________________
૬. અપૂર્વ અવસર
૩૬૫ કેવળજ્ઞાન થયા પછી અઘાતી કર્મોની સ્થિતિ તે દેહની સ્થિતિ સુધી જ ટકે છે, કારણ કે ઘાતી કર્મને નાશ થવાથી આત્માને નવ દેહ ધારણ કરવાનો રહેતું નથી. ભવનાં બીજરૂપ રાગદ્વેષને સંપૂર્ણ નાશ હોવાથી કર્મના રજકણે કેવળીને ચેટી શકતા નથી. તેમને તે, આપણે આગળ જોયું તેમ, એક સમયે કર્મ બંધાય, બીજે સમયે વેદાય અને ત્રીજે સમયે નિર્જરી જાય તેવી ઈર્યા પથિકી ક્રિયા હોય છે. એથી જ શ્રીમદ કહે છે કે,
તે દહાયુષ આધીન જેવી સ્થિતિ છે ” અર્થાત્ દેહ હોય ત્યાં સુધી જ અઘાતી કર્મો રહે છે. આયુષ્ય પૂર્ણ થઈ જતાં “દેહિક પાત્ર”માં હેવાનું જીવને પૂર્ણ થઈ જાય છે. કેવળી પ્રભુ પણ આયુષ્ય હોય ત્યાં સુધી દેહને ટકવા દે છે, કારણ કે શ્રી નગીનદાસ શેઠ લખે છે તેમ –
દહન પરાણે પાડવાથી દેહથી છૂટી શકાતું નથી. પરંતુ તેથી તે દહબંધન અને દુઃખબંધન વધે છે, દેહ પ્રાપ્ત થવાનાં મૂળ કારણે નાશ કરવાથી દેહ આપોઆપ છૂટી જાય છે. દેહ આપોઆપ ન છૂટે ત્યાં સુધી દેહની સ્વાભાવિક ક્રિયાઓ થયા કરે છે એમાં કશું બંધન નથી, કારણ કે ક્રિયા કરવા છતાં આત્માની રુચિ – વૃત્તિ તો આત્મામાં જ છે, પુદગલોમાં નહિ. આત્મા અશરીરી છે, નિરાકાર છે એવી ભાવના હોય છે ... તેથી દૈહિક પાત્રતા મટી જાય છે.”૮૩
આમ ગાથા ૧૫, ૧૬માં શ્રીમદે સગી કેવળી દશાનું વર્ણન કર્યું છે. ૧૩મે ગુણસ્થાને પ્રવર્તતા જીવના બે પ્રકાર છે: તીર્થકર અને સામાન્ય. બંનેની આત્મશક્તિ સરખી હોય છે, છતાં તેમના પૂર્વ સંચિત કર્મમાં ભેદ હોવાને લીધે બે પ્રકાર પડી જાય છે. શ્રી સંતબાલજી તીર્થકરને વિશેષ કેટિન ગણવાનું કારણ બતાવતાં યોગ્ય જ લખે છે કે –
તેઓ પોતે એકલા ઊડતા નથી. પોતાની પાંખમાં આખા જગતને લઈને ઊડે છે ..થંભી ગયેલા કે વિકૃત થયેલા પ્રગતિવહનને તેઓ સાચે નક્કર વેગ આપે છે. ધર્મના પાયાથી માંડીને નિર્ભેળ શુદ્ધિ કરે છે. અને અધર્મના જોરને નબળું પાડે. છે. સૂક્ષ્મ શક્તિઓની પ્રબળતાથી રાક્ષસી પશુબળાને હંફાવી જગત સમક્ષ ચમત્કારી આદર્શ ખડા કરે છે . તેઓ જીવનવિકાસનો વ્યવસ્થિત કમ અને એ માર્ગે જવાનાં સાધના બતાવે છે. પ્રત્યેક ક્ષેત્રમાં લોકોત્તર કાંતિ કરે છે એટલું જ નહિ બ૯કે પતાવી પાછળ વારસામાં પણ ચેતનવંતી તાલીમબદ્ધ સિદ્ધિસંઘની સેના અને નય અનુભવનું સાહિત્યધન મૂકી જાય છે.”૮૪
પણ આવા પુરૂ વિરલા જ હોય છે. જૈન આગમ જણાવે છે કે છ આરા જેવા નિરવધિકાળમાં માત્ર ૨૪ તીર્થકરો થાય છે, અને અનેક ભવના પરિશ્રમ પછી તેઓ એ પદ સાધી શકે છે. તીર્થકર સિવાયના આ ભૂમિકામાં રહેલા અન્ય પુરુષે પણ જગદપકારક તો છે જ, કારણ કે તેઓ પણ સંસારના દાહક વાયુમાં શાંતિનો સંચાર અને ચારિત્રની સુવાસ ભરીને જગતને ગુપ્ત રીતે તાજગી આપ્યા કરે છે. પણ આવા ગુપ્ત પુરુષો તરફથી મળતી સામગ્રી સક્રિય સર્વવ્યાપક સ્વરૂપ નથી ધારણ કરી શક્તી, એ જ એની સામાન્યતા છે.
૮૩. “પરમપદપ્રાપ્તિની ભાવના', પૃ. ૨૧૯. A ૮૪. ” સિદ્ધિનાં સોપાન', પૃ. ૧૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org