતાની કક્ષા, ક્ષયપશમતા અનુસાર તેમાંથી અર્થ સમજી શકે તેવી સરળતા તેની રચનામાં રહેલી છે. ભાષા સરળ છે એટલું જ નહિ, ગોઠવણી પણ એટલી બધી વ્યવસ્થિત છે કે તેમાં કયાંયે ગૂંચવણ થાય તેવું નથી. વળી અન્ય મતોના ખંડનમંડનથી આ કૃતિ દૂર રહી છે, તેથી આબાલવૃદ્ધ સર્વને ભાગ્ય, હિતકારી સામગ્રીથી ભરેલ આ કૃતિ બનેલ છે. બ્રહ્મચારીજીના શબ્દોમાં કહીએ તો –
“શ્રીમદનાં બીજાં બધાં લખાણ કરતાં આત્મસિદ્ધિની પદ્ધતિ જુદી જાતની છે. તેથી આ ગ્રંથ લોકપ્રિય થઈ પડ્યો છે, અને ભવિષ્યમાં પણ ઘણું જીવોને માર્ગદૃર્શનરૂપ થઈ પડે તેવું છે.”૮૮ ૮૫. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ", પૃ. ૧૨૪. ૮૬. “ઉપદેશામૃત', પત્રાંક ૨૧, ૧૩૫. ૮૭. “આત્મસિદ્ધિ”, સંપા. મુકુલભાઈ કલાથી, પૃ. ૨૪. ૮૮. “શ્રીમદ રાજચંદ્ર : અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ', પૃ. ૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org