________________
३६६
શ્રીમન્ન જીવનાસદ્ધિ આ બંને પ્રકારના પુરુષો માટે, તેમના દેહની સ્થિતિ પૂરી થાય એટલે, એક જ ગતિ છે, અને તે સિદ્ધગતિ. દહાયુષ પૂર્ણ થતાં સિદ્ધક્ષેત્રે જઈ તેઓ અનંત સમાધિસુખમાં વિરાજે છે.
કેવળી ભગવાનનું આયુષ્ય પૂર્ણ થવાને અંતમુહર્ત કાળ બાકી રહે ત્યારે તેઓ શુકલધ્યાનના ત્રીજા પાયામાં પ્રવર્તે છે, એવું શાસ્ત્રવચન છે. તે વખતે તેઓ સમુદ્દઘાત કરે છે. સમુદ્રઘાત એટલે શેષ રહેલાં કર્મોને એકસાથે પ્રબળપણે ખેંચીને ભોગવી લેવાં તે. કેવળીને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર કર્મ હોય છે. તેમાંની દરેકની સ્થિતિ આયુષ્ય જેટલા જ કાળની નથી હોતી, તેથી તે બધાંને સંપૂર્ણ પણે ભોગવી લેવા માટે કેવળી પોતાની શક્તિ વડે તે કર્મોને ખેંચીને આયુષ્યના અંતભાગમાં સંપૂર્ણપણે ભેગવી લે છે. કર્મ ખેંચીને ભોગવી લેવાની આ ક્રિયાને “કેવળી સમુદ્યાત”૮૫ કહેવામાં આવે છે. કેવળીને સમુદ્રઘાત કર્યા પછી ૫ લઘુ સ્વર અ, ઈ, ઉ, ઋ ને લ –ને ઉરચાર કરીએ તેટલે સમય બાકી રહે છે, એટલા સમયમાં આત્માના મન, વચન અને કાયાના કેગનો સંપૂર્ણ રાધ હોય છે, મનાદિ પણ અન્ય કર્મની જેમ પુદગલનાં બનેલાં છે, તેથી તેના યોગને સંપૂર્ણ રાધ હોય છે, અને તે રોધ થતાં બધાં પુદ્ગલ સાથે સંબંધ છૂટી જાય છે. આથી આત્માને “ગરહિત ” દશા પ્રાપ્ત થાય છે. તે દશાનું એટલે કે “અગી કેવળી ની દશાનું વર્ણન શ્રીમદ્દ ૧૭મી કડીમાં આ પ્રમાણે કરે છે –
મન, વચન, કાયા ને કર્મની વગણ છૂટે જહાં સકળ પુદગલ સંબંધ છે; એવું અગી ગુણસ્થાનક ત્યાં વર્તતું;
મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે.” અપૂર્વ ૦ ૧૭ ૧૩માં ગુણસ્થાનના અંતભાગમાં આત્માનું મન, વચન અને કાયાના પેગ વગરનું ૧૪મું ગુણસ્થાન પ્રગટ થાય છે, તે વિશે શ્રીમદ્ આ કડીમાં કહે છે કે મન, વચન, કાયા અને કર્મ એ સર્વ પુદ્દગલ સાથે સંબંધ જયાં છૂટી જાય છે, અને જ્યાં મહાભાગ્યવાન, સુખદાતા અને સંપૂર્ણ બંધરહિત દશા પ્રવર્તે છે એવા અગી કેવળીના ગુણસ્થાને પહોંચવાનો અપૂર્વ અવસર કયારે આવશે ?
૧૩માં ગુણસ્થાનના અંતભાગમાં જીવને ૧૪મું ગુણસ્થાન પ્રગટે છે. તે વખતે મન, વચન, કાયા અને કર્મના પુદ્ગલ પરમાણુઓ સાથેનો સંબંધ પૂર્ણપણે છૂટી જાય છે. મન વગેરે પણ પુદ્ગલ પરમાણુઓનાં બનેલાં છે, તેથી મન, વચન આદિન ગ રૂંધાતાં તે પુદગલ-પરમાણુઓ આત્માના પ્રદેશ પરથી ખરી જાય છે. અને તેને ખ્યાલ આપણને આ કડીની પહેલી બે પંક્તિ પરથી આવે છે.
પુદગલ-પરમાણુઓનો સંપૂર્ણ પણે સંબંધ છૂટતાં જે “અગી ગુણસ્થાન ” આત્માને વતે છે, તે ક્યા પ્રકારનું છે તે ચોથી પંક્તિમાં જણાશે. એ સમયે કેવળીને આમેપગ
૫. સમુધાત ૭ પ્રકારના છે : વેદના, કપાય, મરણ, ક્રિય, તેજસ, આહારક અને કેવળી.
કેવળજ્ઞાની સાતમાં પ્રકારને સમુદ્દઘાત કરે છે. ૮ સમય સુધી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org