________________
શ્રી મની જીવનસિદ્ધિ
વેદનીય આદિ ચાર કર્મ વતે જહાં, બળી સીદરીવત્ ' આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,
આયુષ પૂણે મટિયે દૈહિક પાત્ર જે.” અપૂર્વ ૧૬ ૮૧ સીંદરી બળી જતાં તેને આકાર માત્ર રહે છે તેમ વંદની, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મો માત્ર આકારરૂપે રહે છે, તે કર્મોની સ્થિતિ દેહના આયુષ્ય સુધી જ રહે છે, અને આયુષ્ય પૂર્ણ થતાં દેહને ફરીથી ધારણ કરવાના રહેતી નથી; તે અપૂર્વ અવસર મેળવવાની ભાવના શ્રીમદે અહીં ભાવી છે.
ચાર ઘાતી કર્મ આત્માના ગુણના ઘાત કરે છે, ત્યારે અઘાતી કર્મ આત્માના ગુણને કશું નુકસાન પહોંચાડતા નથી. તપ, ચારિત્ર, ધ્યાન આદિથી ઘાતી કર્મોનો નાશ કરી શકાય છે, ત્યારે અઘાતી કર્મો ભેગવવાથી જ નિર્જરે છે. એટલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ અઘાતી કર્મોનો ભંગ કરવાનો આત્માને બાકી રહી જાય છે, ત્યારે ઘાતી કર્મોના સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. આને શ્રી સંતબાલજીના શબ્દોમાં મૂકીએ તે એમ કહી શકાય કે –
ઘાતી કર્મને જેટલે આત્મા સાથે સીધો સંબંધ છે એટલે આ ચારને નથી, એટલું જ નહિ બલકે આ ચારેનો સંબંધ મુખ્યત્વે દેહ સાથે અને પરંપરાએ જીવ સાથે છે.”૮૨ આમ ઘાતી કર્મની અસર આત્મા ઉપર અને અઘાતી કર્મની અસર દેહ પર થાય છે.
ઘાતી કર્મોનો નાશ થાય એટલે અઘાતી કર્મનું કશું પણ જોર રહેતું નથી. સીંદરી બળી જાય પછી પવનને સપાટે ન આવે ત્યાં સુધી તેની રાખ તે જ આકારે પડી રહે છે, પણ કશું બાંધવાના ઉપગમાં તે બળેલી સીંદરી આવી શકતી નથી, તેવી રીતે આ અઘાતી કર્મો આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી અસ્તિત્વ ધરાવી શકે છે, પણ કેવળીને કઈ પણ જાતની અસર કરવા સમર્થ બની શક્યાં નથી. આમ અહીં શ્રીમદે ખૂબ જ યેગ્યતાપૂર્વક અઘાતી કર્મોને “ બળેલી સીંદરી ”ની ઉપમા આપેલી છે.
જે વેદનીય કર્મ પહેલાં સુખ કે દુઃખની લાગણી ઉત્પન્ન કરતું હતું, તે જ્ઞાન પ્રગટયા પછી એવી જાતની લાગણી જન્માવી શકતું નથી. કેવળીને તે માત્ર સમભાવ જ રહે છે. નામ તથા નેત્રકર્મ દેહભાવ તથા અભિમાનનું પોષણ કરતાં હતાં તે પણ જ્ઞાન થયા પછી આત્મભાવ અને પ્રભુતાદર્શક બની જાય છે. અને આયુષ્યકર્મ જે પહેલાં આત્માની મૂર્છા વધારતું હતું, તે પછીથી લોકોપકારક બની જાય છે. આમ ચાર અઘાતી કર્મો અસ્તિત્વમાં હોવા છતાં જ્ઞાન થયા પછી સત્તારહિત બની જાય છે, બળેલી સીંદરી જેવાં બની જાય છે. ૮૧. આ ભાવના શ્રીમદે ૧૭ વર્ષની વયે “મોક્ષમાળા ”માં ભાવેલી જોઈ શકાશે; જુઓ
મોક્ષમાળા”, પાઠ ૬ ૬. ૮૨. ( સિદ્ધિનાં પાન ", પૃ ૧૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org