________________
શ્રીમદની અવનસિદ્ધિ
શુદ્ધતા પ્રવર્તતી હોય છે કે તેમને મેક્ષને વિકલ્પ પણ છૂટી જાય છે, અને આત્મભાવમાં જ તેઓ સ્થિર રહે છે. તે વખતે મુનિ મોક્ષને આનંદ માણતા હોવાથી તેમને ભવને ખેદ રહેતો નથી. વળી ઘાતી કર્મોનો નાશ કરવામાં જ સતત પ્રવૃત્તિશીલ રહેતા મુનિને ભવ કે મેક્ષ પ્રતિ લક્ષ ન રહેતાં સમભાવ જ રહે છે. ભવ કે મોક્ષની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સૂક્ષમ રાગ તથા ઢેષ રહેલાં છે, અને રાગદ્વેષ ઉપર તે સંપૂર્ણ જય મેળવવા મુનિ છે છે; તે કારણે પણ તેઓ સમભાવે વર્તે છે. શ્રીમદે આ કડીમાં વિવિધ સ્વરૂપે ઇરછેલા સમભાવ વિશે શ્રી સંતબાલજી યોગ્ય જ લખે છે કે –
" “આ આખી કડીમાં સમભાવની પરાકાષ્ઠા જ બતાવવાની છે. એમ છતાં આ - સહજ કાવ્યના રચયિતા પુરુષે, “શત્રુ મિત્ર પ્રત્યે” “સમદર્શિતા” શબ્દ વાપર્યો છે.
“માન અમાને તે જ સ્વભાવ” અર્થાત્ એ રીતે સમભાવ સૂચિત કર્યો છે. જીવિત કે મરણ વચ્ચે અન્યૂનાવિક્તા અને ભવ તથા મોક્ષ વિશે “શુદ્ધ સ્વભાવ” પદ મૂકહ્યું છે. એ યેાજના ખૂબ રહસ્યમય થઈ છે. તે વખતે એમણે એ બધાં પદો એવા વિચારપૂર્વક મૂકયાં હશે, એમ નિશ્ચયપણે કહેવાય નહિ. પરંતું ફુરણા એ પોતે જ એવી સહજ છે કે યથાર્થતા એની મેળે ખેંચી લાવે છે. શત્રુ અને મિત્ર તે વ્યક્તિ છે, એટલે ત્યાં સમદશિતા જ ઘટે છે. માન અને અપમાન એ પોતે પરિસ્થિતિ છે, અને તેની સીધી અસર ભાવ ઉપર થાય છે માટે ત્યાં “તે જ સ્વભાવ જે” એ જ ઘટિત છે. જીવિત અને મરણ બંને વચ્ચેની ન્યૂનાધિકતાને સંસ્કાર અનાદિકાળથી રૂઢ છે, એટલે ત્યાં “નહિ ન્યૂનાધિકતા” પદ સમભાવને સૂચવવા માટે મુકાઈ ગયું છે તે યથાર્થ છે. એમ ઉપરની ત્રણે ઘટનાઓ સંસારની વચ્ચેની હતી એટલે સમભાવ ઘટે છે, પણ ભવ અને મોક્ષ વચ્ચે સમભાવ કેમ ઘટે? કારણ કે ઉપરની ઘટનાઓ તો માત્ર બ્રાન્તિથી ભિન્ન દેખાતી હતી. પણ આ બંને દશા તે સદાકાળથી પરસ્પર સ્વયં વિરોધી હતી, છે અને રહેશે. એટલે ત્યાં સમભાવ સૂચવવા માટે “શુદ્ધ સ્વભાવ” પદ બંધબેસતું થઈ શકે, અને તે જ પદ સહજ રીતે આવી ગયું છે. એવો સાધક સંસારમાં છે ત્યાં લગી એને મોક્ષને અનુભવ નથી પણ શુદ્ધ સ્વભાવને છે, એટલે એ જ અનુભવમાં ઝીલી શકે અને ઝીલે. એમાં સમભાવનું રહસ્ય આવી જાય છે.”૫૮
શ્રીમદ્દે જણાવેલાં મુનિનાં આ લક્ષણે “ઉત્તરાધ્યયનસૂત્ર” માં આ પ્રમાણે બતાવાયાં છે –
" समया सव्वभूअसु सन्तुमिसु वा जगे ।।
पाणाइवायविरइ जावज्जीवा दुक्करं ॥" "णिम्ममो णिरहकारो णिसंगो चत्तगारवो ।
समो य सव्र्वभूअसु तसेसु थावरेसु य ।” “लाभालामे सुहे दुक्ख जीवि मरण तहा ।
સમો diાણે રામુ તૈઢા મા મrળ || ''પ૯ ૫૮. “સિદ્ધિનાં સોપાન', પૃ. ૯૫. ૫૯. “ ઉત્તરાધ્યયનસૂત્ર', અધ્ય. ૧૯, ગાથા ૨૬, ૯૦, ૯૧, પૃ. ૧૮૭, ૧૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org