________________
૩૬૮
શ્રીમદની જીવનસિદ્ધિ ચૈતન્યમૂર્તિ – આત્મા તન્યમૂર્તિ શા માટે છે તે સમજાવતાં શ્રી નગીનદાસ શેઠ લખે છે કે –
ચિદ ધાતુ પરથી એનો અર્થ કેવળ જ્ઞાનને ઘન એવો થાય છે. આત્મા કેવળ જ્ઞાનમય જ છે અને જ્ઞાન ચિતન્યસ્વરૂપ છે. જ્ઞાન અરૂપી અને ચિતન્યમય છે, તેથી આત્માને ચિતન્યમૂર્તિ કહેવામાં આવે છે.”૮૬
અનન્યમથ (અજોડ ) – એના જેવો બીજે કઈ નથી તેથી અજેડ. સિદ્ધદશા એ આત્માની શુદ્ધ દશા છે, સિદ્ધ સિવાયના આત્માઓ કર્મથી અવરાયેલા છે તેથી તેઓ શુદ્ધ આત્માની તેલ આવી શકે તેમ ન હોવાથી શુદ્ધાતમા અનન્યમય છે. અગુરુલઘુ – આ પદ સમજાવતાં શ્રી સંતબાલજી લખે છે કે –
જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ એ જીવનાં વિશિષ્ટ લક્ષણ છે, તેમ અગુરુલઘુ નામને ગુણ પણ એમાં છે. આત્મા ભારી હળવે થાય છે તે કર્મને લીધે, પણ તેને મૂળ ગુણ અગુરુલઘુ છે. અગુરુલઘુ એટલે આત્મા નથી ભારે કે હળવો, વૈજ્ઞાનિકોએ આત્માનું વજન નક્કી કર્યું છે, તે આત્માનું નહિ પણ પરભવ જતા જીવ સાથે રહેલા તેજસ અને કામણ શરીરનું છે ! આત્મા અરૂપી હાઈ તે માટે પણ નથી, નાને પણ નથી. નાનું અને મોટું એ વ્યવહાર પુદગલાસ્તિકાયને જ લાગુ પડે છે. ”૮ ૭ આત્માનો આ ગુણ હોવાને લીધે શું થાય છે તે બતાવતાં શ્રી કાનજીસ્વામી લખે છે કે –
આત્મા પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થતાં સ્વગુણ ઉત્કૃષ્ટપણે પરિણમત હોવા છતાં, પિતાનાં એકરૂપ સ્વદ્રવ્યની મર્યાદા ઉલ્લંઘીને અન્ય દ્રવ્યમાં કે બીજા આત્માના પ્રદેશમાં ફેલાઈ જતો નથી. એવા મધ્યમ પરિણામ અગુરુ લઘુ ગુણના કારણે છે. કેઈ ગુણ કે કઈ દ્રવ્ય અનન્યપણે ન થાય એ પણ અગુરુલઘુ ગુણનું કાર્ય છે.”૮૮ અમૃત – અરૂપી, વર્ણ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શથી રહિત. સહજપદ– નિજ પદ, સ્વાભાવિક, શુદ્ધ, આનંદસ્વરૂપ એવી પિતાની સ્થિતિ તે સહજ પદ.
શુદ્ધ, નિરંજન ચેતન્યમૂતિ એ આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરે ત્યારે પુદગલના એક પણ પરમાણુ સાથે તેને સંબંધ રહેતો નથી, આ શુદ્ધ થયેલો આત્મા સિદ્ધક્ષેત્ર તરફ ગતિ કરે છે, અને ત્યાં અનંત સુખમાં કઈ રીતે બિરાજે છે તે જુઓ –
પૂર્વ પ્રયાગાદિ કારણના વેગથી, ઊર્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત છે, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જે.” અપૂર્વ, ૧૯ ૬. “પરમપદ-પ્રાપ્તિની ભાવના ”. ૮૭. “સિદ્ધિનાં સોપાન', પૃ. ૧૮૮ની પાદનોંધ. ૮૮. “અપૂર્વ અવસર પરનાં પ્રવચન', પૃ. ૧૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org