________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
૩૧૧ જૈનેતર આત્મવિષયક મહત્વપૂર્ણ ગ્રંથ સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત આત્મસિદ્ધિ એ સાચે જ આ પનિષદ છે.”૩ પિોતપોતાના પક્ષ અને મંતવ્યની સિદ્ધિ અધે સેંકડો ગ્રંથે અનેક વર્ષોથી લખાતા આવ્યા છે. “સર્વાર્થસિદ્ધિ” વિશે માત્ર જન આચાર્યોએ જ નહિ, પણ જનેતર આચાર્યોએય પોતપોતાના સંપ્રદાય અનુસાર લખ્યું છે. વેદાંતમાં “બ્રહ્મસિદ્ધિ”, “અદ્વૈતસિદ્ધિ ” આદિ પ્રસિદ્ધ છે. “નિષ્કસ્પેસિદ્ધિ” અને “ઈશ્વરસિદ્ધિ” પણ જાણીતાં છે. “સર્વજ્ઞસિદ્ધિ” જૈન, બૌદ્ધ વગેરે પરંપરામાં લખાયેલ છે, અને આ ઉપરાંત બીજા અનેક પુસ્તક સિદ્ધિ વિશે લખાયેલાં ઉપલબ્ધ થાય છે, તે બધાં સાથે આત્મસિદ્ધિની સરખામણી કરવામાં આવે ત્યારે જ તેનું મૂલ્ય સમજાય. આ બધા સિદ્ધિગ્રંથોમાં અમુક વિષયની દલીલો દ્વારા ઉપપત્તિ કરવામાં આવેલી દેખાય છે, અને સાથે સાથે તેનાથી વિરુદ્ધ દલીલોનું તર્ક કે યુતિથી નિરાકરણ કરેલું જોવા મળે છે. આથી એની પાછળ આત્મસાધના કે આધ્યાત્મિક પરિકૃતિનું સમર્થ બળ ભાગ્યે જ જોવા મળે છે. તેની સરખામણીમાં આત્મસિદ્ધિની ભાત જુદી પડે છે. તેમાં તો શ્રીમદે પોતાના અનુભવના ઊંડાણમાંથી જે પ્રાપ્ત થયું છે તેનું નિરૂપણ કરેલું છે. તેમાં તાર્કિક ઉ૫પત્તિ નથી, પણ આત્માનુભવની થયેલી સિદ્ધિ જોવા મળે છે. આ જ કારણે “આત્મસિદ્ધિમાં એક પણ વેણ કડવું, આવેશપૂર્ણ, પક્ષપાતી કે વિવેકરહિત મળતું નથી. તેથી જ તેને આપણે પંડિત સુખલાલજીની જેમ કહી શકીએ કે –
તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી ભેટ એ તો સેંકડો વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રંથરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવતી છે.૮૪
અને એથી જ જે ઉંમરે અને જે ટૂંકા ગાળામાં પોતે પચાવેલું જ્ઞાન આત્મસિદ્ધિમાં શ્રીમદ ગૂંચ્યું છે તેનો વિચાર કરતાં સર્વ કેઈનું મસ્તક નમી પડે તેમ છે.
અલબત્ત, આ જ અનુભવ પૂર્વના જ્ઞાનીઓએ પણ વર્ણવ્યો છે; કારણ કે જ્ઞાનીના માર્ગ બે નથી. પણ અહીં આરંભમાં દર્શાવેલ આત્મા, મતાથી, સદગુરુ આદિનાં લક્ષણે, પછી આવતો આત્માનાં છ પદ વિશેની શંકા અને તેના સમાધાનને લગતે મહત્ત્વનો ભાગ, તેને ઉપસંહાર આદિ એટલાં તર્ક પૂર્ણ અને સંપૂર્ણતાથી રજૂ થયેલ છે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં રસ ધરાવનાર કેઈના માટે પણ આકર્ષણનું તત્વ બની રહે તેમ છે. પ્રા. દિનુભાઈ પટેલ આત્મસિદ્ધિ વિશે લખે છે કે –
“શ્રીમદ્ રાજચંદ્રની લાક્ષણિક શૈલીમાં આત્મસિદ્ધિશાસ્ત્ર વાંચનારને સાચે જ અનુભવ થાય છે કે આ શાસ્ત્ર કઈ પણ વ્યાવહારિક ધર્મને વળગી રહેતું નથી. પિતાના વાચનમાં અને અનુભવમાં આવેલા, જુદી જુદી કક્ષાના મુમુક્ષુ જીવોના નિઃશ્રેયસ્ કલ્યાણ અથે, ભૂતકાળમાં થયેલા આત્મજ્ઞાનીઓના અનુભવોને લક્ષમાં લઈ ૮૩. “આત્મસિદ્ધિ", પા. મુકુલભાઈ કલાથી, પૃ. ૨૫. ૮૪. એજન, પૃ. ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org