________________
હ, રજનીશી, નેધથી ઇત્યાદિ
અગાસથી પ્રગટ થયેલી “શ્રીમદ રાજચંદ્ર”ની પહેલી આવૃત્તિમાંની પાદોંધમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રણત તત્વજ્ઞાન”માંથી જે હસ્તધ પ્રાપ્ત થઈ હતી તે આપી છે. તેની મૂળ હસ્તાક્ષરની નેધ મળતી નથી, તેથી તેને પાદiધમાં આપેલ છે. એમાં તત્ત્વની વાતો અપાયેલી છે. એ વિશે “પરમકૃત પ્રભાવક મંડળ” તરફથી પ્રગટ થયેલી વિ. સં. ૧૯૬૧ની પહેલી આવૃત્તિ અને તે પછીની આવૃત્તિઓ જોતાં ખ્યાલ આવે છે કે ફૂટનેટ જેવું કઈ લખાણ તેમાં નથી. તેમાં તે આ હાથનેધ જેવું લખાણુ અપાયેલ છે, તે પરથી અનુમાન થાય છે કે એ કદાચ કેઈનું ઉપજાવી કાઢેલું પણ હોય.. - હસ્તનાંધ ૧માં અપાયેલું લખાણ અંગત વિચારે કે પરિસ્થિતિ દર્શાવતું લખાણ છે. તેમાં “મારગ સાચા મિલ ગયા”, “હોત આવા પરિસવા” તથા “ધન્ય રે દિવસ આ અહે” એ ત્રણ તેમનાં કાવ્યો પણ છે. પહેલું કાવ્ય જ્ઞાન થયા પછીને હર્ષ વ્યક્ત કરતું છે, અને બીજુ પદ જિનપદ તથા નિજ પદની એકતાનો સાક્ષાત્કાર કરાવતું છે. ત્રીજા પદમાં પોતાના જીવનમાં આવેલા અગત્યના આધ્યાત્મિક પ્રસંગેની નોંધ તથા પોતાના ભાવિની આગાહી મુકાયેલી છે. અને તેમાં મુકાયેલી સંવત તથા સ્થિતિ જોતાં તે કાવ્ય લગભગ વિ. સં. ૧૯૫૩માં લખાયેલું હોય તેમ કહી શકાય. એ ત્રણે પદના વિષય જતાં તે વિ. સં. ૧૯૪૭ પછી રચાયાં હોય તે નિશ્ચિત લાગે છે, કારણ કે તે વર્ષમાં તેમને શુદ્ધ સમ્યજ્ઞાન થયું હતું, અને એ જ્ઞાન થયા પછીની જ આ રચનાઓ છે.
આ ઉપરાંત આ નોંધમાં પિતાને બેધરૂપ થાય તેવાં વચનો, પોતાની અંતરંગ પરિસ્થિતિ દર્શાવતાં વચને, પતે જેના પર વિશેષપણે વિચાર કરવા ધાર્યો હોય તેવા પ્રશ્નો, પિતાની ભાવિ પેજના વિશેની વિચારણા, તત્ત્વની વાત વગેરે છે. ત્રણ પદ્ય સિવાયનું બધું લખાણ ગદ્યમાં છે.
આ લખાણમાં પોતાને લાગતું આત્માનાં છ પદનું નિઃશંકત્વ બતાવ્યું છે. વળી એમાં જીવ સંબંધી વિચારણા, જગતના સ્વરૂપનું વર્ણન, આત્મસાધના, સંતપણાની દુર્લભતા, દર્શનમાં આત્માનું નિરૂપણ, શાસ્ત્રમાં દર્શાવેલી વાતેની વિચારણા જેમ કે વ્યવહારત્યાગ, તે શા માટે જરૂરી, વિભાવગના બે પ્રકાર, જ્ઞાની પુરુષની વૃત્તિ વગેરે પણ ટૂંકા ટાંચણરૂપે મુકાયાં છે. આ બધું ટાંચણ પોતાના અંગત ઉપયોગ માટે જ થયેલું હોય તેમ લાગે છે. તે ક્યા કારણથી કર્યું હશે તે વિશે માત્ર અનુમાન જ થઈ શકે છે. અહીં ઘણી જગ્યાએ ટૂંકાં વાક્યો કે વાકયખંડે જ રચાયેલાં જોવા મળે છે. અને તેમાં પણ પુછાયેલા પ્રશ્નોનું પ્રાધાન્ય વિશેષ છે. વિધેયાત્મક વચન કરતાં પ્રશ્નાત્મક વચન વિશેષ છે. ક્યારેક અનુભવસિદ્ધ વચને પણ મળે છે. દાખલા તરીકે “સુખને ઈચ્છતે ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ.૫ “દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ, પ્રાયે અહિતનું કારણ થતું નથી. પોતાની અંગત સ્થિતિ બતાવતાં વચને આમાં વિશેષ પ્રમાણમાં છે. જુઓ “આ કાળમાં મારું જન્મવું માનું તો દુઃખદાયક છે; અને માનું તે સુખદાયક પણ છે.” પણ કઈ અપેક્ષાથી તે
૫-૬-૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૧, પૃ. ૭૯૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org