________________
૬. અપૂર્વ અવસર
૩૬૩
શુક્લ ધ્યાનના ત્રીજા પાયામાં પ્રવર્તે છે. તેથી એ પદ પરમ સુખ આપનારુ· હોય છે, તે સ્થિતિમાં દુઃખનું નામનિશાન પણ નથી. આવી દશા પ્રાપ્ત કરવામાં માટુ' માન છે, ભાગ્ય છે, તે સવિત છે. એથી એ પદ “ મહાભાગ્ય ” ગણી શકાય. એ જ પક્તિમાં જણાવ્યા પ્રમાણે એ સ્થિતિમાં “ પૃણુ અબંધ ?' દશા પણ પ્રાપ્ત થાય છે. પુદ્ગલ-પરમાણુઆથી મુક્ત થઈ શકવુ' એ પણ જીવની મહાભાગ્યવાન દશા ગણાય. આથી જ હું અચાળી કેવળી ”ની દશાને શ્રીમદ્ “ મહાભાગ્ય ”, યાગ્ય વિશેષણાથી એળખાવેલ છે તે ચેાગ્ય જ છે.
66
""
સુખદાયક અને “પૂર્ણ અબધ” એવાં
આમ શ્રીમદ્દે ૧૫, ૧૬, ૧૭ એ ત્રણ કડીએમાં સયેાગી તથા અયેાગી કેવળીની દશાનું વર્ણન આપ્યુ છે. અયેાગી કેવળી થયા પછી આત્મા સંબધનાથી મુક્ત થઈ સિદ્ધક્ષેત્રે જઈ અનંત સમાધિમુખમાં બિરાજમાન થાય છે. શુદ્ધ થયેલા આત્માના ગુણે અને તેની ગતિનુ વર્ણન શ્રીમદ્ આ પછી આપેલુ‘ છે.
મેાક્ષનું વર્ણન — ૧૪મે ગુણસ્થાને આત્મા આટૅ પ્રકારનાં કર્માનેા ક્ષય કર્યા પછી કેવા અને છે તેનુ વર્ણન શ્રીમદ્દે કાવ્યના અંતભાગમાં આપ્યું છે. શ્રીમદ્ સિદ્ધની ભૂમિકાનું વર્ણન કરી તે પદ પ્રાપ્ત કરવાની ભાવના અંતભાગની કડીઓમાં વ્યક્ત કરે છે. મુક્તાત્માનું ચિત્ર રજૂ કરતાં શ્રીમન્ને ૧૮મી કડી રચી છે કેઃ—
અપૂ૦ ૧૮
સિદ્ધપદ પ્રતિ પ્રયાણની તૈયારી કરતા આત્માના ગુણ્ણા વિશે શ્રીમદ્ આ કડીમાં જણાવે છે કે, હવે આત્માને કર્મના એક પણ પરમાણુને સ્પર્શ નથી, સબંધ નથી, તેથી તેને સંપૂર્ણ ક ક લક રહિત અને નિશ્ચળ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે; તેથી શુદ્ધ, નિરંજન, ચૈતન્યમૂર્તિ, અજોડ, અગુરુલઘુ, અમૂર્ત એવા આત્મા પેાતાના સ્વરૂપમાં સ્થિર થાય તેવા અપૂર્વ અવસર કયારે આવશે ?
કેવળીએ સમુદ્દઘાત કર્યા પછી સર્વ કર્મીના શેષ રહેલા રજકણા પણ તેમના આત્માના પ્રદેશથી ખરી પડે છે, ત્રણે ચેાગ રૂ‘ધાઈ જાય છે. અને આયુષ્યના છેલ્લા સમયે શ્વાસેાવાસની ક્રિયા પણ બંધ પડી જાય છે. આ રીતે આત્માને શુભ કે અશુભ એક પણ ના પરમાણુ વળગેલા હાતા નથી. તેથી આત્માની સ્થિતિ સ’પૂર્ણ, કમલથી લાગતા કલ`ક વિનાની અને અડાલ એટલે કે આત્મપ્રદેશના કપ વિનાની થાય છે. આવા આત્મા કેવા ગુણાથી યુક્ત હાય છે, તે શ્રીમદ્દે આ કડીની પાછળની બે પક્તિમાં આપ્યું છે. તે ગુણી જોઈ એ.
શુદ્ધ આત્મા શુદ્ધ છે, કારણ કે કર્મના એક પણ પરમાણુ સાથે તેને સ`બંધ રહ્યો નથી. નિર્જન આત્મા નિર્જન છે, કારણ કે તે કમલના અ‘જન વિનાના છે.
—
“ એક પરમાણુ. માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલ કરહિત અડાલ સ્વરૂપ જો; શુદ્ધ નિર ંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદ રૂપ જે ઝ
www
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org