________________
સુખદાયક અને કઈ અપેક્ષાથી તે દુઃખદાયક છે તે તેમણે સ્પષ્ટ કર્યું નથી. માત્ર એટલું અનુમાન થઈ શકે છે કે ઉત્કૃષ્ટ આત્માવસ્થા મેળવવા આ કાળ વિશેષ વિષમ હેવાથી જન્મવું દુઃખદાયક છે; પણ આ કાળ તેની વિષમતાને લીધે સંસારથી ઉદાસીનતા લાવવાનું ઉત્તમ સાધન છે, એ હેએ તેમનું જન્મવું સુખદાયક છે. આ ઉપરાંત “વૈશ્ય અને નિર્ચથભાવે વસતાં કેટી કેટી વિચાર થયા કરે છે.”૮ “તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ચ થતા યથાર્થ રહે નહિ, અને ઉદયરૂપ હેવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી.”૯ વગેરે સંસારને થાક જણવતાં વચન પણ જોવા મળે છે. તે સર્વમાં વિશેષ ધ્યાન ખેંચે તેવું વચન છે તે, “માહ સુદ ૭, શનિવાર, - વિક્રમ સંવત ૧લ્પ૧, ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહીં. ૧૦ મહા સુદ સાતમ પછીના દઢ વર્ષમાં તેમણે સર્વસંગપરિત્યાગ કરવાને નિશ્ચય કરી લીધો હતો, તેમ આ વચન પરથી લાગે છે. તે નક્કી કર્યા પ્રમાણે તેમણે તેમના ભાગીદારો પાસે વિ. સં. ૧૯૫૨ના અંતભાગમાં છૂટા થવાની માગણી પણ કરી હતી. છતાં તેઓ પિતાના ભાગીદારોના આગ્રહને લઈને સંપૂર્ણ પણે નિવૃત્ત થઈ શકયા ન હતા.
જ્યાં સુધી પોતે વ્યવહારમાં હોય ત્યાં સુધી કેમ વર્તવું, તે વિશે પિતાને થતા પ્રશ્નો, તરવની બાબતમાં થતા પ્રશ્નો વગેરે મોટા પ્રમાણમાં આ હસ્તાંધમાં જોવા મળે છે. તેઓ હસ્તધના ૯૩મા પૃષ્ઠ પર નાંધે છે કે –
નશા ધારણ કરવી? વ્યવહારને ઉથ એ છે કે તે ધારણ કરેલી દશા લોકેને કષાયનું નિમિત્ત થાય, તેમ વ્યવહારની પ્રવૃત્તિ બને નહીં.”
ત્યારે તે વ્યવહાર નિવૃત્ત કરવો? તે પણ વિચારતાં બનવું કઠણ લાગે છે, કેમ કે તેવી કંઈક સ્થિતિ વેદવાનું ચિત્ત રહ્યા કરે છે.તે વ્યવહાર કેવા પ્રકારે સંક્ષેપ થઈ શકશે ?૧૧ વગેરે.
અહીં પ્રશ્ન અને તેની વિચારણું બંને જોવા મળે છે, પણ કેટલીક વાર તે હસ્તનધમાં પ્રશ્નોની હારમાળા જ જોવા મળે છે, જેમ કે – હસ્તધનું પૃ. ૧૫૨ –
“ગુણાતિશયતા શું? તે કેમ આરાધાય ? કેવળજ્ઞાનમાં અતિશયતા શું ? તીર્થકરમાં અતિશયતા શું ? વિશેષ હેતુ શે ? જે જિનસમત કેવળજ્ઞાન
કાલોકજ્ઞાયક માનીએ તો તે કેવળજ્ઞાનમાં આહાર, નિહાર, વિહાર આદિ ક્રિયા શી રીતે સંભવે? વર્તમાનકાળમાં તેની આ ક્ષેત્રે અપ્રાપ્તિ તેનો હેતુ છે ?”૧૨ વગેરે.
આ બધા પરથી લાગે છે કે શ્રીમદ પોતાની વિચારણામાં હજુ એકદમ સ્થિર થયા નહિ હેય. અને જેમ જેમ નિશ્ચિતતા આવતી ગઈ હશે તેમ તેમ વિધેયાત્મક વચનનું
૮-૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, પૃ. ૮૦૩. આંક : ૩૮ ૧૦. એજન, પૃ. ૮૦૫: આંક : ૪૧ ૧૧. એજન, ૫, ૮૦૪. આંકઃ ૩૮ ૧૨. એજન, પૃ. ૮૧૧. આંકઃ ૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org